અમદાવાદ: પત્નીની હાજરીમાં જ પતિએ પ્રેમિકાને રૂપિયા કર્યા ટ્રાન્સફર પછી થઇ જોવા જેવી

અમદાવાદ: પત્નીની હાજરીમાં જ પતિએ પ્રેમિકાને રૂપિયા કર્યા ટ્રાન્સફર પછી થઇ જોવા જેવી
પ્રતીકાત્મક તસવીર

પતિ આ યુવતીના ઘરે ચારેક દિવસ રહેવા આવ્યો હતો ત્યારે તેનો પતિ ફોન ઉપર કોઈ સાથે વાતો કરતાં આ યુવતીને શક પડ્યો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરના (Ahmedabad) નરોડા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ (woman) સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે, તેનો પતિ (husband) તેના પિયર આવ્યો ત્યારે તેની હાજરીમાં તેની પ્રેમિકાને (Girl friend) રૂપિયા ટ્રાન્સફર (moey transfer) કરતા પકડ્યો હતો. અને વોટ્સએપ (Whatsapp) ચેક કરતા તેના પતિએ ચેટ ડીલીટ કરી દીધું હતું. આટલું જ નહીં સાસરિયાઓ (inlaws) આ પરિણીતાને ઘરકામ નથી આવડતું કહી ગળે ઘંટ બંધાઈ ગયો છે કહીને ત્રાસ આપતા હતા.

શહેરના નરોડામાં રહેતા 23 વર્ષીય યુવતી કઠવાડા ખાતે નોકરી કરે છે. વર્ષ 2019માં તેના લગ્ન બરોડા ખાતે થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી. બાદમાં એક માસ બાદ તેને બીકોમની પરીક્ષા હોવાથી તે તેના પિયર પરીક્ષાની તૈયારી કરવા આવી હતી. તેને તેના પતિની યાદ આવતા ફોન કરતી હતી તો તેના પતિનો ફોન અવારનવાર વ્યસ્ત આવતો હતો અને તેનો પતિ તેની સાથે વાત કરતો ન હતો. જ્યારે પણ ફોનમાં વાત કરે ત્યારે બોલાચાલી ઝઘડો કરી અને રાખવી નથી તેમ કહી તેને ત્રાસ આપતો હતો.કન્યા રાશિના જાતકો આજે વિચાર્યા વગર રોકાણ કરશે તો નુકસાન શક્ય છે, જાણો આપનું રાશિફળ

એક વર્ષ પહેલા તેનો પતિ આ યુવતીના ઘરે ચારેક દિવસ રહેવા આવ્યો હતો ત્યારે તેનો પતિ ફોન ઉપર કોઈ સાથે વાતો કરતાં આ યુવતીને શક પડ્યો હતો. જેથી યુવતીએ તેના પતિના ફોનમાં વોટ્સએપ મેસેજ જોયા હતા. જેમાં તેના પતિએ રમીલા નામની સ્ત્રીને રૂપિયા 2000 ટ્રાન્સફર કર્યા હતા. જોકે તાત્કાલિક તેના પતિએ આવીને પત્નીને મેસેજો વાંચવા દીધા ન હતા અને ચેટ ડિલીટ કરી નાખ્યું હતું.

સુરત : પરિણીતાની ગળુ દબાવી હત્યા, '2 વર્ષનો પુત્ર અને 4 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી'

બાદમાં આ યુવતીએ રમીલાનો મોબાઇલ નંબર લઇ તેની સાથે વાત કરવા ફોન કર્યો તો રમીલાએ આ યુવતી સાથે વાત કરી ન હતી અને તેની જાણ યુવતીના પતિને થતાં તેના પતિએ ઝઘડો કરી માર માર્યો હતો. આ બાબતની જાણ આ યુવતીએ તેનાં સાસુ અને સસરાને જણાવતા તે બંને લોકોએ યુવતીના પતિનું ઉપરાણું લઇ ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે તેનો પતિ જે કરે તે તેને કરવા દેવાનું તું ખાઈ પીને પડી રે. બાદમાં આ યુવતીનો પતિ તેની સાથે કોઈ વાતચીત કરતો ન હતો અને કંઈ કહેવા જાય તો તેને માર પણ મારતો હતો. અને બાદમાં તેના ઘરના કામ અને રસોઈ આવડતી નથી તેમ કહી સાસરિયાઓએ ત્રાસ આપતા હતા. જ્યારે જ્યારે આ યુવતીના સાસરિયાનો ત્રાસ આપતા ત્યારે તે તેના પતિને જણાવતી ત્યારે તેનો પતિ ઝઘડો કરી તેને માર મારતો અને કહેતો કે, આ બધું સહન કરી ને રહેવું પડશે નહીં તો અહીંથી ચાલી જા મને તારામાં કોઈ રસ રહ્યો નથી. મારે બીજા લગ્ન કરવા છે મને છૂટાછેડા આપી દે.

આ યુવતીના સાસુ-સસરા આ યુવતીને કહેતા હતા કે, તારા બાપે દહેજ આપ્યું નથી અને પરાણે ગળે ઘંટ બાંધ્યો છે, અમે તને અમારા ઘરની વહુ માનતા નથી તો છૂટાછેડા આપી દે. અમને અમારા છોકરા માટે પૈસાદારની છોકરી જોઈએ છે, તો છૂટાછેડા આપી દે. આ પ્રકારના અવારનવાર ત્રાસ આપી લાખો રૂપિયા દહેજ માંગી આ યુવતીને ત્રાસ આપતા યુવતીએ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:February 06, 2021, 07:29 am

ટૉપ ન્યૂઝ