અમદાવાદ: પતિ અન્ય સ્ત્રી સાથે સબંધ રાખતો, નણંદોઈએ પરિણીતા પર દાનત બગાડી, સાડી ખેંચી, સ્પર્શ કરી છેડતી કરતો

અમદાવાદ: પતિ અન્ય સ્ત્રી સાથે સબંધ રાખતો, નણંદોઈએ પરિણીતા પર દાનત બગાડી, સાડી ખેંચી, સ્પર્શ કરી છેડતી કરતો
પ્રતીકાત્મક તસવીર

પિયરમાં આવી છંતાય સાસરીનો ત્રાસ ઓછો નહી થતા અંતે મહિલાએ પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા, નણંદોઈ સહિત છ લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.

  • Share this:
અમદાવાદ:  શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી પિયરમાં રિસાઇને બેઠેલી એક પરિણીત મહિલાએ નણંદોઈ સહિત સાસરીયા વિરુદ્ધ ફરિયાદ કરી છે. પરિણીતાએ આક્ષેપ કર્યા છે કે, તેનો પતિ અન્ય સ્ત્રીઓ સાથે સબંધ રાખતો અને જ્યારે તે ઘરે એકલી હતી ત્યારે નણંદોઈ તકનો લાભ લઇને તેની સાડી ખેંચીને છેડતી કરવાની કોશિષ કરી હતી. આ સિવાય દહેજના ભુખ્યા સસારીયાએ પણ તેની પાસેથી દસ લાખ રૂપિયા દહેજના માંગીને હેરાનપરેશાન કરતા હોવાના પણ આક્ષેપ કર્યા છે.

શહેરનાં રખીયાલ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતાએ પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં છેડતી તેમજ ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહિલા છેલ્લા ધણા સમયથી તેના પિયરમાં રહે છે અને તેના લગ્ન વર્ષ 2015માં નડીયાદ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. મહિલાને કોઇ સંતાન નહી થતા સાસુ, સસરા સહિતના લોકોને તેને મેણાટોણા મારતા હતા જ્યારે ઘર કામની બાબતે તેની સાથે બોલાચાલી અને ઝઘડો કરતા હતા.રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી કર્યો આપઘાત

ફરિયાદમાં તેણે આક્ષેપ કર્યા છે કે, સાસુ, સસરા, અને પતિ દહેજ પેટે તેની પાસેથી દસ લાખ રૂપિયા માંગતા હતા. દહેજના રૂપિયા નહી લાવતા તેના પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું. સંસાર બગડે નહી તે માટે મહિલા આ ત્રાસ સહન કરતી હતી. પરંતુ થોડાક દિવસો પહેલા મહિલાના નણંદોઈની તેના પર નિયત બગડી હતી. મહિલા ઘરે એકલી હતી ત્યારે નણંદોઈ ઘરે આવ્યો હતો અને તેની સાડી ખેંચીને તેની સાથે બળજબરી કરી હતી. નણદોઈની આ હરકતો બાદ મહિલા તેના પિયર આવી ગઇ હતી.

મહેસાણા: ટેન્કરની ટક્કરે વાહન 100 ફૂટ ઢસડાયું, માતા-પુત્રનું મોત, પરિવાર કોવિડમાં સેવા કરીને પરત આવતો હતોપિયરમાં આવી છંતાય સાસરીનો ત્રાસ ઓછો નહી થતા અંતે મહિલાએ પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા, નણંદોઈ સહિત છ લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. જ્યારે મહિલાનો પતિ અન્ય સ્ત્રીઓ સાથે સબંધ રાખતો અને કોઈ પેપર પર સહીઓ કરાવી લઈ બાદમાં જાણ થઈ કે તે પેપર્સ ડિવોર્સના પેપરો હતા. જેથી પતિએ ઠગાઈ કરી હોવાથી તે બાબતને લઈને પણ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:May 04, 2021, 12:13 pm

ટૉપ ન્યૂઝ