Home /News /madhya-gujarat /

અમદાવાદના વૃદ્ધ દંપતીની લૂંટ-હત્યા બાદ આરોપીએ લોહીથી લથબથ લાશ અને છરી સાથે પડાવી હતી સેલ્ફી

અમદાવાદના વૃદ્ધ દંપતીની લૂંટ-હત્યા બાદ આરોપીએ લોહીથી લથબથ લાશ અને છરી સાથે પડાવી હતી સેલ્ફી

મૃતક દંપતીની ફાઇલ તસવીર

ટીપ આપનાર ફર્નિચરના કારીગર ઉપરાંત તેના ભાઈ, બનેવી, મિત્ર સહિત 5 આરોપી ઝડપી લેવામા આવ્યા હતા.

અમદાવાદ: શહેરના (Ahmedabad) હેબતપુર વિસ્તારમાં ચકચારી ડબલ મર્ડર (Double murder) કેસમા ક્રાઈમ બ્રાચે  (crime Branch) 5 આરોપીની ધરપકડ કરી હતી. જે આરોપીઓ હાલ દસ દિવસના રિમાન્ડ પર છે. ટીપ આપનાર ફર્નિચરના કારીગર ઉપરાંત તેના ભાઈ, બનેવી, મિત્ર સહિત 5 આરોપી ઝડપી લેવામા આવ્યા હતા. ત્યારે આરોપીઓની પૂછપરછ માં સામે આવ્યું કે, તેઓએ નવરંગપુરામાં પણ લૂંટના ઇરાદે એક દંપતીની હત્યા કરવા રેકી કરી હતી. પણ તે દંપતી જાગતું હોવાથી ત્યાં પ્લાન શક્ય બન્યો ન હતો. અને બાદમાં હેબતપુર જઈને વૃદ્ધ દંપતીની હત્યા કરી લૂંટ ચલાવી હતી. બીજીતરફ આરોપીઓની એવી વિકૃત માનસિકતા સામે આવી જે કબૂલાત સાંભળી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તમામ આરોપીઓમાંથી એક આરોપીએ લાશ અને લોહીથી લથબથ છરી સાથે સેલ્ફી લીધી હતી.

બહેનના લગ્ન માટે લૂંટ અને હત્યા કર્યાનું પહેલા સામે આવ્યુ

ઉલ્લેખનીય છે કે, બહેનના લગ્ન માટે દહેજની જરૂરીયાત હોવાથી સમગ્ર ગુનાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ હતું પણ સાથે સાથે મોજશોખ માટે પણ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કારણ પણ સામે આવ્યું છે.

સેલવાસ: બાળકીની ઘાતકી હત્યા બાદ પિતાએ આપઘાત કરતા પરિવાર નોધારો બન્યો, 15 દિવસના બાળકે ગુમાવી છત્રછાયા

10 દિવસ મૃતકના ઘરે ફર્નિચર બનાવ્યું હતુ

સોલા હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી ભરત ગૌડ, રાહુલ ગૌડ, નિતિન ગૌડ, બ્રિજમોહન ગૌડ અને આશિષ વિશ્વકર્માની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરી હતી. આરોપી ભરત અને રાહુલ બે સગા ભાઈ તો નિતીન તેનો સાળો હોવાનુ સામે આવ્યુ છે. ભરત અને રાહુલની બેનના લગ્ન હોવાથી સાસરીયા પક્ષે બુલેટ, ફ્રિજ અને ટીવીના દહેજની માંગણી કરી હતી. જે માટે તેને રૂપિયાની જરૂર ઉભી થઈ હતી. ગત 14 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી મૃતક અશોકભાઈના ઘરે ફર્નિચર કામ માટે ગયો હતો.

વડોદરાથી 3 બાઈક અને 20 જેટલા મોબાઈલની ચોરી કરી હતી

ત્યાં તેને નિતિનને પણ બોલાવ્યો હતો. તે સમયે મૃતકનો પરિવાર દુબઈ રહેતો હોવાનુ સામે આવતા 15 દિવસ ચોરીનું પ્લાનિંગ કરી રેકી કરવામા આવી હતી. ત્યાર બાદ ચોરીના ઈરાદે ઘરમા ઘુસ્યા હતા. રાત્રે કરફ્યુ હોવાથી વહેલી સવારનો સમય પસંદ કર્યો હતો. ઉપરાંત રેકી કરવા તથા ગુનાને અંજામ આપવા વડોદરાથી 3 બાઈક અને 20 જેટલા મોબાઈલની ચોરી કરી હતી. જેમાથી બે બાઈકનો ઉપયોગ કર્યો હતો.

નવસારી: મહા-KBCના નામે 25 લાખની લોટરી લાગ્યાનો આવ્યો ફોન, 1.39 લાખ પડાવ્યા, યુવાને કર્યો આપઘાત

ફર્નિચરના ફોટા પાડવાના બહાને ગયા હતા

ઘટનાના દિવસે ભરતને છોડી અન્ય 4 આરોપી રાહુલ, નિતિન, આશિષ અને બ્રિજમોહન વૃદ્ધના ઘરમા ગયા હતા. ફર્નિચરના ફોટા પાડવાના બહાને ઘરમા ઘુસી અશોકભાઈને બેભાન કર્યા હતા. બાદમા જ્યોત્ષના બેને પ્રતિકાર કર્યો તો સંખ્યાબદ્ધ ઘા મારી હત્યા નિપજાવી 12 હજારની લુંટ ચલાવી હતી.. બેભાન થયેલા અશોકભાઈને પણ ઘા મારી ફરાર થયા હતા. પરંતુ કાર અથડાતા બાઈક પર ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બનાવ સમયે નિતિન પોતાના મિત્ર રવિ શર્મા ને તમામ માહિતી આપી રહ્યો હતો.

નીતિને હત્યા કર્યા બાદ સેલ્ફી લીધી હતી

આ તમામ ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આરોપી અલગ અલગ બે બાઈક પર નિકળ્યા હતા. જેમા તેઓ વૈષ્ણવ દેવી એકઠા થયા હતા. ત્યાર બાદ ત્યાંથી હિંમતનગર, ચિત્તોડગઢ રોકાયા હતા. જોકે પોલીસને ગંધ આવતા પોતાના વતન જતા રહ્યા હતા. પરંતુ પોતાના ઘરે ન રોકાઈ એક દિવસ જંગલ અને મંદિરમાં રાત વિતાવી હતી. પરંતુ પોલીસે ખૂબજ મહેનત કરી 5 આરોપીને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમા હત્યા માટે વપારેલી છરી પાવાગઢ થી ખરીદી હોવાનુ સામે આવ્યુ હતું. અને આરોપી નીતિનએ હત્યા કર્યા બાદ લોહીથી લથબથ લાશ અને છરી સાથે સેલ્ફી પડાવતા તેનો મોબાઈલ એફ.એસ.એલમાં મોકલી અપાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

સેલવાસ: પાડોશીએ ચાર વર્ષની બાળકીની કરી ક્રૂર હત્યા, દુષ્કર્મની આશંકા, આઘાતમાં પિતાનો આપઘાત

આ પહેલા નવરંગપુરામાં પણ ત્યાં સફળ ન થયા

સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓએ અગાઉ નવરંગપુરામાં એક જગ્યાએ રેકી કરી હતી પણ ત્યાં દંપતી જાગતું હોવાથી તેઓએ તે પ્લાન માંડી વાળ્યો હતો અને બાદમાં હેબતપુરમાં ગુનાને અંજામ આપ્યો હતો. હજુય પુરી ઊંડાણપૂર્વકની તપાસ બાકી રહેતા હવે સોલા પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ જશે.

આરોપીઓએ માત્ર બહેનના લગ્નના ખર્ચ માટે જ નહીં પણ પોતાના મોજશોખ અને ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાથી પણ આ ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Senior-citizen, અમદાવાદ, ગુજરાત, ગુનો, હત્યા

આગામી સમાચાર