Home /News /madhya-gujarat /વિરમગામ: માતા અને કાકાના આડા સંબંધને દીકરો જોઇ જતા ઠંડા કલેજે પતાવી દીધો, લાશને કરી સગેવગે

વિરમગામ: માતા અને કાકાના આડા સંબંધને દીકરો જોઇ જતા ઠંડા કલેજે પતાવી દીધો, લાશને કરી સગેવગે

જો હાર્દિક પરિવાર કે ગામમાં કોઇને કહી દેશે તો તેમના આ સંબંધની જાણ બધાને થઇ જશે.

જો હાર્દિક પરિવાર કે ગામમાં કોઇને કહી દેશે તો તેમના આ સંબંધની જાણ બધાને થઇ જશે.

    વિરમગામ: જાલમપુર ગામમાં એક 6 વર્ષના છોકરાના અપહરણનો (kidnapping) ભેદ ઉકેલાયો છે. જેમાં ચોંકાવનારી હકીકત સપાટી પર આવી છે. આ બાળકનું અપહરણ બાદ ઘાતકી હત્યા (murder) અન્ય કોઇએ નહીં પરંતુ તેની જ માતા અને કાકાએ (mother and uncle murder six year boy) કર્યા હતા. હત્યા બાદ મૃતદેહને પણ સગેવગે કર્યો હતો અને જાણે તેમણે કાંઇ નથી કર્યું તેમ અઢી વર્ષથી ફરી રહ્યાં હતા. સપ્ટેમ્બર 2018માં 6 વર્ષનો હાર્દિક અચાનક ઘરની બહારથી જ ગુમ થયો હતો. જોકે, પોલીસે આ ભેદ ઉકેલાતા આરોપી બાળકનાં કાકા રમેશ ઉર્ફે કટો નવઘણભાઈ પટેલ તથા માતા જોસના જગદીશભાઈ પટેલને ઝડપી લીધા છે.

    હાર્દિક ચોકલેટ લેવા કરિયાણાની દુકાનમાં ગયો હતો

    આ ઘટનામાં માહિતી પ્રમાણે, વિરમગામ તાલુકાનાં જાલમપુર ગામમાં રહેતા નવઘણભાઈ કોદાભાઈનો 6 વર્ષનો પૌત્ર હાર્દિક 28 સપ્ટેમ્બર, 2018એ ઘર પાસેથી જ ગુમ થયો હતો. ઘણી શોધખોળ છતાં હાર્દિકની ભાળ મળી ન હતી. જે બાદ તેમણે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નવઘણભાઈ પત્ની પાર્વતીબહેન, મોટો પુત્ર જગદીશ, તેની પત્ની જોસના, બંનેનાં સંતાનો હાર્દિક અને 3 વર્ષીય પુત્રી શ્રદ્ધા તથા અપરીણિત નાનો પુત્ર રમેશ ઉર્ફ કટો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા.

    લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ: અમદાવાદની સ્કાયલાઇન હોટલનાં બીજા માળેથી નીચે પટકાતા જાનમાં આવેલા યુવાનનું મોત

    અચાનક ગુમ થયો 

    28 સપ્ટેમ્બર, 2018ના એ દિવસે મોટો દીકરો જગદીશભાઈ ખેતરમાં કામ કરવા ગયા હતા. પાર્વતીબહેન કોઇ કામ માટે વસવેલિયા ગયાં હતાં. નાનો દીકરો રમેશ વિરમગામ નોકરી કરવા ગયો હતો. જોસના પુત્રી શ્રદ્ધાને લઈને તળાવે કપડાં ધોવા ગઈ હતી. ઘરમાં નવઘણભાઈ એટલે દાદા અને હાર્દિક જ હતા. દાદી પાર્વતીબહેને પૌત્ર હાર્દિકને ચોકલેટ ખાવા માટે રૂપિયા આપ્યા હતા એટલે તે નજકની કરિયાણાની દુકાને ચોકલેટ લેવા ગયો હતો. જે બાદ તે અચાનક ગુમ થઇ ગયો હતો. ઘણીવાર થતા તે ઘરે ન આવ્યો તેથી દાદએ તેની શોધખોળ શરૂ કરી પરંતુ તેની ભાળ ક્યાંયથી પણ ન મળી. જેથી તેમણે નાના દીકરા રમેશને ફોન કર્યો હતો. હાર્દિક ક્યાંયથી પણ ન મળતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    માતા અને કાકાનાં આડાસંબંધે દીકરાનો જીવ લીધો

    પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. હાર્દિકની માતા જોસના અને દિયર રમેશને આડા સંબંધો હતા. હાર્દિક માતા અને કાકાને તેવી હાલતમાં જોઈ ગયો હતો. જેથી જો હાર્દિક પરિવાર કે ગામમાં કોઇને કહી દેશે તો તેમના આ સંબંધની જાણ બધાને થઇ જશે. આ ડરનાં કારણે માતા અને કાકાએ ભેગા થઇને હાર્દિકનું અપરહરણ કરી મારી નાખવાનું ષડ્યંત્ર રચ્યું હતું.

    રેમડેસિવીર બાદ પેરાસીટામોલ પણ ડુપ્લીકેટ! દમણમાં ફાર્મા કંપનીએ ઇન્ડિયા માર્ટ પરથી મંગાવેલું રોમટિરિયલ નીકળ્યું બોગસ

    ઘાતકી હત્યા બાદ લાશને કરી સગેવગે

    જે બાદ માતા અને કાકાએ 28 સપ્ટેમ્બર, 2018ના રોજ હાર્દિકને ખેતરમાં ઉઠાવી ગયાં હતાં. કાકા રમેશે હાર્દિકનું ગળું દબાવી તેનું મૃત્યું નીપજાવ્યું હતુ. જે બાદ બાજુના ખરાબાની બાવળવાળી જગ્યામાં હાર્દિકનો મૃતદેહ સળગાવી દીધો હતો. મૃતદેહના અવશેશોને માટી અને રાખ સાથે કોથળામાં ભરી રેતીના ઢગલામાં દાટી દીધા હતા. ત્યાર બાદ રમેશ નોકરીએ અને જોસના ઘરે જતી રહી હતી. બીજા દિવસે રમેશે કોથળો કાઢીને બાજુમાં આવેલી ગટરમાં નાખી પુરાવાનો નાશ કરી દીધો હતો.
    " isDesktop="true" id="1110957" >

    પોલીસે આરોપી રમેશ ઉર્ફે કટો નવઘણભાઈ કો.પટેલ તથા જોસના જગદીશભાઈ કો.પટેલની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓ હાલ પોલીસ રીમાન્ડ ઉપર છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 302, 201, 120 (બી), 114 મજુબ કલમ વધારો કરવા કાર્યવાહી કરવામા આવેલ છે. આ ઘાતકી હત્યા સામે આવતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Ahmedabad news, Viramgam, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन