રાજ્યમાં ચશ્માંની દુકાનો ખુલી તો અન્ય વેપારીઓએ કહ્યું, 'અમારો શું વાંક?'

રાજ્યમાં ચશ્માંની દુકાનો ખુલી તો અન્ય વેપારીઓએ કહ્યું, 'અમારો શું વાંક?'
તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં ઓપ્ટિકલ વેપારીઓ સામે 188ની કલમ લગાવી કેસ કર્યા હતા. જે બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં ઓપ્ટિકલ વેપારીઓ સામે 188ની કલમ લગાવી કેસ કર્યા હતા. જે બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • Share this:
મેડિકલ સ્ટોરની જેમ ચશ્માની દુકાન ચાલુ રાખવા આદેશ આપી દેવામાં આવ્યા છે. મહામારીને પગલે રાજ્ય સરકારે કેટલાક વ્યવસાયને ચાલુ રાખવા માટે આદેશ આપ્યા છે તો કેટલાક વ્યવસાયને બંધ રખાયા છે. અમદાવાદ ઓપ્ટિકલ અસોશિએશનને ચશ્માની દુકાન ચાલુ રહે તેવી રજૂઆત કરી હતી. જેથી સરકારે ઓપ્ટિકલની દુકાનોને ચાલુ રાખવા આદેશ આપ્યો છે કે, અનુસાર પેરામેડિકલમાં આવતી કાલથી દુકાનો બંધ નહીં કરાવી શકાય તેમ જ તેમના સ્ટાફને રસ્તામાં પોલીસવાળા પણ ન રોકે તેવા આદેશ આપવામાં આવ્યા છે.

તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં ઓપ્ટિકલ વેપારીઓ સામે 188ની કલમ લગાવી કેસ કર્યા હતા. જે બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ઓપ્ટિકલ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ માલીના જણાવ્યા અનુસાર, ચશ્મા માટેની મશીનરીએ પેરા મેડિકલના સાધનોમાં આવે છે.

આ અંગે એસોસિયેશન દ્વારા 28 એપ્રિલથી ગૃહ વિભાગને જાણ કરવામાં આવી હતી. લગભગ 5 વખત પત્ર લખ્યાં બાદ ગૃહ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. આ અંગે એસોસિએશનના સેક્રેટરી યોગેશ પટેલ દ્વારા જણાવ્યું કે, અમે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના આભારી છીએ. જેમને એમને વેપાર માટે આ પ્રકારે પરવાનગી આપી છે.

રાજકોટ : Coronaની બીજી લહેરમાં સૌથી વધુ મોત ગ્રામ્ય વિસ્તારની 25-60 વર્ષની સ્ત્રીઓનાં થયા, ચોંકાવનારું તારણ

અન્ય વેપારીઓ નારાજ અમારો શું વાંક ? 

અમદાવાદ શહેરમાં સોની, ઘડિયાળી, કાપડના વેપારી, દરજી, સલૂન, પાન ગલ્લા, મોચી આ તમામ વેપારીઓ રાતા પાણીએ રડી રહયા છે લોકોને તમામ વસ્તુઓની જરૂર છે.

'હવે અમારું કોણ?' દ્વારકામાં કોરોનાથી મોભીનું નિધન થતાં જૈન પરિવારના ત્રણ સભ્યએ કર્યો આપઘાત, સમગ્ર પંથકમાં અરેરાટી

પરંતુ તેઓ ખરીદી નથી શકતા. તમામ વેપારીઓ નારાજ પણ છે, કારણ કે જે પ્રકારે અમદાવાદી વેપારીઓએ સામેથી લૉકડાઉન અને સમય ઘટાડીને લૉકડાઉનની શુરુઆત કરી હતી તેનાથી તેઓ 50 % ધંધો કરી શકતા હતા પરંતુ હવે ઘણી દુકાનો બંધ હાલતમાં છે. બીજી તરફ જાહેરનામમાં નિયમો અનુસાર મોબાઈલ આઇ ટી એટલે ઇલેક્ટ્રોનિક્સની દુકાન ખુલ્લી રાખવા જણાવ્યું છે.

પરંતુ પોલીસ વિભાગના કોન્સ્ટેબલને અસમજણ અથવા પીઆઈ તરફથી જે આદેશ મળે છે તેના પાલન અનુસાર અપવાદરૂપ હોવા છતાં દુકાનો બંધ કરવી પડે તેવી ફરિયાદો ઊઠી છે.
Published by:Kaushal Pancholi
First published:May 08, 2021, 07:03 am

ટૉપ ન્યૂઝ