અમદાવાદી દીકરીએ હજારોની નોકરી છોડીને પિતા સાથે શરૂ કર્યો ધંધો, બનાવે છે ગુજરાતની ભૂલાયેલી વાનગીઓ

અમદાવાદી દીકરીએ હજારોની નોકરી છોડીને પિતા સાથે શરૂ કર્યો ધંધો, બનાવે છે ગુજરાતની ભૂલાયેલી વાનગીઓ
પિતા અને દીકરીની જોડી પારંપરિક વસ્તુઓ તો બનાવે છે પરંતુ તેની સાથે તેને આધુનિકતામાં પણ ઢાળે છે.

પિતા અને દીકરીની જોડી પારંપરિક વસ્તુઓ તો બનાવે છે પરંતુ તેની સાથે તેને આધુનિકતામાં પણ ઢાળે છે.

  • Share this:
કોરોના વાયરસનું સંક્રમણ એ હદે વધી રહ્યું છે કે, નાનાથી માંડીને મોટા વેપાર ધંધાને ફટકો પડ્યો છે. ત્યારે આજે આપણે અમદાવાદનાં એવા વ્યક્તિ વિશે વાત કરીશું કે જેણે કોરોનાના કપરાકાળમાં પણ હજારો રૂપિયાની નોકરીને ઠોકર મારીને પોતાના ગમતાનો 'ગુલાલ' કર્યો છે. આ વ્યક્તિએ પોતાની ઇચ્છા સાથે અન્ય લોકોના સ્વાસ્થ્યને સૌથી ઉપર મૂક્યું છે. નિશા પંડ્યા, 10 વર્ષથી વિવિધ કોર્પોરેટ્સ કંપનીમાં એચઆર વિભાગમાં ફરજ નિભાવી રહ્યાં હતા.

કોરોનાકાળમાં તેમણે પોતાની નોકરી છોડી દીધી અને પોતાનો નાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું. જેમાં તેમનો સાથ આપ્યો તેમના પિતાએ. તેમના પિતા વિરેન્દ્ર પંડ્યા પણ નિવૃત્ત કલાસ 2 અધિકારી છે. પિતા અને દીકરીની આ જોડી ભૂલાઇ ગયેલી અને સ્વાસ્થ્યવર્ધક પારંપરિક ગુજરાતી વાનગીઓ લોકો માટે બનાવે છે. તેઓ જણાવે છે કે, 'બીજાને સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ ખવડાવી અને ભૂલાયેલી ગુજરાતી વાનગીઓ બનાવીને મનનો સંતોષ મળે છે.'આ પણ વાંચો - રાજકોટમાં નવતર પ્રયોગ: લાકડાને બદલે ગોબર સ્ટિકનો થઇ રહ્યો છે પ્રયોગ, વાતાવરણ અને ગાય બંનેને માટે છે હિતાવહકોરોનામાં લોકો સ્વાસ્થ્ય તરફ વળ્યાં છે

એકબાજુ કોરોનાથી લોકોના વિચારમાં પણ ફરક આવ્યો છે કે, મોટાભાગના લોકો ગમે ત્યાંથી ખાવાની વસ્તુઓ લેતા નથી. પહેલા જુએ છે કે, જગ્યા કેવી છે પછી જીભના ચટાકાનું વિચારે છે. ત્યારે નિશા અને પિતા ઘરેથી અવનવી વાનગીઓ બનાવીને લોકોને આપે છે. પિતા અને દીકરીની જોડી પારંપરિક વસ્તુઓ તો બનાવે છે પરંતુ તેની સાથે તેને આધુનિકતામાં પણ ઢાળે છે.આ પણ વાંચો - ભાવનગરનાં કોરોના વોરિયર્સનો દીકરો ઇરાનનાં મધદરિયે ફસાયો, ખાવાપીવાનાં પણ પડી રહ્યાં છે ફાંફા

આ રીતે શરૂ થઇ સફર

આ પિતા-દીકરીની જોડીએ પહેલીવાર 2011માં સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. જ્યાંથી તેમની આ રોમાંચક સફર શરૂ થઇ હતી. સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં તેમણે કાટલા સુખડી બનાવી હતી. આ પ્રસંગને યાદ કરતા બંનેના ચહેરા પર મોટી સ્માઇલ આવી જાય છે.તેઓ જણાવે છે કે, 'ત્યારે લોકોને તે સૌરાષ્ટ્રની વાનગી દાઢે વળગી હતી અને તે લેવા માટે પડાપડી થઇ હતી. જે બાદ આ ફેસ્ટિવલમાં અમે ત્રણ વર્ષ પોતાની હાજરી આપી હતી. જે બાદ તેઓએ ગુજરાતી ભાતીગળ વાનગીઓ ઘરે બનાવીને પાર્સલ કરવાની શરૂ કરી. તેમને મૂળ હેતુ એવો હતો કે લોકો પારંપરિક વાનગીઓને ભૂલી ન જાય અને લોકો પોષણક્ષમ વાનગીઓ ખાતા રહે.'આગામી પ્લાનિંગ અંગે પિતા અને દીકરી જણાવે છે કે, કોરોનાને કારણે છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી ખાણીપીણી બજાર અને ફૂડ પાર્સલ સેવાને ઘણી હદે અસર થઇ છે. તો આવા સમયમાં હોમમેડ સર્વિસનું મહત્ત્વ વધે છે. માટે ટૂંક સમયમાં જ અમે evening food serviceનું ઓપશન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. જે આ સમયની માંગને અનુરૂપ હશે.
Published by:Kaushal Pancholi
First published:April 20, 2021, 15:21 pm

ટૉપ ન્યૂઝ