લો બોલો, અમદાવાદમાં 50થી 70 વર્ષની મહિલાઓ રમી રહી હતી જુગાર, અચાનક પોલીસ આવી અને ...

લો બોલો, અમદાવાદમાં 50થી 70 વર્ષની મહિલાઓ રમી રહી હતી જુગાર, અચાનક પોલીસ આવી અને ...
આધેડ મહિલાઓને જુગાર રમવાનો ચસ્કો જાગ્યો. જોકે, તેઓની મજામાં પોલીસે (Ahmedabad Police) આવીને ભંગ પાડ્યો હતો

આધેડ મહિલાઓને જુગાર રમવાનો ચસ્કો જાગ્યો. જોકે, તેઓની મજામાં પોલીસે (Ahmedabad Police) આવીને ભંગ પાડ્યો હતો

  • Share this:
અમદાવાદ: કહેવાય છેને કે 'શોખ બડી ચીઝ હૈ' કેટલાક શોખીન લોકો શોખ પૂરો કરવા માટે કંઈપણ કરતા હોય છે. આવો એક કિસ્સો શહેરના (Ahmedabad) મણિનગર (Maninagar) વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં આધેડ મહિલાઓને જુગાર રમવાનો ચસ્કો જાગ્યો. જોકે, તેઓની મજામાં પોલીસે (Ahmedabad Police) આવીને ભંગ પાડ્યો હતો. મણિનગર વિસ્તારમાં આવેલ ગોપાલ ટાવરની પાછળના લક્ષ્મી ભવન બંગલામાં પોલીસે દરોડો પાડી જુગાર (Gambling) રમતી આઠ મહિલાની (Woman)  રોકડ-મોબાઈલ મળી રૂ.72,300ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

મણિનગર પોલીસને બાતમી મળી હતી કે, ગણેશ ગલી ગોપાલ ટાવરની પાછળ આવેલા લક્ષ્મી ભવન બંગલામાં કેટલીક મહિલાઓ જુગાર રમી રહી છે.  બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી જઈ તપાસ કરી તો બંગલાના પહેલા માળે દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવતાં એક મહિલાએ ખોલ્યો હતો. પોલીસે ઓળખ આપી દરોડો પાડતાં બેડરૂમમાં 50થી 70 વર્ષની મહિલાઓ પૈસા-પાનાંથી હાર-જીતનો જુગાર રમતી હતી.મોરબી: અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા 4 યુવાનોનાં મોત, મૃૃતકોમાં બે સગા ભાઈ અને સાળો-બનેવી શામેલ

પોલીસે મીનાબહેન લક્ષ્મીચંદ વાધવા (ઉંં.વ.70), કિરણબહેન સંજયભાઈ વાધવા (ઉં.વ.50) બંને (રહે. લક્ષ્મી ભવન, મણિનગર), મીનાબહેન લીલારામ મેઘણી (ઉંં.વ.52, રહે. અંબાજી મંદિર અંદર, ઠક્કરનગર), તુલસીબહેન ગોપાલદાસ તાનવાણી (ઉંં.વ.54, રહે. ગણપ‌િત ગલી, દક્ષિણી, મણિનગર), તારાબહેન ભગવાનદાસ ભાગનાણી (ઉંં.વ.50, રહે. હિન્દુસ્તાન, ચાર માળિયા, વટવા), માયાબહેન જેઠાનંદ ચાવલાની (ઉંં.વ.58, રહે. જી-વોર્ડ, કુબેરનગર), વિદ્યાબહેન ભેરૂમલા નેનવાણી (ઉંં.વ.70, રહે. અંજલી કોર્નર ફ્લેટ, રમણનગર, મણિનગર) અને કૌશલ્યાબહેન રાજેશભાઇ જાંજ વાણી (ઉંં.વ.60, રહે. બગીચા ગલી, ઠક્કરનગર)ની રૂ.25 હજારની રોકડ અને રૂ.47,300ના છ મોબાઈલ મળી કુલ રૂ.72,300ના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Photos: 'Ghum Hai Kisike...' સિરિયલનાં વિરાટ અને પાખીએ રિયલ લાઈફમાં કરી લીધી સગાઇકામરેજમાં પણ આવી જ એક  ઘટના ઘટી

આવી જ એક ઘટના સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં આસ્તા ગામની સીમમાં આવેલ ફાઇવસ્ટાર ફાર્મ હાઉસમાં બની છે. ફાર્મ હાઉસનાં રૂમમાં બેસી તીન પત્તીનો જુગાર રમી રહેલ 4 મહિલા સહિત સાત વ્યક્તિને કામરેજ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી કુલ 69,880 રૂ. નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કામરેજ પોલીસની ટીમે બાતમીના આધારે ગતરોજ આસ્તા ગામની સીમમાં આવેલ ફાઈવસ્ટાર ફાર્મહાઉસમાં રેડ કરી હતી. તે દરમ્યાન ફાર્મહાઉસના મકાનમાં બેસી જુગાર રમી રહેલ ચાર મહિલા સહિત સાત વ્યક્તિને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
Published by:Kaushal Pancholi
First published:January 28, 2021, 11:30 am

ટૉપ ન્યૂઝ