પ્રેમિકા સાથે પકડાતા જ પતિએ પત્નીને કહ્યું, 'છૂટાછેડા નહિ આપે તો આપઘાત કરી લઈશ'


Updated: September 20, 2020, 1:42 PM IST
પ્રેમિકા સાથે પકડાતા જ પતિએ પત્નીને કહ્યું, 'છૂટાછેડા નહિ આપે તો આપઘાત કરી લઈશ'
પ્રતિકાત્મત તસવીર

આ બાબતોથી કંટાળીને મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

  • Share this:
અમદાવાદ: શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનો પતિ તથા સાસરિયાઓ લાખો રૂપિયા દહેજ માંગતા હતા અને ત્રાસ આપતા હતા. આટલું જ નહીં, મહિલાએ એક દિવસ તેના પતિને અન્ય સ્ત્રી સાથે પકડ્યો ત્યારે તેના પતિએ ધમકી આપી કે, છૂટાછેડા આપી દે નહિ તો તે આપઘાત કરી લેશે. આ બાબતોથી કંટાળીને મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી 37 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2009માં થયા હતા. બાદમાં તેના સાસરિયાઓ સાથે સૈજપુર ખાતે રહેતી હતી. લગ્નના બે વર્ષ બાદ તેનો પતિ, સાસુ, સસરા, નણંદ તથા દિયર કામકાજ બાબતે બોલાચાલી કરી તેને માનસિક ત્રાસ આપતા હતા. જોકે, પોતાનો સંસાર બચાવવા માટે થઇ આ મહિલા સાસરિયાઓનો તમામ પ્રકારનો ત્રાસ સહન કરતી રહેતી હતી. બાદમાં આ સાસરિયાઓએ આ મહિલાને પિયરમાંથી તું ઓછું કરિયાવર લાવેલ છે તેમ કહી તેને ત્રાસ આપતા હતા. તેની સાથે ખરાબ વર્તન કરતાં તેણે તેના પતિને આ બાબતે જાણ કરી હતી. ત્યારે પતિ તેને કાઢી મૂકવાની ધમકી આપતો હતો.

આટલું જ નહિ, તેના પતિએ તેની સાસુ તથા નણંદની ચડામણીથી ઉશ્કેરાઈ દસ લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે,મહિલાએ જણાવ્યું કે તેના પિતા આટલા પૈસા આપી શકે તેમ નથી. જેથી મહિલાના પતિએ તેને કાઢી મૂકવાની વાત કરી હતી અને જો નહીં જાય તો તે આપઘાત કરશે તેવી ધમકી આપી હતી. જેથી મહિલા તેના પુત્ર સાથે તેના પિયર જતી રહી હતી.

આ પણ વાંચો - વધુ એક વોરિયર કોરોના સામે જંગ હાર્યો, અમદાવાદનાં PSIનું નિધન

પરંતુ તેનો પતિ કે સાસરીયાઓ તેને તેડી જતાં ન હોવાથી મહિલાએ પતિ સામે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. ત્રણેક મહિના પહેલા મહિલાનો પતિ રસ્તામાં કોઈ સ્ત્રી સાથે જોવા મળતાં તેને આ બાબતે પૂછતાં તેણે જણાવ્યું કે,તે આ સ્ત્રી સાથે લગ્ન કરવાનો છે.જો તું મનેછૂટાછેડા નહીં આપે તો તને અને તારા પુત્રને જાનથી મારી નાખીશું.

આ પણ જુઓ - 

આ બધી બાબતોથી કંટાળીને મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો -  વિસનગર : રમતા રમતા બે બાળકો એક કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત
Published by: Kaushal Pancholi
First published: September 20, 2020, 1:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading