લો બોલો ! માણસે બીજા માણસને બચકા ભર્યા, છેલ્લા 10 વર્ષમાં 32 કેસ નોધાયા

News18 Gujarati
Updated: February 26, 2020, 10:43 PM IST
લો બોલો ! માણસે બીજા માણસને બચકા ભર્યા, છેલ્લા 10 વર્ષમાં 32 કેસ નોધાયા
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે અજબ ગજબ કેસ નોંધાયા, ઉંદર, ઘોડા, ભુંડ અને વાંદરા લોકોને કરડ્યા

  • Share this:
અમદાવાદ : શ્વાન કરડે તો નવાઇ નહીં પરંતુ અમદાવાદ શહેરમાં અજબ ગજબના કેસ નોંધાયા છે. જે જાણી તમે આશ્ચર્યમાં મુકાઇ જશો. મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સત્રમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં માહિતી અપાઇ છે કે શહેરમાં છેલ્લા 10 વર્ષમાં માણસે માણસને બચક્યા ભર્યા છે. જે 32 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. આ ઉપરાંત વાંદરા, ઘોડા, ઉંટ અને ભુંડ કરડવાના કેસ પણ એએમસીના ચોપડે નોંધાયા છે.

કાઉન્સિલર બદરૂદ્દીન શેખ દ્વારા એએમસી બજેટ સત્રમાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યુ હતું, કે શહેરમાં છેલ્લા 10 વર્ષમાં 4 લાખ 82 હજાર શ્વાન માણસને કરડ્યા છે. આ ઉપરાંત 6205 બિલાડી લોકોને કરડી છે. વાંદરાએ 1707 લોકોને બચકા ભર્યા છે. ઉંદર 544 લોકોને કરડ્યા, 10 લોકોને ઘોડાએ બચક્યા ભર્યા છે. ઉંટ સાત લોકોને અને ભુંડ 3 લોકોને કરડ્યા છે. પ્રાણીઓ કરડવાથી અત્યાર સુધી છેલ્લા દશ વર્ષમાં 18 લોકોના મોત થયા છે. જેમાં 2 સ્ત્રી અને 16 પુરુષનો સમાવેશ થયા છે.

આ પણ વાંચો - દિલ્હી હિંસામાં 25 લોકોના મોત, CM કેજરીવાલે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા લેખિતમાં કાઉન્સિલરને જવાબ આપ્યો છે, કે શ્વાન સાથે ઉંદર, ઉંટ, ઘોડા, બિલાડી અને વાંદરા કરડવાની વાત સામે આવી છે. જેમાં માણસે માણસને બચકા ભર્યા હોવાની માહિતી સામે આવી છે. એએમસી સંચાલિત વી એસ, એલજી અને શારદા હોસ્પિટલમાં અલગ અલગ કેસ નોધાયા હતા. જેમાં માણસને હડકવા ઉપડ્યો કે પછી માણસ અસ્થિર મગજનો હોવાથી અન્ય વ્યક્તિને બચકા ભર્યા હતા. જેના પગલે 32 લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા.
First published: February 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading