ગુજરાત સરકારની મંજૂરી નથી પરંતુ અમદાવાદની આ પોળમાં તો ભક્તો આઠમના દિવસે ગરબા રમશે જ!

ગુજરાત સરકારની મંજૂરી નથી પરંતુ અમદાવાદની આ પોળમાં તો ભક્તો આઠમના દિવસે ગરબા રમશે જ!
ફાઇલ તસવીર

અહીં આઠમના દિવસે વિશેષ રીતે પુરુષો સ્ત્રીના કપડાં પહેરીને ગરબા ગાઈ માનતા પૂર્ણ કરે છે.

  • Share this:
નવરાત્રીને (Navratri 2020) લઈ સરકારે (Gujarat Government) સ્પષ્ટતા કરી છે અને ધાર્મિક લાગણીઓને ધ્યાને રાખીને નવરાત્રીમાં (Navratri) માતાજીની આરતી કરી શકશે. પરંતુ શેરી ગરબા પણ કરી શકશે નહીં. ત્યારે શેરીમાં થતા અને પરંપરાગત થતા ગરબા કરવા માટે સદુમાતાની પોળના લોકો મક્કમ છે. અમદાવાદ (Ahmedabad) શાહપુર વિસ્તારમાં સદુમાતાની (Sadumata) પોળ આવેલી છે. આ સદુમાતની પોળમાં વર્ષોથી પરંપરા છે કે, નવરાત્રીમાં નવે નવ દિવસ ગરબા ગાઈ છે પરંતુ આઠમના દિવસે વિશેષ રીતે પુરુષો સ્ત્રીના કપડાં પહેરીને ગરબા ગાઈ માનતા પૂર્ણ કરે છે.

બારોટ સમાજ સહિત દરેક સમાજના પુરૂષો જોડાય છે અને ગરબા ગાઈ છે.પરંતુ ચાલુ વર્ષે તો કોરોનાની મહામારીના કારણે અનેક પરંપરાઓ તૂટી છે.પરંતુ સદુમાતાની પોળ ના લોકો કોઈ પણ પરિસ્થિતિ પરંપરા તૂટવા દીધી નથી અને ચાલુ વર્ષે પણ પરંપરા તૂટવા દેશે નહિ.



ફાઇલ તસવીર


શાહપુરની સદુમાતાની પોળમાં રહેતા સુરેશભાઈ બારોટ જણાવ્યું કે, બારોટ સમાજે સદુમાતાના ગરબા તો ગાવા જ પડશે.સરકારને ફેકટરીઓ અને કંપનીઓમાં ભીડ થાય તે દેખાતું નથી. સરકારે ના પાડી પરંતુ અમે પરંપરા અને અમારી બધા પુરી પાડવા માટે સ્ત્રીના કપડાં પહેરીને એક તો એક વ્યક્તિ ગરબા તો ગાઈશું. કૈલાસબેન ભાવસાર જણાવ્યું છે કે, સદુમાતાની માનતા પૂર્ણ કરવા માટે આઠમના ગરબા તો થશે જ.

આ પણ જુઓ - 



સદુમાતા સતી થયા હતા ત્યારથી લઈ બારોટ સમાજ સદુમાતાની શ્રધ્ધાથી પૂજા કરે છે અને નવરાત્રીમાં આઠમના દિવસે પુરુષો સ્ત્રીના કપડાં પહેરીને ગરબા ગાઈ છે. લોકો સદુમાતાની માનતા રાખે છે. જેને પણ માનતા રાખી હોય તે અચૂક આઠમના દિવસે સદુમાતાના મંદિરે આવે છે.

સદુમાતા


ત્યારે સરકારે પણ છૂટછાટ ન આપી હોય પરંતુ સદુમાતા ગરબા ગવાશે.પરિસ્થિતિ ગમે તેવી હોય. પરંતુ સદુમાતાના ગરબા ક્યારે બંધ રહ્યા નથી. સરકારે શેરી ગરબાને પણ મંજૂરી આપી નથી.પરંતુ સદુમાતાની પોળના લોકો આઠમના ગરબા ચોક્કસ કરશે.

આ પણ વાંચો - રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીના પ્રચારની માર્ગદર્શિકા જાહેર
Published by:Kaushal Pancholi
First published:October 10, 2020, 13:25 pm

टॉप स्टोरीज