વેલેન્ટાઇન્સ ડે (Valentines Day) પ્રેમી પંખીડાઓ (love Birds) ખાસ સેલિબ્રેટ કરતાં હોય છે. તેમનામાં એક પ્રકારનું એક્સાઈ્ટમેન્ટ પણ હોય છે કે, આજે પોતાના પ્રિય પાત્ર તરફથી શું ખાસ ગિફ્ટ (Gift) મળશે. ત્યારે અમદાવાદના (Ahmedabad) એક પતિએ આ દિવસે પોતાની પત્નીને (Husband Wife) અજોડ ગિફ્ટ આપી છે. પત્ની ત્રણ વર્ષથી કિડની ફેલ્યોરને કારણે જીવનમરણ વચ્ચે ઝોલા ખાય છે ત્યારે પતિએ પોતાની પત્નીને કિડની (kidney) ગિફ્ટ કરી છે.
'હું નસીબદાર છું કે આવા પતિ મળ્યા'
'મારા પતિ એક વાર પણ નથી વિચાર્યું કે ઘરમાં ડિસ્કશન નથી કર્યુ.પોતાની કીડની આપવા માટે તરત તૈયાર થઈ ગયાં હું બહુ જ નસીબદાર છું કે આવા પતિ છે,' આ શબ્દો છે પત્નીનાં. આવા શબ્દો અને આવી કહાની તમે ફિલ્મોમાં જોઈ હશે પરંતુ આ કોઈ ફિલ્મ નથી. જિંદગીની અસલી વાસ્તવિકતા છે.
હાથમાં હાથ લઈને એકબીજાને આંખોમાં છલકાતા પ્રેમ સાથે આગળની જિંદગી સાથે વીતાવા માટે આજથી 23 વર્ષ પહેલાં વિનોદભાઈ અને રીટાબેને વિચાર્યું હતુ્. આજે એટલે 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન્સ ડેના દિવસે તેઓ એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. તેથી આજના જ દિવસે વિનોદભાઈ પોતાની પત્ની રિટાબેનને કીડનીનું દાન કર્યું છે.
વાસ્તવમાં અમદાવાદના રાણીપમાં રહેતા 43 વર્ષીય રીટાબેન પટેલને ત્રણ વર્ષ પહેલા બંને કિડની ફેઇલ થયાનું નિદાન થયું હતું. કિડની રોગથી પિડાતી પત્નીને જોઈ પતિ વિનોદભાઈએ તેમની એક કિડની ભેટ આપવા નિર્ણય કર્યો. અને દિવસ પસંદ કર્યો 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેની વહેલી સવાર. અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં વિનોદભાઈએ રીટાબેનને પોતાની કિડની આપી.
ન્યુઝ18ગુજરાતી સાથે વાતચીત કરતા વિનોદભાઈએ સ્પષ્ટ કર્યુ કે, છેલ્લાં 10થી 11 વખત દરેક ડાયાલીસીસ વખતે હું મારી પત્ની સાથે રહ્યો હતો ડાયાલીસીસને કારણે તેનું શરીર કમજોર થઇ રહ્યું હતું. જેથી મેં નક્કી કર્યુ કે, હું મારી કીડનીનું દાન કરીશ.'
શું કહેવું છે ડોકટર નું ?
ડોક્ટર સિદ્ધાર્થ માવાનીના જણાવ્યા પ્રમાણે, આ કિડની ટ્રાન્સપ્લાન્ટ અમેરિકા પછી ભારતનો સૌથી મોટો લાઈવ પ્રોગ્રામ થશે. ભારતમાં 18 ટકા ભારતીય વસ્તી આજે ક્રોનિક કિડની ડિસીઝથી પીડાઇ રહ્યા છે. તેમાંથી ગુજરાતમાં 8.9 ટકાનો રેટ છે જેને ડાયાલિસિસ અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટના રૂપમાં રેનલ રિપ્લેસમેન્ટ થેરાપીની જરૂર છે. દર વર્ષે એક લાખથી પણ વધારે દર્દીઓ કિડની રોગથી પીડાય છે.
રીટાબેન અને વિનોદભાઈ આજે સમાજમાં મિસાલ બન્યા છે. તેઓ આજના દિવસે વેલેન્ટાઈન ઉજવતાં લોકોને કહે છે કે, અસલી વેલેન્ટાઈન્સ એટલે ફ્લાવર કે ગિફટ આપવી જ નહીં પંરતુ પોતાના પ્રિય પાત્રના તમામ દુખમાંથી તેને બહાર લાવવું એટલે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર