કપડા સૂકવતી મહિલાને જોઇને સામેથી પુરુષે કર્યું ગંદુ કામ કે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

કપડા સૂકવતી મહિલાને જોઇને સામેથી પુરુષે કર્યું ગંદુ કામ કે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
પ્રતીકાત્મક તસવીર

આ અંગે વધારે ઝઘડો થતાં ચેતનભાઇની પત્નીએ પણ ફરિયાદી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
અમદાવાદ: શહેરમાં (Ahmedabad) લોકોની વિકૃત માનસિકતા છતી કરતો કૃષ્ણનગર વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ (Woman) પોલીસ ફરિયાદ (police Complaint) દાખલ કરાવી છે કે, તે તેના ઘરની બાલ્કનીમાં કપડા લેવા માટે ગઇ હતી એ દરમિયાન તેની સામેના બ્લોકમાં રહેતા ચેતનભાઈ ઠક્કર તેના ઘરમાં ઊભા રહી તેનું પેન્ટ ઉતારીને ગુપ્તભાગ (Vulgar) બતાવતા હતા. જેથી મહિલા ઘરમાં જતી રહી હતી. મહિલાનો આક્ષેપ છે કે, આ પહેલા પણ ચેતન ઠક્કરે આવી હરકત કરી છે. જેના કારણે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે. જોકે, આ અંગે વધારે ઝઘડો થતાં ચેતનભાઇની પત્નીએ પણ ફરિયાદી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.

જોકે, આવું અનેક વખત બનતા મહિલાએ તેની જાણ તેના પતિને કરી હતી. જેથી તેનો પતિ પણ બાલ્કનીમાં ગયો હતો. જ્યાં એમણે જોયું તો તેમના ઘરના સામેના  બ્લોકમાં લાગેલા સીસીટીવી કેમેરા (CCTV) તેમના ઘર તરફ કરી રહ્યા હતા. જેનો વાંધો ઉઠાવતા ચેતનભાઈ અને તેમની પત્ની બિભત્સ ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા.ચેતજો! માત્ર અમદાવાદની બેંકોમાં છેલ્લા ત્રણ મહિનામાં જમા થઇ લાખોની ડુપ્લિકેટ નોટો, તમારી પાસે તો નથી આવી ને?

જે બાદ ચેતનભાઈની પત્નીએ ફરિયાદી મહિલાને ધમકી આપી હતી કે, તને અને તારા પેટમાં રહેલા બાળકને જાનથી મારી નાંખીશ અને ખોટા કેસમાં ફસાવી દઇશ. આમ મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

મિથુન રાશિના જાતકોને આજે રોકાયેલું ધન મળી શકે છે, જાણો આપનું રાશિફળતો બીજી તરફ ચેતન ઠક્કરની પત્ની એ પણ મહિલાના પતિએ સોસાયટીમાં નહિ રહેવા દઉં, તને અહીંથી ભગાડી દઇશ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
Published by:Kaushal Pancholi
First published:February 09, 2021, 08:39 am

ટૉપ ન્યૂઝ