અમદાવાદ: બે મિત્રોની રિક્ષાવાળા સાથે થઇ બોલાચાલી, ચાલકે એક મિત્રને ધક્કો મારતા કેનાલમાં થયું મોત


Updated: September 30, 2020, 9:01 AM IST
અમદાવાદ: બે મિત્રોની રિક્ષાવાળા સાથે થઇ બોલાચાલી, ચાલકે એક મિત્રને ધક્કો મારતા કેનાલમાં થયું મોત
પ્રતિકાત્મક તસવીર

ધક્કો વાગતા યુવક કેનાલમાં પડી ગયો હતો.

  • Share this:
અમદાવાદ : વટવા વિસ્તારમાં આવેલી એક કેનાલ ઉપર બે મિત્રો ઊભા હતા તે સમયે એક રિક્ષાવાળો ત્યાંથી પસાર થતો હતો. તેણે આ બંને મિત્રોને રસ્તામાંથી હટી જવા માટે હોર્ન માર્યો હતો અને બાદમાં એક યુવક સાથે બોલાચાલી કરી તેની સાથે મારામારી કરી હતી જે બાદ તેને ધક્કો માર્યો હતો. ધક્કો વાગતા યુવક કેનાલમાં પડી ગયો હતો. જોકે, 24 કલાક બાદ આ યુવકની લાશ બારેજા અસલાલી તરફની કેનાલમાંથી મળી આવતા સમગ્ર બાબતનો ખુલાસો થતાં નારોલ પોલીસે આ અંગે એક શખ્સ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

અમદાવાદના ગોમતીપુરમાં રહેતા અમજદ ખાન પઠાણ તેમની પત્ની અને બાળકો સાથે રહી પ્લમ્બર કામની છૂટક મજૂરી કરે છે. તેમના કુટુંબમાં તે પાંચ ભાઈઓ છે. જેમાં એક ભાઈ ફિરોઝ ખાન કે જે વટવામાં પત્ની અને ચાર બાળકો સાથે રહે છે. ગઈ તારીખ-27મીના રોજ અમજદ ખાન ઇસનપુર મેદાનમાં મેચ રમવા ગયા હતા. ત્યારે તેમના મિત્ર સાઉદ અન્સારીનો ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે તેમનો ભાઈ વટવા કેનાલના પાણીમાં ડૂબી ગયો છે.
જેથી તેઓ તરત જ વટવા કેનાલ ખાતે ગયા હતા. ત્યારે તેમનો મિત્ર તથા અન્ય માણસો ત્યાં કેનાલ ઉપર ભેગા થયા હતા અને અમજદ ખાનના ભાઈ ફિરોઝ ખાનને કેનાલમાં શોધતા હતા. પરંતુ કેનાલના પાણીમાં ફિરોજખાન મળી આવ્યા ન હતા. જેથી બાદમાં ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી અને કલાકો સુધી તેમનો પતો ન લાગતા આખરે નારોલ પોલીસને જાણ કરી હતી. નારોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે નોંધ પણ કરાવી હતી.

આ પણ વાંચો-  રાજકોટની આ યુવતી છે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની ડાઈહાર્ટ ફેન, જાણો કેમ

જોકે, ફિરોજખાન પાણીમાં ડૂબી ગયા હોવાથી તેમની લાશ મળી ન હતી. બાદમાં તપાસ કરતા ફિરોઝ ખાનની લાશ અસલાલી બારેજા તરફ જતી કેનાલમાંથી મૃત હાલતમાં મળી હતી. બાદમાં તમામ પ્રકારની કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ કરાવી ગોમતીપુર કબ્રસ્તાનમાં ફિરોઝ ખાનની દફનવિધિ કરવામાં આવી હતી. બાદમાં અમજદખાને તપાસ કરી તેના મિત્રની પણ પૂછપરછ કરી હતી, ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે, મરણ જનાર ફિરોઝ ખાન તથા સાઉદ બંને વટવા કેનાલ ઉપર પાળી પર ઉભા હતા ત્યારે એક રિક્ષાવાળો ત્યાંથી નીકળ્યો હતો અને તેણે રસ્તા વચ્ચેથી હટી જવા હોર્ન માર્યો હતો. બાદમાં ફિરોઝ ખાન સાથે બોલાચાલી કરી તેને માર માર્યો હતો. આ દરમિયાન રિક્ષાવાળાએ ધક્કા મારતા ફિરોજખાનને ધક્કો વાગ્યો હતો. જેના કારણે ફિરોજખાન કેનાલના ઊંડા પાણીમાં પડી ગયા હતા. જેથી તેમને કેનાલનો કેટલોક ભાગ વાગી જતા પાણીમાં ડૂબી ગયા હતા.

આ પણ જુઓ-  જુહાપુરા સંકલિત નગરમાં રહેતો રિક્ષાવાળો ઈસ્માઈલ ઉર્ફે અજ્જુ કુરેશી ઘટના સમયે ત્યાંથી રિક્ષા લઈને નાસી ગયો હતો. જોકે બાદમાં આ અંગે નારોલ પોલીસને જાણ થતાં નારોલ પોલીસે આરોપી ઈસ્માઈલ ઉર્ફે અજ્જુની અટકાયત કરી હતી. જે બાબતે તપાસ કરતા આ ઈસ્માઈલની રીક્ષા પણ પોલીસે કબજે કરી ત્યારે રીક્ષાની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર બાબતને લઈને પોલીસે ઈસ્માઈલ ઉર્ફે અજ્જુ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

'કાલુ કે મેરી બીવી કે સાથ ગેરસંબંધ હે' : પત્નીના પાડોશી સાથેના સંબંધોથી કંટાળીને પતિએ કર્યો આપઘાત
Published by: Kaushal Pancholi
First published: September 30, 2020, 8:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading