અમદાવાદના (Ahmedabad) મોટેરામાં આવેલું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમનું (Motera Stadium) આજે, 24 ફેબ્રુઆરીના (24th February) રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (President Ramnath kovind) હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમનું નામ હવે 'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) , કિરણ રિજ્જુ (Kiren Rijiju) પણ ઉપસ્થિત રહ્યા છે. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે.
'આપણા માટે ગૌરવની વાત છે'
આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યુ કે, ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા બનાવવામાં આવેલ, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરીને મને ઘણો આનંદ થયો છે. આ પ્રસંગે હું તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ આપુ છું. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટાની સાથે સુવિધાઓની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. આ અત્યાધુનિક અને ભવ્ય સ્ટેડિયમની કલ્પના અને નિર્માણ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ કરી હતી. આપણા બધા દેશવાસીઓ માટે ગૌરવની વાત છે કે, મોટેરાનું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે જેમાં એક લાખ 32 હજાર દર્શકોની ક્ષમતા છે. ભારતને 'પાવર હાઉસ ઓફ ક્રિકેટ' કે 'ક્રિકેટનું હબ' કહેવામાં આવે છે. તેથી, તે એકદમ યોગ્ય છે કે, વિશ્વના સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ હવે આપણા દેશમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં રમતગમતની નવી સંસ્કૃતિનો વિકાસ થઈ રહ્યો છે. 'ખેલો ભારત' અને 'ફીટ-ઇન્ડિયા' જેવા અભિયાનો થકી દેશવાસીઓમાં આરોગ્ય અને રમતગમત તરફ વલણ પેદા કરી રહ્યા છે.
પ્રેક્ષકોમાં પણ થનગનાટ
જ્યારે મોટેરા સ્ટેડિયમની બહાર હજારોની સંખ્યમાં પ્રેક્ષકો એકઠા થયા છે. તેમનામાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જોવાનો ઘણો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. હવે થોડા જ સમયમાં પ્રેક્ષકોને પણ અંદર પ્રવેશ આપવામાં આવશે. આજે સ્ટેડિયમમાં કોરોનાની ગાઇડલાઇનનું પણ ચુસ્ત પાલન કરવામાં આવશે.
અમદાવાદ: વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું, હવે 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' તરીકે ઓળખાશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે, બુધવારે, રાષ્ટ્પતિ કોવિંદ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન તથા સરદાર વલ્લભાઈ પટેલ સ્પોર્ટ્સ એક્રલેવનું ભૂમિપૂજન પણ કરશે. નોંધનીય છે કે, ગત ફેબુ્રઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સંયુક્ત કાર્યક્રમ પણ મોટેરા સ્ટેડિયમમાં જ થયો હતો. જોકે, હવે આ મેદાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાવાની છે, ત્યારે હવે સત્તાવાર ઉદ્ઘાટન યોજવામાં આવશે.
Pics: મોટેરા સ્ટેડિયમની આ તસવીરો જોઇને તમે નજર જ નહીં હટાવી શકો
અમદાવાદ ખાતે નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી, 24 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરુ થશે. આ ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે. નવું સ્ટેડિયમ બન્યા બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાવાની છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ચોથી ટેસ્ટ મેચ પણ મોટેરા સ્ટડિયમમાં રમાશે અને તે બાદ બંને ટીમો અહીં પાંચ વન-ડે મેચ પણ રમશે. મોટેરા સ્ટેડિયમને સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે પણ જાણવામાં આવે છે. આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જેની દર્શક ક્ષમતા એક લાખ 10 હજારની છે.
ઈંગ્લેન્ડની વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ XI
રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા.
ભારતની વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ XI
જૈક ક્રાઉલે, ડોમિનિક સિબ્લે, જોની બેયરેસ્ટો, જો રૂટ (કેપ્ટન),બેન સ્ટોક્સ (વિકેટકિપર), ઓલી પોપ, ડોમ બેસ, જોફ્રા આર્ચર, જૈક લીચ, જેમ્સ એન્ડરસન.