અમદાવાદ : ઘર છોડીને જતો રહેલો પતિ અચાનક પત્નીને રસ્તા પર મળ્યો જે બાદ થઇ જોવા જેવી


Updated: September 19, 2020, 10:39 AM IST
અમદાવાદ : ઘર છોડીને જતો રહેલો પતિ અચાનક પત્નીને રસ્તા પર મળ્યો જે બાદ થઇ જોવા જેવી
પ્રતિકાત્મત તસવીર

એક બનાવ શહેરના પ્રહલાદનગર ગાર્ડન પાસે જોવા મળ્યો છે. 

  • Share this:
અમદાવાદ : છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો જાણે કે, ઘરકંકાસની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાવા પામી છે. નાની નાની બાબતોમાં થયેલો ઝઘડાને પતિ કે પત્ની ઉગ્ર  સ્વરૂપ આપી દે છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. આવો જ એક બનાવ શહેરના પ્રહલાદનગર ગાર્ડન પાસે જોવા મળ્યો છે.

વસ્ત્રાપુર રેલ્વે ક્રોસિંગ પાસે રહેતી એક મહિલા એ ફરિયાદ આપી છે કે, ત્રણ વર્ષ પહેલા તેઓએ નરેશ નામના યુવાન સાથે લગ્ન કર્યા હતા. જે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. જોકે, એકાદ મહિના પહેલા પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિ ઘર છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારથી પત્ની તેના પતિની શોધખોળ કરતી હતી.

આ દરમિયાન ગઇકાલે ફરિયાદી ઇસ્કોન ગાંઠિયા રથ પાસે કામથી ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન પ્રહલાદનગર ગાર્ડન પાસે તેના પતિ તેને મળી ગયા હતા. જેથી ફરિયાદીએ તેને ઘર છોડીને કેમ જતા રહ્યા છો એવું કહેતા જ તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીને માર માર્યો હતો.

આ પણ જુઓ -

 જોકે, આસપાસમાં લોકો એકઠા થઈ જતાં તે ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે મહિલાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસ એ હાલમાં ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - ઘોર કળયુગ : અમદાવાદમાં માતાની ડુપ્લીકેટ સહી કરી દીકરીએ બેન્કમાંથી 2.25 લાખ ઉપાડી લીધાં
Published by: Kaushal Pancholi
First published: September 19, 2020, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading