Good News: ઝાયડસ ફરીથી શરૂ કરશે રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ

Good News: ઝાયડસ ફરીથી શરૂ કરશે રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ
પ્રતીકાત્મક તસવીર

આવતીકાલથી એટલે રવિવારે 11મી તારીખથી ફરીથી રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ શરૂ થશે.

  • Share this:
    કોરોનાના (coronavirus) વધતા કહેર વચ્ચે રેમડેસિવીર ઈન્જેકશનનો (remdesivir injection ) સ્ટોક ખૂટી પડતા ઝાયડસ (Zydus) કંપનીએ વેચાણ બંધ કર્યું હતું. જેના કારણે આજે કોરોનાના દર્દીઓના પરિવારની ચિંતામાં વધારો થયો હતો. હવે આ ઇન્જેક્શન અંગે સારા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલથી ઝાયડસ દ્વારા ફરીથી એકવાર રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ કરવામાં આવશે.

    ઝાયડસ કંપની દ્વારા અન્ય કંપનીઓની સરખામણીએ સૌથી ઓછા ભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓ (corona petients) માટે રેમડેસીવર ઈન્જેકશનનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ કંપની દ્વારા થોડાક દિવસો પહેલાં જ જાહેરાત કરાઇ હતી કે 900 રુપિયે એક રેમડેસિવર ઈન્જેકશન મળશે. જેથી ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓ આ ઈન્જેકશન લેવા અમદાવાદ પહોંચી રહ્યા હતા.



    Video: લોકો ક્યારે સમજશે? મમતા સોનીના ઠુમકા પર નાચી રહ્યાં હતા લોકો, માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરા

    ત્યારે શુક્રવારે ઝાયડસ દ્વારા એક યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, સ્ટોકના અભાવે 10 એપ્રિલ એટલે કે શનિવારથી રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. પરંતુ રાજ્ય સરકારના પ્રતિનિધિ દ્વારા ઝાયડસ સાથે વાતચીત કરાઇ હતી. જે સફળ થઇ છે અને આવતીકાલથી એટલે રવિવારે 11મી તારીખથી ફરીથી રેમડેસીવર ઈન્જેકશનનું વેચાણ શરૂ થશે.

    જાણો, શું છે UPI અને તેનાથી કઇ રીતે પૈસા ટ્રાન્સફર થાય છે? આ 5 વાતો જે તમારે જાણવી જોઈએ

    કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ન્યૂઝ18ગુજરાતીનો વીડિયો ટ્વિટ કરીને લખ્યું છે કે, 'રેમડેસીવીર ઇન્જેક્શનનું વેચાણ ઝાયડસ હોસ્પિટલથી ફરી ચાલુ કરવા અંગે મેં પંકજભાઈ સાથે વાત કરી છે અને બહુ જલ્દી આ વેચાણ વ્યવસ્થા પુનઃ ચાલુ કરવામાં આવશે.'



    આ ઇન્જેક્શનોનું વેચાણ અચાનક કેમ બંધ થયા પાછળનું કારણ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે માનીએ તો, ગુજરાત કરતા પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સ્થિતિ બેકાબૂ હોવાને કારણે - ઝાયડસ દ્વારા ગુજરાતમાં વેચાણ બંધ કરાઇને મહારાષ્ટ્રમાં સપ્લાય કરવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:April 10, 2021, 15:34 pm

    ટૉપ ન્યૂઝ