અમદાવાદ: શું તમે પણ સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લો છો? વાંચો ચેતવણીસમાન કિસ્સો

અમદાવાદ: શું તમે પણ સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લો છો? વાંચો ચેતવણીસમાન કિસ્સો
પ્રતીકાત્મક તસવીર shutterstock

યુવતીએ તેની સાથે વાત નહિ કરીને અનફોલો કર્યો હતી. જોકે, આમ કરતા આરોપીએ યુવતીને તેના ફોટો મોર્ફ કરીને વાયરલ કરવાની ધમકી આપી હતી.

  • Share this:
અમદાવાદ: ટેકનોલોજીના વિકાસની સાથે સાથે હવે લોકો પણ હાઇટેક બની રહ્યા છે. લોકો વધુમાં વધુ સોશ્યલ મીડિયાના (Social Media) ઉપયોગ તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે, બીજી તરફ કેટલાક લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ પણ કરી રહ્યા છે. કોઈ એક તરફી પ્રેમમાં તો કોઈ સમાજિક બદલો લેવા માટે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવે છે. આવો એક બનાવ શહેરના (Ahmedabad) કૃષ્ણનગર વિસ્તારમાં જોવા મળ્યો છે.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત ઓકટોબર મહિનામાં તેના ઈન્સ્ટાગ્રામ આઇડી પર એક ફ્રેન્ડ રિકવેસ્ત આવી હતી. જે ફ્રેન્ડ રીકવેસ્ટ તેને સ્વીકારી હતી.રાજકોટ: પ્રેમલગ્નના 10 વર્ષ બાદ પત્નીએ કરી એવી માંગણીઓ કે, પતિ પણ થયો હેરાન, વાત છૂટાછેડા સુધી પહોંચી

જે બાદમાં આ આઇડીધારક વારંવાર મેસેજ કરીને યુવતીને વાત કરવા માટે જણાવતો હતો. યુવતીએ તેની સાથે વાત નહિ કરીને અનફોલો કર્યો હતી. જોકે, આમ કરતા આરોપીએ યુવતીને તેના ફોટો મોર્ફ કરીને વાયરલ કરવાની ધમકી આપી હતી. અને બીભત્સ, ગંદી ભાષામાં યુવતીને મેસેજ કરવા લાગ્યો હતો.

રાજકોટ: GujCTOCનો આરોપી નિખિલ દોંગા બે સાગરિતોની ચાલાકીથી થયો ફરાર, CCTVમાં દેખાયો આખો માસ્ટર પ્લાન

જોકે આમ છતાં યુવતીએ તેની સાથે વાતચીત ના કરતા અંતે આરોપીએ યુવતી અને તેની પિતરાઈ બહેનના ફોટો લઇને મોર્ફ કરીને પોર્ન સાઇટ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. પોર્ન સાઇટ પરથી ફોટો લઇને તેને મોર્ફ કરીને યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મોકલવા લાગ્યો હતો.જે અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. બાદમાં ફરિયાદ કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:April 01, 2021, 08:15 am

ટૉપ ન્યૂઝ