અમદાવાદ વૃદ્ધ દંપતીની હત્યામાં ઘટસ્ફોટ: આરોપીએ વીડિયો બનાવીને કહ્યું, 'મેને મર્ડર કિયા હે, મોબાઈલ ભી લૂંટ રહા હુ'

અમદાવાદ વૃદ્ધ દંપતીની હત્યામાં ઘટસ્ફોટ: આરોપીએ વીડિયો બનાવીને કહ્યું, 'મેને મર્ડર કિયા હે, મોબાઈલ ભી લૂંટ રહા હુ'
ઝડપાયેલા આરોપીઓ

ગુનાને અંજામ આપવા વડોદરાથી 3 બાઈક અને 20 જેટલા મોબાઈલની ચોરી કરી હતી. જેમાથી બે બાઈકનો ઉપયોગ કર્યો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરના (Ahmedabad) સોલામા વૃદ્ધ દંપતીના ડબલ મર્ડર (Double Murder) અને લૂંટના (loot) કેસમા ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની ધરપકડ કરી હતી. જે આરોપીઓ હાલ દસ દિવસના રિમાન્ડ પર છે. ટીપ આપનાર ફર્નિચરના કારીગર ઉપરાંત તેના ભાઈ, બનેવી, મિત્ર સહિત 5 આરોપી ઝડપી લેવામા આવ્યા હતા. ત્યારે આરોપીઓની પૂછપરછ માં સામે આવ્યું કે, તેઓએ નવરંગપુરામાં પણ લૂંટના ઇરાદે એક દંપતીની હત્યા કરવા રેકી કરી હતી. પણ તે દંપતી જાગતું હોવાથી ત્યાં પ્લાન શક્ય બન્યો ન હતો. અને બાદમાં હેબતપુર (Hebatpur) જઈને વૃદ્ધ દંપતીની હત્યા કરી લૂંટ ચલાવી હતી. બીજીતરફ આરોપીઓની એવી વિકૃત માનસિકતા સામે આવી જે કબૂલાત સાંભળી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આરોપીએ હત્યા કર્યા બાદ વીડિયો પણ ઉતાર્યો હતોતમામ આરોપીઓમાંથી એક આરોપીએ લાશ અને લોહીથી લથબથ છરી સાથે સેલ્ફી લીધી હતી. અને બાદમાં એક વીડિયો પણ મોબાઈલમાં લીધો હતો. જેમાં તે એવું કહે છે કે "મેંને યે મર્ડર કિયા હે, મોબાઈલ ભી લે જા રહા હું કિસકી તાકાત હે મુજે રોકને કી". આ સેલ્ફી લીધા બાદ આરોપીએ વીડિયો ઉતારતા હવે પોલીસે સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવા એફએસએલની પણ મદદ લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બહેનના લગ્ન માટે દહેજની જરૂરીયાત હોવાથી સમગ્ર ગુનાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ હતું પણ સાથે સાથે મોજશોખ માટે પણ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કારણ પણ સામે આવ્યું છે.

નાન બનાવતા બનાવતા તેમા થૂંકતો હતો કારીગર, તમે પણ જુઓ ઘૃણા ઉપજાવે તેવો Viral Video

દંપતીનો પુત્ર દુબઇ છે તેથી ચોરીનો પ્લાન ઘડ્યો હતો

સોલા હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી ભરત ગૌડ, રાહુલ ગૌડ, નિતિન ગૌડ, બ્રિજમોહન ગૌડ અને આશિષ વિશ્વકર્માની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરી હતી. આરોપી ભરત અને રાહુલ બે સગા ભાઈ તો નિતીન તેનો સાળો હોવાનુ સામે આવ્યુ છે. ભરત અને રાહુલની બેનના લગ્ન હોવાથી સાસરીયા પક્ષે બુલેટ, ફ્રિજ અને ટીવી ના દહેજની માંગણી કરી હતી. જે માટે તેને રૂપિયાની જરૂર ઉભી થઈ હતી. ગત 14 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી સુધી મૃતક અશોકભાઈના ઘરે ફર્નિચર કામ માટે ગયો હતો. ત્યાં તેને નિતિન ને પણ બોલાવ્યો હતો. તે સમયે મૃતકનો પરિવાર દુબઈ રહેતો હોવાનુ સામે આવતા 15 દિવસ ચોરીનુ પ્લાનિંગ કરી રેકી કરવામા આવી હતી. ત્યાર બાદ ચોરીના ઈરાદે ઘરમા ઘુસ્યા હતા. રાત્રે કરફ્યુ હોવાથી વહેલી સવારનો સમય પસંદ કર્યો હતો. ઉપરાંત રેકી કરવા તથા ગુનાને અંજામ આપવા વડોદરાથી 3 બાઈક અને 20 જેટલા મોબાઈલની ચોરી કરી હતી. જેમાથી બે બાઈકનો ઉપયોગ કર્યો હતો.

મૃતક દંપતીની ફાઇલ તસવીર


આરોપી ઘટનાની તમામ માહિતી મિત્રને આપતો હતો

ઘટનાના દિવસે ભરતને છોડી અન્ય 4 આરોપી રાહુલ, નિતિન, આશિષ અને બ્રિજમોહન વૃદ્ધના ઘરમા ગયા હતા. ફર્નિચરના ફોટા પાડવાના બહાને ઘરમા ઘુસી અશોકભાઈને બેભાન કર્યા હતા. બાદમા જ્યોત્ષના બેને પ્રતિકાર કરી અનેક ઘા મારી હત્યા નિપજાવી 12 હજારની લુંટ ચલાવી હતી. બેભાન થયેલા અશોકભાઈને પણ ઘા મારી ફરાર થયા હતા. પરંતુ કાર અથડાતા બાઈક પર ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બનાવ સમયે નિતિન પોતાના મિત્ર રવિ શર્માને તમામ માહિતી આપી રહ્યો હતો.

અમદાવાદમાં વસતા રાજસ્થાન સમાજનો મોટો નિર્ણય: સાદગીથી ઉજવાશે હોળી ધુળેટી પર્વ

આરોપીઓ એક દિવસ જંગલ અને એક દિવસ મંદિરમાં રોકાયા હતા

આ તમામ ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આરોપી અલગ અલગ બે બાઈક પર નિકળ્યા હતા. જેમા તેઓ વૈષ્ણવ દેવી એકઠા થયા હતા. ત્યાર બાદ ત્યાંથી હિઁમતનગર, ચિત્તોડગઢ રોકાયા હતા. જોકે પોલીસની ગંધ આવતા પોતાના વતન જતા રહ્યા હતા. પરંતુ પોતાના ઘરે ન રોકાઈ એક દિવસ જંગલ અને મંદિરમા રાત વિતાવી હતી. પરંતુ પોલીસે ખુબજ મહેનત કરી 5 આરોપીને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમા હત્યા માટે વપારેલી છરી પાવાગઢથી ખરીદી હોવાનું સામે આવ્યુ હતું. અને આરોપી નીતિને હત્યા કર્યા બાદ લોહીથી લથબથ લાશ અને છરી સાથે સેલ્ફી પડાવતા તેનો મોબાઈલ એફ.એસ.એલમાં મોકલી અપાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આરોપીઓ CCTV મા કેદ થયા હતા
"મેને યે મર્ડર કિયા હે"

બીજીતરફ સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે, આરોપી નીતિન રીઢો ગુનેગાર છે તેની ગુનાહિત માનસિકતા છે. તે એટલો રીઢો અને ગુનાહિત માનસિકતા ધરાવે છે કે, તેણે આ ગુનાને અંજામ આપ્યા બાદ કોઈ પસ્તાવો થયો હોય કે પોલીસે પકડ્યો હોય તેનો ડર સુધ્ધા જોવા નથી મળતો. હત્યા બાદ આરોપી નીતિને સેલ્ફી અને વીડિયો પણ લીધો હતો. જેમાં લાશ બતાવી કહ્યું "મેને યે મર્ડર કિયા હે મોબાઇલ ભી લે જા રહા હું કિસકી તાકાત હે મુજે રોકને કી". આ તમામ પુરાવા એકત્રિત કરવા માટે હવે પોલીસે સીલબંધ મોબાઈલ  એફએસએલમાં મોકલ્યો છે અને અન્ય એક ટિમ મધ્યપ્રદેશ રવાના કરાઈ છે.

નવરંગપુરામાં પણ રેકી કરી હતી

સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓએ અગાઉ નવરંગપુરામાં એક જગ્યાએ રેકી કરી હતી પણ ત્યાં દંપતી જાગતું હોવાથી તેઓએ તે પ્લાન માંડી વાળ્યો હતો અને બાદમાં હેબતપુરમાં ગુનાને અંજામ આપ્યો હતો. હજુય પુરી ઊંડાણપૂર્વકની તપાસ બાકી રહેતા હવે સોલા પોલીસની એક ટિમ મધ્યપ્રદેશ જશે. આરોપીઓએ માત્ર બહેનના લગ્નના ખર્ચ માટે જ નહીં પણ પોતાના મોજશોખ અને ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાથી પણ આ ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:March 14, 2021, 10:47 am

ટૉપ ન્યૂઝ