અમદાવાદ: કેમિકલ કંપનીઓમાં લાગી પ્રચંડ આગ, અન્ય ચાર ફેક્ટરીઓમાં પ્રસરાઇ, બ્રિગેડ કોલ જાહેર

અમદાવાદ: કેમિકલ કંપનીઓમાં લાગી પ્રચંડ આગ, અન્ય ચાર ફેક્ટરીઓમાં પ્રસરાઇ, બ્રિગેડ કોલ જાહેર
સદનસીબે આ દૂર્ઘટનામાં હજી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. ઘટનાની જાણ થતા વટવા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

સદનસીબે આ દૂર્ઘટનામાં હજી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. ઘટનાની જાણ થતા વટવા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

 • Share this:
  અમદાવાદમાં મોડી રાતે સડા બાર વાગ્યાની આસપાસ વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસેની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ દૂર્ઘટનામાં પહેલા માતંગી એન્ટરપ્રાઇઝ અને તે બાદ જક્ષય કેમિકલ કંપનીમાં આગ લાગી હતી જે બાદ આસપાસની ચાર જેટલી અન્ય કંપનીઓમાં આગ ફેલાઇ ગઇ હતી. સદનસીબે, આ દૂર્ઘટનામાં હજી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. ઘટનાની જાણ થતા વટવા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

  20 જેટલા ઝૂંપડા બળીને ખાખ  આ પ્રચંડ આગ લાગવામાં કારણે એક ખાનગી ટ્રક સળગી ઉઠી છે આ ઉપરાંત આસપાસમાં રહેલા 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. આગ લાગતા ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારો પર પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા પરંતુ તેમની તમામ જીવનજરૂરી વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે.

  40 ફાયર ટેન્કથી આગ પર કાબુ મેળવાયો

  આ આગ એટલી પ્રચંડ હતી કે, ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી દીધો હતો. આમાં 40 ફાયર ફાઇટરની ગાડીઓ અને 100 જેટલા જવાનાએ મળીને આગ પર આશરે ત્રણ કલાકની જહેમત બાદ મહત્તમ કાબુ મેળવ્યો હતો. જેના કારણે કંપનીઓની આસપાસ રહેતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

  બાઇકની પાછળ બેસવાના નિયમોમાં ફેરફાર, હવે આવી રીતે કરવી પડશે સવારી, જાણો સરકારના નવા Rules

  જોકે, હજી સવારના સાત વાગ્યે પણ કેટલીક જગ્યાએ આગ બુઝાઇને ફરીથી પ્રજવ્લિત થઇ રહી છે. અહીં આગને કારણે એટલો ધુમાડો છે કે, ફાયરના જવાનોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

  'આ લુખ્ખો પોલીસવાળો નીકળ્યો, પબ્લિકને હેરાન કરશે,' કહેનારા યુવક અને પોલીસ પરિવાર વચ્ચે બબાલ

  છેક ઇશનપુર સુધી ધડાકાઓ સંભળાયા

  આ આગ એટલી ભીષણ હતી કે તેના આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હતી. આ કેમિકલ કંપનીઓમાં આગ લાગવાને કારણે અંદર રહેલા કેમિકલના જથ્થામાં અનેક ધડાકાઓ પણ થયા હતા જે ઇશનપુર સુધી સંભળાતા હતા. જેના કારણે આસપાસના સ્થાનિકોમાં પણ ઘણો ફફડાટ ફેલાયો હતો. આસપાસના રહીશો આ પ્રચંડ ધડાકાને કારણે ઉંઘમાંથી જાગી ગયા હતા.  'સોલવંટમાં આગ પ્રસરતા બ્લાસ્ટ થયો હતો'

  મોડીરાત્રે વટવા GIDCના ફેઝ 2માં આગ લાગી છે. આ ઘટનામાં 40 જેટલી ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે 2 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી. જાણવા મળી રહ્યું છે કે, સોલવંટમાં આગ પ્રસરતા બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ફાયર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બંધ કંપનીમાં આગ લાગી છે, જેના કારણે મોટી જાનહાની ટળી છે. હાલ આસપાસના તમામ સેન્ટરોને એલર્ટ કરાયા છે. બનાવના પગલે મ્યુનિસિપલ કમિશનર સ્થળ પર પહોંચ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:December 09, 2020, 06:56 am

  ટૉપ ન્યૂઝ