કોરોનાકાળમાં માનવ ધર્મ: વિશ્વ ઉમિયાધામ - USA ટીમ 1000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલશે ગુજરાત

કોરોનાકાળમાં માનવ ધર્મ: વિશ્વ ઉમિયાધામ - USA ટીમ 1000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલશે ગુજરાત
રાજ્યમાં આવી પડેલી આફતમાં સમાજની પડખે ઉભા રહી એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે  પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી અમદાવાદ આવી રહ્યા છે.

રાજ્યમાં આવી પડેલી આફતમાં સમાજની પડખે ઉભા રહી એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે  પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી અમદાવાદ આવી રહ્યા છે.

  • Share this:
કોરોનાની બીજી લહેરમાં જ્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતની પ્રજા ઝઝુમી રહી છે ત્યારે રાજ્યની પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદે ગુજરાત સરકારની પડખે રહી માનવ ધર્મ સેવામાં સહયોગી થવાનો સંકલ્પ લીધો છે. આ કપરાં સમયમાં કોરોનાના દર્દીઓ માટે જ્યારે રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન -USA અને કેનેડા ટીમ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સમાજની વેદનાને વાચા આપવા માટે દિન રાત મહેનત કરી રહી છે.

રાજ્યમાં ઉભી થયેલી ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનન - USA ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરેલ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમેરિકા અને કેનેડાના દાતાઓ અને ટ્રસ્ટીઓમાં રહેલી વતન પ્રત્યેની અસીમ ભાવના -સંવેદના મદદના સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહેલ છે.



રાજ્યમાં આવી પડેલી આફતમાં સમાજની પડખે ઉભા રહી એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે  પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી અમદાવાદ આવી રહ્યા છે.

અમદાવાદ: ATM કાર્ડ મશીનમાં ફસાય તો ભૂલથી પણ ન કરતા આ કામ, નહિં તો ખાતું થશે ખાલી

ભારતની સાથે  અમેરિકામાં પણ કોરોનાની બીજી લહેરની અસર હોવાથી સંસ્થાના ટ્રસ્ટીઓએ અમેરિકન સરકારના નિયમોને આધીન દર અઠવાડિયે  પ્લેન દ્વારા 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મોકલવાની વ્યવસ્થા કરી છે. જે પૈકી સૌ પ્રથમ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ 05 એપ્રિલ એટલે બુધવારના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવશે.

આ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભરેલાં એરકાર્ગો પાર્સલનું  વિશ્વ ઉમિયાધામ મંદિર, જાસપુર ખાતે પુજન થશે અને ત્યારબાદ રાજ્યના વિવિધ શહેરોમાં વિવિધ સંસ્થાઓ અને સમાજોને ઓક્સિજન કોન્સન્ટ્રેટર પહોંચાડવામાં આવશે. દર અઠવાડિયે આવનાર 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સ્ટેપવાઈઝ રાજ્યના વિવિધ શહેરોની સંસ્થાઓ તેમજ સમાજ ના જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.

રાજ્યના વધુ 7 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત, હવે કુલ 36 શહેરો રહેશે નિયંત્રણ હેઠળ

વિશ્વઉમિયાધામ મંદિરે ઓક્સિજન બેંક શરૂ કરાઈ, લોકોને નિશુલ્ક ઓક્સિજન વિતરણ કરશે.અમેરિકાથી આવનાર એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ કરાઈ છે. જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિશુલ્ક અપાઈ રહી છે.

છેલ્લા સાત દિવસમાં લગભગ 2100થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર નિશુલ્ક હોસ્પિટલ્સ અને દર્દીઓને આપવામાં આવી છે. ઓક્સિજન બેંકના ભગીરથ કાર્યમાં ભારત ઉપરાંત વિદેશમાં વસતાં પરિવારો ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક યોગદાન આપી સહાય કરી રહ્યા છે.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠન ટીમ દ્વારા કોરોના દર્દીઓને પ્રાણવાયુ ન ખુટે તે માટે દિવસ રાત મહેનત કરાઈ રહી છે.

અમદાવાદમાં 120 બેડની કોવિડ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે આ સાથે જ કોરોનાની મહામારી માં "સેવા પરમો ધર્મ "ને સાર્થક કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને અમદાવાદમાં ડી.કે. હોલ - નારણપુરા ખાતે 120 બેડની કોવિડ હોસ્પિટલ દેવસ્ય હોસ્પિટલના સહયોગથી શરૂ કરેલ છે.જેમાં હાલ તમામ બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ છે. આ માટે જીવના જોખમે સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલ, તેમજ અન્ય હોદ્દેદાર દિપકભાઈ પટેલ રૂપેશભાઈ પટેલ, ડી.એન. ગોલ , સુરેશભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, અનિલભાઈ પટેલ તેમજ અનેક દાતાઓ - મિત્રો  રાત-દિવસની મહેનત કરી મહામારી લોકોને મદદ કરી રહ્યા છે.

આ સમગ્ર કામગીરીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમેરિકાના કોર્ડીનેટર રસિકભાઈ  બી.પટેલ, અજીતભાઈ પટેલ, વી.પી.પટેલ ,જે પી પટેલ, વિજયભાઈ પટેલ તેમજ સવિશેષ USA યુથ કમિટીના ચેરમેન શ્રી દિનેશ પટેલ - ડેની (ગામ - નારદીપુર )નું  યોગદાન સર્વોત્તમ રહ્યું છે. સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોએ પોતાની ભીતરની સંવેદનાને ઉજાગર કરીને દાનની સરવાણી વહેતી કરી છે
Published by:Kaushal Pancholi
First published:May 05, 2021, 07:34 am

ટૉપ ન્યૂઝ