Home /News /madhya-gujarat /

અમદાવાદનાં બે કિસ્સા: બીજી પત્ની લાવવા પતિએ પુત્ર-પત્નીને બચકાં ભર્યા તો બીજામાં મારી નાંખવાની આપી ધમકી

અમદાવાદનાં બે કિસ્સા: બીજી પત્ની લાવવા પતિએ પુત્ર-પત્નીને બચકાં ભર્યા તો બીજામાં મારી નાંખવાની આપી ધમકી

પ્રતિકાત્મક તસવીર

શહેરમાં પત્નીને સાસરીમાં માનસિક અને શારીરિક ત્રાસ આપવાના  અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.

અમદાવાદ : શહેરમાં પત્નીને સાસરીમાં માનસિક અને શારીરિક ત્રાસ આપવાના  અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.  દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પિતા પુત્રનો ઝગડો પહોંચ્યો છે. જેમાં પુત્રએ પિતા સામે આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવકના માતા પિતા વચ્ચે ઝગડો થતા એક જ મકાનમાં અલગ રહેતા હતાં. રવિવારે યુવક બહાર જતો હતો ત્યારે તેમના પિતાએ બીજા લગ્ન કરવા છે તમે નિકળી જાઓ તેમ કહીને બચકા ભર્યા હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે.

દરિયાપુર માં રહેતા યાહવા નાઇમુદ્દીન શેખ ફાર્મા કમ્પનીમાં એમ.આર. તરીકે નોકરી કરે છે. તેમના માતા અને પિતા વચ્ચે ઝગડો થતા યાહવા તેમની માતા સાથે રહે છે જ્યારે પિતા આ જ મકાનમાં નીચે રહે છે. રવિવારના દિવસે યાહવા ને રજા હોવાથી તેઓ તેમના મિત્રને મળવા જતા હતા. સીડી વાટે નીચે ઉતરતા હતા ત્યારે તેમના પિતા વચ્ચે મળ્યા હતા.  ત્યારે પિતાએ તેમના પુત્ર યાહવા ને કહ્યું 'તું અને તારી મા ઘરમાંથી નીકળી જાઓ મારે બીજા લગ્ન કરવા છે". આટલું કહેતા જ ઝગડો થયો અને યાહવા એ કહ્યું તો અમે ક્યાં જઈએ. જેના જવાબમાં તેના પિતાએ કહ્યું તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ. તે જ ક્ષણે યાહવા ના પિતાએ તેમને પકડી ખભા પર બે બચકા ભરી લીધા અને ગાલ પર એક બચકું ભરી લીધું હતું.

આ દરમિયાન યાહના એ બૂમાબૂમ કરતા તેમની માતા દોડી આવતા તેમના પિતાએ માતાને પણ ગાલ પર મુક્કો મારી દીધો હતો. તાત્કાલિક 100 નમ્બર પર પોલીસને ફોન કરી જાણ કરતા દરિયાપુર પોલીસ ત્યાં પહોંચી અને તમામ લોકોને પોલીસસ્ટેશનમાં લાવવામાં આવ્યા હતાં. જ્યા યાહના આક્ષેપ મુજબની તેમના પિતા સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

'મારે બીજી પત્ની લાવી છે, તું છૂટાછેડા આપી દે, નહિ તો જાનથી મારી નાંખીશ'

શહેરમાં પત્નીને ત્રાસ આપતો હોવાનો અન્ય એક કિસ્સો પણ સામે આવ્યો છે. આર્મીમાં ફરજ બજાવતા પતિ અને સાસરિયાંએ પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી છૂટાછેડા આપવા માટે દબાણ કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. રખિયાલમાં રહેતી એક મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, તેનો પતિ આર્મીમાં ફરજ બજાવતા હોવાથી લગ્ન બાદ તેની સાથે ઉત્તરપ્રદેશ લઈ ગયા હતા. જ્યાં તેના પતિ દારૂ પી ઘરે આવી ને તેને મારઝૂડ કરતાં હતા અને ધમકી આપતા હતા કે તેને છૂટાછેડા આપી દે નહિ તો જાન થી મારી નાખશે, મારે બીજી પત્ની લાવવાની છે. તું મને ગમતી નથી. જોકે ફરજ પર છ મહિના બાદ તેના પતિને રજા મળતા તેઓ તેમના સાસરે આવ્યા હતાં. જ્યાં પણ તેના પતિએ તેની સાથે મારઝૂડ કરી ને કહ્યું હતું કે, તારા બાપ જોડેથી મને બુલેટ અપાવ્યુ નથી, તારા બાપે મને બુલેટ નહિ આપીને મિત્ર વર્તુળમાં મારી બેઇજ્જતી કરાવી છે. હું તને પત્ની તરીકે ક્યારેય નહિ રાખું.

 આ પણ જુઓ - 

દીકરીનું મોઢું બતાવ્યા વગર જ કર્યાં અંતિમ સંસ્કાર

સાસુ, સસરા અને જેઠાણી પણ તેમના દીકરાનું ઉપરાણુ લેવા લાગ્યા હતા. અને કહેવા લાગ્યા હતા કે તું આ ઘરની નોકરાણી છે, તારે આ ઘરમાં રહેવું હોય તો નોકરની જેમ રહેવું પડશે. ઉપરાંત પરિણીતાને છૂટાછેડા આપવા માટે પણ દબાણ કરતા હતા. જો તેમના દીકરા સાથે રહેવું હોય તો રૂપિયા પાંચ લાખ દહેજ માંગ્યું હતું. એટલું જ નહિ પરિણીતાએ દીકરીને જન્મ આપ્યા બાદ એક જ દિવસમાં દીકરીનું મૃત્યુ થતાં તેના સાસરિયાંએ પરિણીતાને દીકરીનું મોઢું બતાયા વગર જ તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - અમદાવાદઃ ગાળો બોલવાની ના પાડતા મળ્યું મોત, મેમ્કો બ્રિજ નીચે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ચોંકાવનારો થયો ખુલાસો
Published by:Kaushal Pancholi
First published:

Tags: Domestic violence, અમદાવાદ, ગુજરાત, મહિલા

આગામી સમાચાર