ચોરી ઉપરથી સીના જોરી : મારા એરિયામાં વીજ ચેકીંગ માટે આવ્યા છો તો છરી મારી દઈશ, વીજ અધિકારીને ધમકી


Updated: September 30, 2020, 7:50 AM IST
ચોરી ઉપરથી સીના જોરી : મારા એરિયામાં વીજ ચેકીંગ માટે આવ્યા છો તો છરી મારી દઈશ, વીજ અધિકારીને ધમકી
પ્રતિકાત્મક તસવીર

વટવાના ચાર માળિયા વિસ્તારમાં ગેર કાયદે વીજ જોડાણની તપાસ માટે પહોંચેલા અધિકારીને ધમકી મળતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. 

  • Share this:
અમદાવાદ : શહેરમાં હજી પણ કેટલાક અસામાજીક તત્વો વીજ જોડાણના વાયરોમાં ગેરકાયદે જોડાણ કરીને વીજળી મેળવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક દિવસ અગાઉ શહેરના જુહાપુરામાં કેટલાક લોકોને ત્યાં વીજ કંપનીનાં અધિકારીઓએ દરોડા પાડીને મોટા પ્રમાણમાં વીજ ચોરી ઝડપી પાડી હતી. ત્યારે આજે વટવાના ચાર માળિયા વિસ્તારમાં ગેર કાયદે વીજ જોડાણની તપાસ માટે પહોંચેલા અધિકારીને ધમકી મળતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

બહેરામપુરા ટોરેન્ટ પાવરની ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા નિલેશ શાહે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેઓની કામગીરી ટોરેન્ટ પાવરની વીજ લાઈનમાં ગેરકાયદેસર રીતે લગાવેલ વાયર શોધી કાઢવાની છે. આજે સવારે તેઓ એક્ઝ્યુકેતિવ ઓફિસર બ્રીજેશકુમાર ઠાકુર, ટેકનીશ્યન ઇમરાન રાણા અને અલ્તાફ હુસેન સાથે વટવા ચાર માળિયામાં વીજ ચેકીંગ માટે પહોંચેલા અને વટવા વસંગ ગજેન્દ્ર ગડકર નગર ચાર માળિયા પહોંચેલા અને ત્યાં બ્લોક નંબર ૨૫માં નીચે લગાવેલ એમએસપી તથા મિટરોમાં વીજ ચેકીંગ કરતા હતા. તે દરમિયાન ચાર માળિયામાં રહેતો રફીક શેખ ત્યાં આવી પહોંચ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મારા એરિયા માં અહીંયા કોને પૂછીને વીજ ચેકીંગ કરવા માટે આવ્યા છો, તેમ કહીને સ્ટાફને ગાળો બોલવા લાગ્યો હતો.

આ પણ જુઓ -  
જોકે ફરિયાદી એ અપશબ્દો બોલવાની ના પાડતા તેની સાથે ઝપાઝપી કરીને માર મારવા લાગ્યો હતો. એટલું જ નહિ ફરિયાદી સાથે રહેલા સ્ટાફની સાથે પણ તેણે મરમારી કરી હતી. બાદમાં પેન્ટમાંથી છરી કાઢીને ધમકી આપી હતી કે,  મારા એરિયામાં વીજ ચેકીંગ માટે આવ્યા છો તો છરી મારી દઈશ. જોકે, ફરિયાદીએ પોલીસને જાણ કરતા આરોપી ફરાર થઈ ગયો હતો. હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદી એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તાપસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: September 30, 2020, 7:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading