નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને 'No Entry'થી દૂરદૂરથી આવેલા ક્રિકેટપ્રેમીઓ થયા નારાજ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને 'No Entry'થી દૂરદૂરથી આવેલા ક્રિકેટપ્રેમીઓ થયા નારાજ
રાજસ્થાનથી આવેલા ક્રિકેટપ્રેમી

આજની મેચ જોવા માટે જે લોકો દૂર દૂરથી આવ્યા હતા તેમનું વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ જોવાનું સપનું તૂટી ગયું છે. 

  • Share this:
અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. કોરોના કેસ વધતા સરકારે 17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ,(Ahmedabad) વડોદરા, (Vadodara) સુરત (Surat) અને રાજકોટમાં (Rajkot) રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો (ni) અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. ત્યારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી ટી20 મેચ જોવા હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જેથી જીસીએ નિર્ણય કર્યો છે કે, હવેની મેચ પ્રેક્ષકો વગર રમાશે. જોકે ટિકિટ બૂક કરાવી છે તેને રીફન્ડ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. પરંતુ આજની મેચ જોવા માટે જે લોકો દૂર દૂરથી આવ્યા હતા તેમનું વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ જોવાનું સપનું તૂટી ગયું છે.

આજની મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ દૂરદૂરથી આવ્યા હતા. પરંતુ અનેક પ્રેક્ષકોને તો સ્ટેડિયમ પહોંચ્યા બાદ મેસેજ મળ્યા કે આજની મેચમાં પ્રેક્ષકો ઉપસ્થિત રહી નહિ શકે. જેથી પેક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. રાજસ્થાનથી આવેલા પ્રેક્ષકોએ ન્યુઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેચ ક્યાંય પણ રમાતી હોય ત્યાં અમે મેચ જોવા જઈએ છીએ.અમદાવાદ: 500 રૂપિયાનું ઓનલાઈન મરચું પરિવારને 1.16 લાખમાં પડ્યું, દીકરાના લગ્ન અટવાયા

આજની મેચ જોવા માટે ઓનલાઈન ટિકિટ બૂક કરાવી હતી અને રાજસ્થાથી આવવાનું ટિકિટનું ભાડું ખર્ચીને અહીં આવ્યા છીએ. અહીં આવ્યા બાદ જાણ થઈ કે, મેચ જોવા નહીં મળે.

રાજસ્થાનથી આવેલા ક્રિકેટપ્રેમી


ગીર સોમનાથનો વાયરલ વીડિયો: ગઝનવીએ મંદિર લૂંટ્યાની ઘટનાને બિરદાવતા યુવાનની થઇ ઓળખ

પ્રેક્ષકોનું કહેવું છે કે, કોરોનાના વધતા કેસ બાદ જીસીએ નિર્ણય કર્યો તે આવકાર્ય છે. પરંતુ તાત્કાલિક જે નિર્ણય કર્યો છે જેના કારણે રાજ્ય બહારથી આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાના નથી. આ નિર્ણય વહેલા કરી દીધો હોત તો દૂરથી આવતા ક્રિકેટ પ્રેમીઓનો આવવા જવાનો ખર્ચ અને સમય બચી જાત.પરંતુ મેચ જોવા ન મળતા ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા છે.

સ્ટેડિયમમાં જે રીતે ભીડ થતી હતી અને લોકો માસ્ક પહેરતા ન હતા. જેને લઈ નિર્ણય કરવો પણ જરૂરી છે. કારણ કે, મહામહેનતે કોરોનાં કેસ કંટ્રોલમાં કર્યા હતા અને ફરી કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર બંને એક્શનમાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:March 16, 2021, 13:36 pm

ટૉપ ન્યૂઝ