અમદાવાદના બે બનાવો, તલવાર-પાઇપ સાથે હુમલાથી સર્જાયા ફિલ્મી દ્રશ્યો, ઓફિસમાં જ મહિલાની કરી છેડતી


Updated: September 27, 2020, 7:54 AM IST
અમદાવાદના બે બનાવો, તલવાર-પાઇપ સાથે હુમલાથી સર્જાયા ફિલ્મી દ્રશ્યો, ઓફિસમાં જ મહિલાની કરી છેડતી
પ્રતિકાત્મક તસવીર, ક્રેડિટ Getty

શહેરમાં અસામાજીક તત્વોનો આતંક ધીરે ધીરે વધી રહ્યો છે ક્યાંક કોઇ કોઇના જીવની પાછળ પડ્યો છે તો કોઇ  કોઇના દેહની લાલસા રાખી રહ્યો છે

  • Share this:
અમદાવાદ : શહેરમાં અસામાજીક તત્વોનો આતંક ધીરે ધીરે વધી રહ્યો છે ક્યાંક કોઇ કોઇના જીવની પાછળ પડ્યો છે તો કોઇ  કોઇના દેહની લાલસા રાખી રહ્યો છે. આવા અમદાવાદનાં બે કિસ્સાઓ સામે આવ્યાં છે જેમાં એકમાં આધેડ પર હુમલો છે અને બીજામાં મહિલા સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી છે.  પહેલો બનાવ જોઇએ તો,  બાવળા નજીક આવેલા રજોડા ગામ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. 'આજે તો આને પૂરો કરી નાંખવો છે, જીવતો નથી રહેવા દેવો.'  અલ્ટો કારમાં આવેલા બે આરોપીઓ એ અદાવતમાં આધેડ પર તલવાર અને લોખંડની પાઇપ વડ હુમલો કર્યો છે.

રજોડા ગામમાં રહેતા નરેશભાઈ લકુમે ફરિયાદ આપી છે કે, 25મી સપ્ટેમ્બરે મોડી સાંજે જમીને પોતાના બાઇક પર તેમના સસરાની બાજુમાં રહેતા વિજય ભાઈને તેમના ગામ ધનવાડા મૂકવા માટે ગયા હતા. જોકે, રાત્રિમા બે વાગ્યાની આસપાસ તેમને ઘરે મૂકી તેઓ પોતાના ઘર રજોડા ગામ જઈ રહ્યા હતા. ત્યારે  રજોડા પાટિયા પાસે પહોંચતા જ એક અલ્ટો કાર તેમની બાઇક નજીક આવતા તેઓ બાઇક પરથી પટકાયા હતા. એવામાં કારમાંથી રજોડા ગામમાં વણકરવાસમાં રહેતા મુકેશ મકવાણા તેના હાથમાં લોખંડની પાઇપ લઇને જ્યારે બળદેવ ઉર્ફે ભોપી લકુમ હાથમાં તલવાર લઈ ને ઉતર્યો હતો. આજે તો આને પૂરો કરી નાંખવો છે, જીવતો નથી રહેવા દેવો. તેમ કહીને ફરિયાદી પર હુમલો કર્યો હતો.

ફરિયાદી નું કહેવું છે કે, તે દિવસ પહેલા આરોપી મુકેશને ફરિયાદીમાં નાનાભાઈ સાથે બોલા ચાલી ઝઘડો થયો હતો. જેમાં આ ફરિયાદીએ મુકેશને ઠપકો આપ્યો હતો. તેની અદાવત રાખને આરોપીઓએ આ હુમલો કર્યો હોવાનુ ફરિયાદીનું કહેવું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો -  કોરોનાના કહેર વચ્ચે દર્દીઓ માટે મહત્વના ઓક્સિજનના ભાવમાં 47%નો વધારો

મહિલા સાથે છેડતીનો બનાવ 

નારોલમાં પ્લોટના પૈસા ભરવા માટે ગયેલી મહિલા સાથે છેડતીનો બનાવ બન્યો છે. વિવેકાનંદ નગરમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે કે, તેમને વૈહાડીનગરમાં રૂપિયા બે લાખમાં એક પ્લોટ ખરીદ્યો છે. જેના માલિકની ઓફીસ વટવા ખાતે આવેલી છે. જે ઓફીસનું કામકાજ ગૌરી શંકર યાદવ કરી રહ્યા છે. ફરિયાદી મહિલા તેના પ્લોટનો હપ્તો ભરવા માટે આ ઓફીસમાં ગયા હતા. તે સમયે ગૌરી શંકર સિવાય કોઈ હતું નહિ. જેથી એકલતાનો લાભ લઇને ગૌરીશંકરે મહિલાના હાથ પકડીને છાતીનો ભાગ દબાવ્યો હતો. જોકે, મહિલા ગભરાઈ જતા તે ઓફીસની બહાર નીકળી ગઈ હતી.આ પણ જુઓ - જે તે સમયે મહિલા એ આ બાબતની જાણ કોઈ ને કરી ના હતી. પરંતુ તેને ફરીથી આ ગૌરીશંકર પાસે પ્લોટના રૂપિયા ભરવા માટે જવાનું હોવાથી તેને ડર હતો કે, આ વ્યક્તિ ફરીથી તેની સાથે આ પ્રકારનું વર્તન કરશે. એટલા માટે મહિલાએ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો - અમદાવાદ : સુલેમાની પથ્થર ખરીદવા માટે છાપી હતી 11 લાખની નકલી નોટ, 3 વર્ષ બાદ ઝડપાયો આરોપી
Published by: Kaushal Pancholi
First published: September 27, 2020, 7:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading