Home /News /madhya-gujarat /

યુવક ઊંઘમાં ઝબકી જતા ફિયાન્સી ગઈ ભુવા પાસે, ભુવાએ સગીરા સાથે કર્યું ન કરવાનું

યુવક ઊંઘમાં ઝબકી જતા ફિયાન્સી ગઈ ભુવા પાસે, ભુવાએ સગીરા સાથે કર્યું ન કરવાનું

ભુવો રઇજ રાવળ

આરોપી સગીરાને નદીના પટમાં ઝાડીમાં વિધિ કરવાના બહાને લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું.

અમદાવાદ : અંધશ્રદ્ધાના કારણે એક સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. સગીરાનું જે યુવક સાથે સગપણ થયું હતું તે યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો. વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કરતા જ નિકોલ પોલીસે આ ઢોંગી ભુવાની ધરપકડ કરી ઢોંગી ભુવાનો પર્દાફાશ કર્યો છે. આરોપી સગીરાને નદીના પટમાં ઝાડીમાં વિધિ કરવાના બહાને લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું.

અમદાવાદમાં રહેતી 17 વર્ષની સગીરાનું અમદાવાદમાં જ રહેતા એક યુવક સાથે સગપણ કર્યું હતું. સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી. જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવાએ વિધિ કરવાનું કહી પાંચ હજાર રુપિયા લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો.

સગીરા તેના ફિયાન્સ અને પરિવારજનો સાથે નિકોલ પાસે નદીના પટમાં ગઈ હતી. નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરનાર ભુવા રઇજ રાવળએ નદીના પટમાં લઈ જઈ યુવકની તો વિધિ કરી જ હતી. પણ સાથે આ સગીરાનું સગપણ હોવાથી તેની પણ વિધિ કરવી પડશે તેમ કહી તેના માથેથી એક કોથળી અને શ્રીફળ ઉતાર્યું. આ ઢોંગી કરતુત કરતા જ સગીરાને આંચકો આવ્યો હતો.

આ પણ વાંચો - ગુજરાત વિધાનસભામાં હંગામો, નીતિન પટેલે સાથે વિવાદ થતા કોંગી ધારાસભ્યએ ગૃહમાં માઇક ફેંક્યુ

બાદમાં થેલી નદીમાં નાખવા જવાનું કહી ભુવો સગીરાને લઈને નદીના પટમાં ગયો હતો. ત્યાં પણ એક વિધિ કરવી પડશે તેમ કહેતા સગીરાના પરિવારજનો સાથે જતા હતા. ત્યારે ભુવાએ સાથે ન આવવા કહી જો સાથે આવશો તો તમને દુઃખ પડશે તેમ કહી માત્ર સગીરાને લઈ ગયો. જ્યાં ઝાડીઓમાં શ્રીફળ નાંખી બાદમાં સગીરાને ઉંધી ફરી જવાનું કહી તેના કપડા પાછળથી ઊંચા કરી દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ જુઓ - દુષ્કર્મ અચર્યા બાદ સગીરાને ભુવાએ ધમકી આપી કે, આ વાત કોઈને કહેશે તો સારું નહિ થાય અને મારી નાંખવાની પણ ધમકી આપી હતી. જોકે, સગીરાથી ન રહેવાતા આખરે તેને પરિવારને ઘટનાની જાણ કરી અને નિકોલમાં ફરિયાદ આપતા પોલીસે ભુવા રઇજ રાવળની ધરપકડ કરી છે. અન્ય કેટલી યુવતીઓ કે સગીરા સાથે આવા કૃત્યો આ ભુવો કરી ચુક્યો છે તે બાબતે રિમાન્ડ મેળવી પોલીસ તપાસ કરશે.

આ પણ વાંચો - સુરત: દાંતનાં ડૉક્ટરની તેમના જ ક્લિનિકમાં થઇ હત્યા, લોહીમાં લથપથ હતું શરીર
Published by:Kaushal Pancholi
First published:

Tags: Black magic, Minor, Physically abused, Tantrik, અમદાવાદ, ગુજરાત, છોકરી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन