અમદાવાદ : 20 રૂપિયા આપી દાળવડા લેવા મોકલી કારીગરે 1.80 લાખની કરી ચોરી

અમદાવાદ : 20 રૂપિયા આપી દાળવડા લેવા મોકલી કારીગરે 1.80 લાખની કરી ચોરી
પ્રતિકાત્મક તસવીર

કારખાનામાં કામ કરતા કારીગરે સાથેના અન્ય કારીગરને દાળવડા લેવા મોકલી એક લાખ રોકડ અને ત્રણ પાર્સલ લઈને પલાયન થઈ ગયો છે. 

  • Share this:
અમદાવાદ : લોકડાઉન બાદ શહેરમાં તસ્કરો તો બેફામ બન્યા છે. પરંતુ કેટલાક ગઠિયાઓ જ્યાં હાથ સાફ કરવાની તક મળે ત્યાં પણ ચોરી કરીને પલાયન થઈ જતાં હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ઓઢવ વિસ્તારમાં કારખાનામાં કામ કરતા કારીગરે સાથેના અન્ય કારીગરને દાળવડા લેવા મોકલી એક લાખ રોકડ અને ત્રણ પાર્સલ લઈને પલાયન થઈ ગયો છે.

ઓઢવમાં સબ મર્શિબલ પંપની પેનલ બનાવવાનું કારખાનું ધરાવતા દિવ્યાસ ભંડેરીએ ફરિયાદ આપી છે કે, તેમના કારખાનામાં રણજીતસિંહ  દેવાશી અને પ્રદીપસિંહ રાજપૂત નામના કારીગરી હતાં. જેમાં પ્રદીપસિંહ છેલ્લા એક વર્ષથી બેંકનું કામકાજ તેમજ પાર્સલ લેવા મૂકવાનુ કામકાજ સંભાળી રહ્યો હતો. 5મી સપ્ટેમ્બરે તેઓ બપોરે ઘરે જમવા માટે ગયા એ સમયે રણજીતસિંહનો ફોન આવ્યો હતો કે, પ્રદીપસિંહે તેને 20 રૂપિયા આપીને દાળવડા લેવા માટે મોકલ્યો હતો.જ્યારે તે પરત આવ્યો ત્યારે પ્રદીપસિંહ કારખાનામાં હાજર ના હતા. જેથી ફરિયાદી કારખાનામાં પરત આવીને ઓફિસમાં તપાસ કરતા રોકડા રૂપિયા 1 લાખ અને પેનલના ત્રણ પાર્સલ જેની કિંમત રૂપિયા 81 હજાર થાય છે. જે મળી આવ્યું ના હતું. જેથી ફરિયાદીએ પ્રદીપસિંહને ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.

આ પણ વાંચો - AMTS-BRTS શરૂ થતા જ લોકોનાં મગજમાંથી કોરોના ગયો? ગાઈડલાઈનની ઐસીતૈસી કરીને લોકો વળ્યા ટોળે

આ પણ જુઓ - 

ફરિયાદીએ પ્રદીપસિંહના પિતાને ફોન કરતા તેમણે ફરિયાદીને સમાધાન માટે રાજસ્થાન બોલાવ્યા હતા. જોકે ફરિયાદી રાજસ્થાન પહોંચી પ્રદીપસિંહના પિતાને ફોન કરતા તેમનો મોબાઈલ પણ સ્વિચ્ ઓફ આવતો હતો. જેથી ફરિયાદીએ ઓઢવ પરત આવી પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - 'આ તો વાંઝણી છે, ઘરમાંથી કાઢી મૂકો,' સાસરીયાના ત્રાસથી અમદાવાદની પરિણીતાની પોલીસ ફરિયાદ
Published by:Kaushal Pancholi
First published:September 10, 2020, 11:56 am

ટૉપ ન્યૂઝ