અમદાવાદીઓને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ, શહેરમાં બે ફ્લાયઓવરનું આજે લોકાર્પણ

અમદાવાદીઓને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ, શહેરમાં બે ફ્લાયઓવરનું આજે લોકાર્પણ

  • Share this:
    ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. 71 કરોડના બે ફ્લાય ઓવરનું 30મી નવેમ્બર સોમવારે સવારે 10.30 કલાકે ઇ-લોકાર્પણ કરાશે. આ ઇ લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહ કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ આ અવસરે ઉપસ્થિત રહેશે.  તેમની સાથે આ  પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ , ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા,  સાસંદ સભ્યો, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

    એક ફ્લાય ઓવર 35 તો અન્ય 36 કરોડનાં ખર્ચે તૈયાર



    નેશનલ હાઇવે 147 પર સરખેજ – ગાંધીનગર – ચિલોડાના કુલ 44 કિ.મી.ના માર્ગને 4 લેનમાંથી 6 લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

    કોરોનાના ટેસ્ટ કરવામાં ગુજરાતની ખુલી પોલ, દેશમાં 22માં સ્થાને જ્યારે દિલ્હી અગ્રેસર

    તદનુસાર 245 મીટરની કુલ લંબાઈનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. 35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. તેમજ સાણંદ જંકસન ફ્લાય ઓવર બ્રિજ પણ 240 મીટરની કુલ લંબાઇ સાથે રૂ. 36 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. એટલે બે ફ્લાયઓવરનો કુલ ખર્ચ 71 કરોડ રૂપિયાનો થયો છે. નોંધનીય છે કે, પકવાન ચાર રસ્તાનો ફ્લાયઓવર અંડરપાસથી ઓવરબ્રિજને કનેક્ટ કરતો પહેલો બ્રિજ છે.

    રાજકોટ અગ્નિકાંડ: જવાબદાર પાંચ નામાંકીત ડોક્ટરો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો, થશે હવે ધરપકડ

    ટ્રાફિકની સમસ્યા હળવી થશે

    સરખેજ-ગાંધીનગર હાઇવે પર પસાર થતા સમયે પકવાન ચાર રસ્તા પર અનેકગણો ટ્રાફિક હોય છે. અત્યારે સૌથી વ્યક્ત ગણાતા જજીસ બંગલો રોડ અને સીંધુ ભવન રોડના ટ્રાફિકને કારણે સૌથી વધારે સમય અહીનાં ટ્રાફિક પોઇન્ટ પર રાહ જોવી પડતી હતી.જોકે, હવે વાહન ચાલકો માટે આ ઓવરબ્રિજના લોકાર્પણ થતા રાહત થશે. જેથી હવે ટ્રાફિકનો સામનો કરવો નહીં પડે અને ઇસ્કોન બ્રીજ બાદ તુરંત જ પકવાન ફ્લાયઓવર થઇને થલતેજ અંડર પાસ જઇ શકાશે.

    પ્રતિદિન આ રસ્તા પર હજારો વાહનચાલકો પસાર થતા હોય છે ત્યારે તેમની મુશ્કેલીનો અંત આવશે. ઉપરાંત સરખેજ ઉજાલા ચાર રસ્તા પર તૈયાર ફ્લાયઓવરનું પણ લોકાર્પણ કરવામાં આવશે. જેથી વાહન ચાલકોનો સમય બચશે અને ફટાફટ આ રસ્તા પરથી પસાર થઇ શકાશે.
    Published by:Kaushal Pancholi
    First published:November 30, 2020, 08:00 am