અમદાવાદમાં વ્યક્તિ સળગતી હાલતમાં પાંચમા માળેથી કૂદ્યો, રહસ્યમય આપઘાત

અમદાવાદમાં વ્યક્તિ સળગતી હાલતમાં પાંચમા માળેથી કૂદ્યો, રહસ્યમય આપઘાત
CCTVમાંથી લીધેલી તસવીર

 • Share this:
  અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના સમર્પણ ટાવરમાં એક આપઘાતની ઘટના સામે આવી છે. 64 વર્ષના કેરેલિયન વ્યક્તિ જેમનું નામ જયપ્રકાશ શેખરને આજે સવારે ચાર કલાકે પહેલા પોતે સળગીને પાંચમા માળેથી નીચે ઝંપલાવ્યું છે. આ ઘટના બાદ ટાવર સહિત આખા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.  આ વ્યક્તિએ લખેલી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે.

  64 વર્ષના વ્યક્તિએ ટૂંકાવ્યું જીવન  આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના સમર્પણ ટાવરમાં નિવૃત્ત બીએસએનએલ અધિકારી, જયપ્રકાશ શેખરન નામના વ્યક્તિએ પોતાના પર પહેલા સેનિટાઇઝર લગાવી દીધું અને પોતાની જાતને સળગી દીધી. જે બાદ પોતાના ઘરની બાલ્કનીમાંથી પાંચમા માળેથી નીચે ઝંપલાવ્યું છે. આ વ્યક્તિએ મલયાલમમાં એક સ્યૂસઇડ નોટ લખી છે જેમાં જણાવ્યું છે કે, 'મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી હું જ જવાબદાર છું.'

  શું તમારી સોસાયટી કે ઘરમાં CCTV કેમેરા છે? તો આ નવા નિયમનો અમલ નહીં કરો તો થશે FIR

  તાત્કાલિક સારવાર માટે લઇ જવાયા હતા

  ઘટનાની જાણ મળતા ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે 108માં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.


  રાજકોટ: BMW કારે બાઈક ચાલકને અડફેટે લેતા મોત, ડોક્ટર ચાલક નશામાં હોવાનો ખુલાસો

  બાલ્કનીમાં ટેબલ મૂકી કૂદકો માર્યો હતો

  આ વૃદ્ધ વ્યક્તિના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. જેમાંથી એક દીકરી કેનેડા રહે છે જ્યારે અન્ય એક દીકરી નરોડા રહે છે. આ વ્યક્તિએ જ્યારે આપઘાત કર્યો ત્યારે તેમના ઘરમાં તેમની પત્ની જ હતા જે સૂતા હતા.


  હાલ ઘાટલોડિયા પોલીસ આ અંગે સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ કરી રહી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.
  Published by:Kaushal Pancholi
  First published:January 13, 2021, 09:53 am

  ટૉપ ન્યૂઝ