અમદાવાદ: વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું, હવે 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' તરીકે ઓળખાશે

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું, હવે 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' તરીકે ઓળખાશે
આ પહેલું એવું સ્ટેડિયમ કે ઇમારત છે જેને પીએમ મોદીનું નામ આપવામાં આવ્યું છે.

આ પહેલું એવું સ્ટેડિયમ કે ઇમારત છે જેને પીએમ મોદીનું નામ આપવામાં આવ્યું છે.

 • Share this:
  અમદાવાદ: દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે દેશને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની ભેટ આપી છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ (Motera Stadium) જેને આપણે મોટેરા સ્ટેડિયમથી ઓળખીએ છીએ તેનું નામ બદલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નામ પર રાખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' નામ રાખવામાં આવ્યું છે. આ પહેલું એવું સ્ટેડિયમ કે ઇમારત છે જેને પીએમ મોદીનું નામ આપવામાં આવ્યું છે.

  જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે પીએમ મોદીએ જોયું હતુ આ સપનું  દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિમના નિર્માણનુું સપનું દેશના હાલના વડાપ્રધાન મોદીએ જોયું હતું. પરંતુ જ્યારે આ સપનું જાયું ત્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે સમયે સરદાર પટેલ સ્ટેડિયમ લગભગ 25 વર્ષ જૂનુ થઈ ચુક્યું હતું. એક ભાગ જર્જરિત થયો હતો, જેથી સ્ટેડિયમ તોડવું કે નહી તેને લઈ અસમંજસતા હતો. ત્યારે પીએમ મોદી સ્ટેડિયમના નવ નિર્માણનો રસ્તો ખુલ્લો મૂક્યો હતો.

  સરદાર પટેલ સ્ટેડિયમ માટે વડાપ્રધાન મોદીની વિશેષ દિલચસ્પી હતી. સ્ટેડિયમના નવનિર્માણ માટે તેઓએ દુનિયા તમામ સ્ટેડિયમોની જાણકારી મેળવી અને બાદમાં તે નિર્ણય કર્યો કે, મોટેરા સ્ટેડિયમને ના માત્ર વિશ્વનું મોટું સ્ટેડિયમ બનાવવામાં આવે પરંતુ તે વિશ્વનું સૌથી સુંદર સ્ટેડિયમ પણ બને.જેને લઇને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ અને તેમની ટીમ સતત કાર્યરત રહી હતી.  કોણે બનાવ્યું સ્ટેડિયમ

  ઓસ્ટ્રેલિયન કંપની પોપ્યુલસ કન્સેપ્ટ આર્કિટેક્ટ છે; L&T ડેવલપર (ડિઝાઇન અને નિર્માણ) છે તથા STUP કન્સલ્ટન્ટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) છે. પોપ્યુલસ કંપનીએ 2012 લંડન ઓલિમ્પિક્સમાં આર્કિટેક્ટ તરીકે ફરજ નિભાવી હતી
  Published by:Kaushal Pancholi
  First published:February 24, 2021, 12:46 pm

  ટૉપ ન્યૂઝ