અમદાવાદનો આ વિસ્તાર બન્યો 'મોબાઇલ સ્નેચિંગ'નો હોટ સ્પોટ, તમે પણ રહેજો સાવચેત

અમદાવાદનો આ વિસ્તાર બન્યો 'મોબાઇલ સ્નેચિંગ'નો હોટ સ્પોટ, તમે પણ રહેજો સાવચેત
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં મણિનગર વિસ્તારમાં હીરાભાઈ ટાવર રોડ પર ગણતરીના કલાકોમાં ત્રણ મોબાઈલ સ્નેચિંગની ઘટનાએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. 

  • Share this:
અમદાવાદ : શહેરમાં  (Ahmedabad) ચેઇન સ્નેચરો બાદ હવે મોબાઈલ સ્નેચરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં મણિનગર (Maninagar) વિસ્તારમાં હીરાભાઈ ટાવર રોડ પર ગણતરીના કલાકોમાં ત્રણ મોબાઈલ સ્નેચિંગની (mobile snatching) ઘટનાએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે.

પ્રથમ બનાવની વાત કરીએ તો, મનીષ શાહ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, ગઇકાલે રાત્રના સાડા દસ વાગ્યાની આસપાસ તેઓ ચા પીવા માટે મણિનગર રેલ્વે ક્રોસિંગ પાસે આવેલ ચાની કિટલી પર ગયા હતા. જ્યાં ચા પીવા માટે ઊભા હતા. તે દરમિયાન તેમનાં મિત્રનો ફોન આવતા તેમણે વાત કરીને ફોન કટ કરીને ફોન હાથમાં રાખીને ઊભા હતા. ત્યારે બ્લેક કલર જેવા દેખાતા એક્સેસ પર બે ગઠિયાઓ આવ્યા હતા. જેમાંથી પાછળ બેઠેલા ગઠિયાએ ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવીને મણિનગર રેલ્વે ક્રોસિંગ તરફ પલાયન થઈ ગયા હતા.બીજો બનાવ મણિનગર રેલ્વે ક્રોસિંગથી સ્વામિનારાયણ મંદિર તરફ જવાના રોડ પર બન્યો છે. ભાર્ગેશ ડાભી નામનો યુવાન આ રોડ પર ચાલતો જઈ રહ્યો હતો ત્યારે  એક્સેસ પર આવેલા બે ગઠીયા ઓમાંથી પાછળ બેઠેલા ગઠિયાએ તેનો મોબાઈલ ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા.

1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર રહેશે બંધ, કરી લો નવરાત્રીનાં પહેલા દિવસે મહાકાળી માતાના દર્શન

છોટાઉદેપુર: શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ! બે શિક્ષકો દારૂના નશામાં ધૂત ઝડપાયા - Video વાયરલ

જ્યારે ત્રીજા બનાવની વાત કરીએ તો, જીતેન્દ્ર પુગલિયા નામનો વ્યક્તિ મણિનગર હીરાભાઇ ટાવર રોડ પરથી ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન એક્સેસ પર આવેલા બે ગઠીયાઓમાંથી પાછળ બેઠેલા ગઠિયાએ તેનો મોબાઈલ ઝુંટવીને ઇસનપુર તરફ પલાયન થઈ ગયા હતા.

આમ એક જ વિસ્તારમાં ગણતરીના કલાકોમાં જ ત્રણ મોબાઈલ સ્નેચિંગની ઘટના એ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ત્રણ ઘટના ગણતરીના કલાકોમાં જ અને એક્સેસ ચાલકે ઘટનાને અંજામ આપ્યો હોવાથી આ ત્રણેય ઘટના માં એક જ આરોપી હોવાની શક્યતા પણ નકારી શકાય નહિ.

હાલમાં તો પોલીસે સી સી ટી વી ફૂટેજ ના આધારે વધુ તપાસ શરૂ કરી છે. જો કે આરોપીઓ કેટલા સમયમાં પકડમાં આવે છે તે જોવું રહ્યું.
Published by:Kaushal Pancholi
First published:October 17, 2020, 10:26 am

ટૉપ ન્યૂઝ