અમદાવાદના વૃદ્ધ દંપતીના ફરાર હત્યારાઓ ઓળખાયા, પોલીસે 200થી વધુ CCTV તપાસ્યા

અમદાવાદના વૃદ્ધ દંપતીના ફરાર હત્યારાઓ ઓળખાયા, પોલીસે 200થી વધુ CCTV તપાસ્યા
નોંધનીય છે કે, આ દંપતીના ઘરે ફર્નિચરનું કામ ચાલુ હતું.

નોંધનીય છે કે, આ દંપતીના ઘરે ફર્નિચરનું કામ ચાલુ હતું.

 • Share this:
  અમદાવાદ : શહેરના (Ahmedabad) થલતેજના શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્નાબહેનની ગત શુક્રવારે હત્યા (couple murder) કરી રૂ.2.45 લાખની લૂંટ (loot) કરીને 4 લૂંટારા ફરાર થઇ ગયા છે. તે તમામ હત્યારાઓને પોલીસે (Ahmedabad Police) ઓળખી કાઢ્યા છે. પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા. આ સાથે 70થી વધુ લોકોની પૂછપરછ પણ કરી છે. જેમાં ચારેય લૂંટારા 2 બાઈક ઉપર આવ્યા હોવાનું સામે આવ્યું હતુ. નોંધનીય છે કે, આ દંપતીના ઘરે ફર્નિચરનું કામ ચાલુ હતું.

  આરોપીને ઓળખી કાઢ્યા  આ કેસમાં મળતી માહિતી પ્રમાણે, હત્યા-લૂંટ કેસમાં પાંચ આરોપી ઓળખાયા છે. જે માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો તેમને જલ્દીમાં જલ્દી દબોચી લેવા માટે બનતા પ્રયત્નો કરી રહી છે. પોલીસની ટીમોએ 200થી વધુ સીસીટીવી તપાસ્યા પછી બે બાઈક ઉપર ચાર આરોપી ચાણક્યપુરી તરફ ભાગ્યા હોવાનું જણાયા મળ્યું હતુ. બાઈકના નંબર, આરોપીની ઓળખ થાય તેવા ફોટોગ્રાફ મળતાં પોલીસ તપાસ અંતિમ તબક્કામાં હોય તેવું જાણવા મળ્યું છે. ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા છે, પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો છે.

  વડોદરા: નોર્થ ઇસ્ટથી યુવતીઓ લાવીને સ્પાના નામે ચાલતું હતું સેક્સ રેકેટ, આ રીતે થયો પર્દાફાશ

  [caption id="attachment_1077716" align="alignnone" ] મૃતક દંપતી[/caption]

  દંપતી 15 વર્ષથી આ ઘરમાં રહેતા હતા

  68 વર્ષીય અશોકભાઈ કરસનભાઈ પટેલ તથા તેમના પત્ની જ્યોત્સનાબહેન હેબતપુર થલતેજ રોડ પર આવેલા શાંતિ પેલેસ બંગ્લોઝના બંગલા નં-2માં 15 વર્ષથી રહે છે. તેમનો પુત્ર હેતાર્થ થોડા વર્ષોથી પરિવાર સાથે દુબઈમાં રહે છે અને પુત્રી મેઘા પતિ સંજયભાઈ પટેલ સાથે પ્રગતિનગરના સિંદુર સ્પેસમાં રહે છે. સંજયભાઈના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 8.45ના સુમારે તેમના સસરા અશોકભાઈની પાડોશમાં રહેતા મનિષાબહેને તેમની પત્ની મેઘાને ફોન કરી તમારા મમ્મી-પપ્પાનું મર્ડર થયું છે તમે તાત્કાલિક આવી જાવ તેમ જણાવ્યું હતું. જેથી સંજયભાઈ, પત્ની મેઘાબહેન તથા પુત્ર ત્યાં પહોંચ્યા હતા.

  બેદરકારી! આગમાં કેટલાય લોકો ભૂંજાયા તો પણ અમદાવાદની 20 હજારથી વધુ બિલ્ડીંગમાં હજી ફાયર NOC જ નથી

  [caption id="attachment_1077717" align="alignnone" ] આરોપીઓ સીસીટીવીમાં ઝડપાયા[/caption]

  સિક્યુરિટી ગાર્ડે ચારેયને ભાગતા જોયા હતા

  પ્રાપ્ત વિગતો પરથી હત્યાના દિવસની ઘટના જોઇએ તો, શુક્રવારે સવારે 8:05 મિનિટે પાડોશીઓએ અશોકભાઈને તેમનું એક્ટિવા સાફ કરતા જોયા હતાં. ત્યારબાદ આશરે 8.30ની આસપાસ સિક્યુરિટી ગાર્ડે અશોકભાઈના ઘરમાંથી ચાર અજાણ્યા શખ્સોને નીકળી ભાગતા જોયા હતા. જેથી તેણે પાડોશી મનિષાબહેનને જાણ કરી હતી. ત્યારબાદ ગાર્ડ તથા મનિષાબહેને બૂમો પાડવા છતાં મકાનમાંથી કોઈ બહાર ન આવતાં તેમણે ઘરમાં જઈ જોતા અશોકભાઈનો લોહીમાં લથબથ મૃતદેહ બેડરૂમમાં પડેલો હતો જ્યારે જ્યોત્સનાબહેનનો મૃતદેહ સીડીના પેસેજમાં પડ્યો હતો. જ્યારે ઉપરના રૂમના કબાટો ખુલ્લા હતાં. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.  તપાસ કરતાં જ્યોત્સનાબહેને હાથમાં પહેરેલી 1,50,000ની બે બંગડી, 30 હજારની બે વીંટી, 10 હજારના બે ફોન તથા ફર્નિચરનું કામ ચાલતું હોવાથી ઘરમાં રાખેલી રોકડ 50,000 મળી કુલ 2,45,000ની મત્તાની લૂંટ થવાની ફરિયાદ છે.
  Published by:Kaushal Pancholi
  First published:March 07, 2021, 09:53 am

  ટૉપ ન્યૂઝ