અમદાવાદ : ગરીબોને આપવાનું સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું, ત્રણ શખ્સની ધરપકડ


Updated: October 20, 2020, 1:58 PM IST
અમદાવાદ : ગરીબોને આપવાનું સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું, ત્રણ શખ્સની ધરપકડ
પોલીસે મહિલા દુકાનદાર તેના વહીવટદાર અને ટ્રક માલિક સહિત 5 સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.

પોલીસે મહિલા દુકાનદાર તેના વહીવટદાર અને ટ્રક માલિક સહિત 5 સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.

  • Share this:
અમદાવાદ : શાહીબાગ વિસ્તારના ગરીબ રેશનકાર્ડધારકોને આપવાના સરકારી ઘઉં અને ચોખાને બારોબાર વેચી દેવાનું કૌભાંડ સેકટર 2 જેસીપી સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યું છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. શાહીબાગ સરકારી અનાજના ગોડાઉનમાંથી 16 હજાર કિલો ઘઉં અને ચોખા ભરી આખે આખી ટ્રક નરોડા જીઆઇડીસી ફેઝ 3માં આવેલા ગોડાઉનમાં લાવી માલ સગેવગે કરવાના હતા. પોલીસે મહિલા દુકાનદાર તેના વહીવટદાર અને ટ્રક માલિક સહિત 5 સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.

સેકટર 2 જેસીપી ગૌતમ પરમારની સ્ક્વોડને બાતમી મળી હતી કે, નરોડા જીઆઇડીસી ફેઝ 3માં મૂડસોનિક કંપનીની બાજુના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો લાવવામાં આવ્યો છે. જેથી સ્ક્વોડના PSI અને ટીમે નરોડા જીઆઇડીસી ખાતે ગોડાઉનમાં દરોડો પાડતાં સરકારી રેશનિંગના આશરે 16 હજાર કિલો ઘઉં અને ચોખા ભરેલી ટ્રક મળી આવી હતી. ટ્રક ડ્રાઈવર સુખબીર તોમર, ટ્રક માલિક મદનલાલ તૈલી અને ગોડાઉન માલિક મહેશ નાથાણી મળી આવ્યા હતા. ત્રણેયની પૂછપરછ કરતા શાહીબાગ ઘોડાકેમ્પ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ટ્રક ભરી શાહીબાગ સનરાઇઝ પાર્ક ખાતે ગીતાબેન ચુનારાની સરકારી અનાજની દુકાને લઇ જવાનો હતો.

ખેડૂતોની ચિંતા વધી : રાજ્યમાં વધુ ત્રણ દિવસ વરસાદની આગાહી

પત્ની સાથે આડા સંબંધને કારણે વડોદરામાં રેસ્ટોરન્ટ ચલાવતા પતિએ ભાઇનું કર્યું ખૂન

જોકે, ટ્રક માલિક મદન તૈલીએ આ જથ્થો ગીતાબેનના ત્યાં ઉતારવાની જગ્યાએ ગોડાઉનમાં લાવવા કહ્યું હતું. જેથી આ જથ્થો અહીંયા લાવ્યા હતા. પોલીસે આ બાબતે પુરવઠા ખાતાના અધિકારીને જાણ કરી હતી. વધુ પૂછપરછ કરતાં જથ્થો ગીતાબેનના દુકાને લાવવાનો હતો. પરંતુ દુકાનના વહીવટદાર પરષોત્તમ તિવારીએ ગરીબોનો સરકારી અનાજનો જથ્થો ટ્રક માલિક મદન તૈલીને ગમે તે વેપારીને વેચી દેવા કહ્યું હતું.
પોલીસ અને પુરવઠા વિભાગે સમગ્ર જથ્થો સીઝ કરી ત્રણ શખ્સની ધરપકડ કરી છે. જ્યારે દુકાન માલિક અને વહીવટદારની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. આ મામલે સેકટર 2 સ્ક્વોડે નરોડા પોલીસસ્ટેશનમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી જથ્થો કબ્જે કર્યો છે.
Published by: Kaushal Pancholi
First published: October 20, 2020, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading