'ટ્રાફિક પોલીસ મને હેરાન કરો છો, બુથને આગ લગાવી બ્લાસ્ટ કરી નાખીશ': અમદાવાદ પોલીસને મળ્યો કોલ

'ટ્રાફિક પોલીસ મને હેરાન કરો છો, બુથને આગ લગાવી બ્લાસ્ટ કરી નાખીશ': અમદાવાદ પોલીસને મળ્યો કોલ
આરોપી

  • Share this:
અમદાવાદ: શહેરના (Ahmedabad) સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં (Satellite police) અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કંટ્રોલ રૂમમાં (police control room) અજાણ્યા શખ્સે ફોન કરીને મેસેજ આપ્યો હતો કે શિવરંજની ટ્રાફિક બુથમાં આગ લાગી છે. જેથી પોલીસે કંટ્રોલ મેસેજ એન ડિવિઝન ટ્રાફિકની ગાડીને આપતા તેઓ શિવરંજની ટ્રાફિક બુથ તપાસમાં નિકળયા હતા. પણ જઈને જોયું તો આવી કોઈ ઘટના બની ન હતી. જેથી પોલીસે જે નંબર પરથી ફોન આવ્યો તેને ફોન કર્યો તો સામે વાળી વ્યક્તિએ કહ્યું કે, 'તમે ટ્રાફિક પોલીસ બહુ હેરાન કરે છે એટલે બુથ સળગાવી બ્લાસ્ટ કરી દઈશ.' જોકે,  તપાસ બાદ જાણ થઇ કે ફોન કરનાર વ્યક્તિ માનસિક બીમાર છે. જેને ગઇકાલે પોલીસે મેમો આપ્યો હતો એટલે આવું કર્યું હતું.

શહેર પોલીસને એક નનામો ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું કે, શિવરંજની ટ્રાફિક બુથમાં આગ લાગી છે. જઈને જોયું તો આવી કોઈ ઘટના બની ન હતી. પોલીસે આગનો કંટ્રોલ મેસેજ કરનારા નંબર પર ફોન કરી સંપર્ક કરતા ફોન કરનાર શખ્સે પોલીસને કહ્યુ હતુ કે “તમે ટ્રાફિક પોલીસના માણસો મને દરરોજ હેરાન કરો છો”, “હું રાત્રિના આવીને ટ્રાફિક બુથ સળગાવી નાખીશ અને બ્લાસ્ટ કરાવી નાખીશ, તમારાથી થાય તે ઉખાડી લેજો” તેવી ધમકી આપી ગાળો બોલી અને ફોન કાપી નાખ્યો હતો.વિધાનસભા શરૂ થતા પહેલા જ કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પેટ્રોલ-ડીઝલનાં ભાવ, મોંઘવારી અંગે સરકારને ઘેરવાના મૂડમાંગાંધીનગર: CM રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ લીધી કોરોનાની રસી

જેથી આ અજાણ્યા ઈસમે ખોટો મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે દોર્યો હોવાથી તેમજ ટ્રાફિક બુથ સળગાવી દેવાની ધમકી આપી અને ગાળાગાળી કરી હોય જેથી સેટેલાઇટ પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:March 01, 2021, 13:33 pm

ટૉપ ન્યૂઝ