અમદાવાદ: ક્લાસીસમાં પરીક્ષા બાદ ટીચરના આધેડ પતિએ વિદ્યાર્થિની સાથે કર્યું ગંદુ કામ, જુઓ કોણ છે આ હેવાન

અમદાવાદ: ક્લાસીસમાં પરીક્ષા બાદ ટીચરના આધેડ પતિએ વિદ્યાર્થિની સાથે કર્યું ગંદુ કામ, જુઓ કોણ છે આ હેવાન
ટ્યૂશન ક્લાસીસમાં ગઇ હતી ત્યારે ટ્યૂશન ક્લાસીસ ચલાવતી મહિલાના પતિએ તેને પીંખી નાખી હતી.

ટ્યૂશન ક્લાસીસમાં ગઇ હતી ત્યારે ટ્યૂશન ક્લાસીસ ચલાવતી મહિલાના પતિએ તેને પીંખી નાખી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થિની એક વર્ષ પહેલાં ટ્યૂશન ક્લાસીસમાં ગઇ હતી ત્યારે ટ્યૂશન ક્લાસીસ ચલાવતી મહિલાના પતિએ તેને પીંખી નાખી હતી. વિદ્યાર્થિનીએ આ ઘટનાની જાણ કોઇને કરી નહીં પરંતુ એક વર્ષ બાદ મહિલાના પતિની હેવાનિયતની હકીકત વિદ્યાર્થિનીના પરિવારજનોને ખબર પડી તો તેમણે ફરિયાદ કરી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

એક વર્ષ પહેલાં નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલા ઘરે ટ્યૂશન ક્લાસીસ ચલાવતી હતી. રવિવારના દિવસે ટ્યૂશન ક્લાસીસમાં પરીક્ષા હોવાના કારણે તમામ વિદ્યાર્થીઓ આવ્યા હતા. ટ્યૂશન ક્લાસીસમાં પરીક્ષા પૂરી થતાં મહિલાના પતિએ તમામને ઘરે જવાનું કહ્યું હતું. પરંતુ ધોરણ નવમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને બેસી રહેવાનું કહેતા વિદ્યાર્થિની ગભરાઇને બેસી રહી હતી. જ્યાં મહિલાના પતિએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. વિદ્યાર્થિનીએ આ ઘટના ઘરે કોઇને કહી નહીં.રાજકોટ: યુવાઓએ ટ્વીટર પર છેડ્યો એવો જંગ કે રાતો રાત શરૂ થયું વેબ પોર્ટલ, કોરોના દર્દીઓની સારવાર માટેની મળશે માહિતી

તેના પરિવારજનોને આ અંગે ખબર પડતાં વિદ્યાર્થિનીને પૂછ્યું હતું. જ્યાં તેણે સમગ્ર હકીકત કહી દીધી હતી. નિકોલ પોલીસે આ મામલે ટ્યૂશન ટીચરના પતિ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ રેપનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને આરોપીની ધરપકડ કરી છે.

રાજ્યમાં હજી અઠવાડિયું ક્યાંક ગરમીનું જોર વધશે તો ક્યાંક સૂસવાટા સાથે માવઠાની વકી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આધેડ આરોપી જગદીશ ઘેલાણી નિકોલમાં જ રહે છે. તેની પત્ની ટ્યુશન કલાસ ચલાવે છે. આરોપી આમ તો નાસ્તાની લારી ચલાવે છે. પણ રવિવાર હોવાથી તે ઘરે હતો અને તે દિવસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી હતી.પરીક્ષા બાદ  એકલતાનો લાભ લઇ આરોપી જગદીશે આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે આરોપીએ એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું કે અન્ય કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આ હરકત કરી ચૂક્યો છે તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:May 10, 2021, 14:04 pm

ટૉપ ન્યૂઝ