વાવાઝોડાની અસર: અમદાવાદમાં પવન સાથે પડી રહ્યો છે ધોધમાર વરસાદ, તંત્રએ ઘરમાં જ રહેવા કરી અપીલ

વાવાઝોડાની અસર: અમદાવાદમાં પવન સાથે પડી રહ્યો છે ધોધમાર વરસાદ, તંત્રએ ઘરમાં જ રહેવા કરી અપીલ

 • Share this:
  સોમવારે દીવ  (Diu) પાસે Tauktae ત્રાટકેલું વાવાઝોડું (Tauktae Cyclone) ગુજરાતમાં (Gujarat) અમદાવાદ જિલ્લા (Ahmedabad District) તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આગામી 2થી 3 કલાકે ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી સંભાવનાઓ છે. જે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. હવમાન વિભાગ પ્રમાણે અમદાવાદ શહેરમાં 45થી 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે. અમદાવાદમાંથી પસાર થયા બાદ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ જઇ અને રાજસ્થાન તરફ જતા ધીમું પડશે.

  તો આ અંગે અમદાવાદનાં કમિશ્નર મુકેશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, અમદાવાદ શહેરનાં કેટલાક વિસ્તારોમાં બપોરનાં 3 કલાક પછી પવનની સાથે વરસાદ વરસશે. હાલ પવનની ગતી 38 કિલોમીટર પ્રતિ કલાક છે જોકે, તે વધશે. રહીશોને ઘરમાં રહેવા જ અપીલ.  વાવાઝોડાને કારણે અમરેલીમાં દીવાલ ધરાશાયી, એક બાળકીનું મોત, ત્રણ લોકો ઇજાગ્રસ્ત

  નોંધનીય છે કે, NDRFના ડીજી એસ.એન. પ્રધાને જણાવ્યું છે કે, ગુજરાતમાં પવનની ગતિ ધીમી પડી છે. સાથે જ વરસાદ પણ ઓછો થયો છે. સાંજ સુધીમાં વાવાઝોડુ ડિપ્રેશનમાં બદલાઇ જશે. માટે ગુજરાતની સ્થિતિ હવે ખતરાથી બહાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં થોડો વરસાદ થશે પણ તે ખતરાથી બહાર છે. ગુજરાતમાં વાવઝોડાની સ્થિતિ હવે નિયંત્રણમાં છે.  રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિ અંગે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક કરી હતી. બેઠક બાદ સીએમ રૂપાણી પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં હાલ કેટલાય વિસ્તારોમાં પવનની ગતિ ઓછી થઇ છે અને 100 કિ.મી.ની આસપાસ પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડુ નબળું પડ્યું છે. પણ ચિંતા હજુ યથાવત છે. સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ વાવાઝોડું અમદાવાદ જિલ્લા તરફ આગળ વધી રહ્યુ છે. તેની અસર ધંધુકા અને ધોલેરામાં વર્તાઈ રહી છે.

  Video: ભારે પવનને કારણે વેરાવળ બંદરે લાંગરેલી ત્રણ બોટ દરિયામાં તણાઇ, આઠ જેટલા લોકો ફસાયા  ધંધુકામાં 60થી 90 કિમી અને ધોલેરામાં 60થી 100ની ગતિ એ પવન ફૂંકાઈ છે. વાવાઝોડું વિરમગામ તરફ આગળ વધશે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે 1 હજાર 81 થાંભલાઓ પડ્યા છે. વાવાઝોડાથી 40 હજાર વૃક્ષો ધરાશાયી થયા. વાવાઝોડાથી 16 હજાર 500 ઝુપડાઓ અસરગ્રસ્ત થયા છે.
  Published by:Kaushal Pancholi
  First published:May 18, 2021, 14:15 pm

  ટૉપ ન્યૂઝ