પાંચેક હજારનો મોબાઇલ ચોરવા ચોરોએ ઉઠાવી કેટલી જહેમત, જાણો અમદાવાદનો આ કિસ્સો

પાંચેક હજારનો મોબાઇલ ચોરવા ચોરોએ ઉઠાવી કેટલી જહેમત, જાણો અમદાવાદનો આ કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

સસરાનું મૃત્યુ થતા તેઓ અંતિમ ક્રિયા માટે સ્મશાન ગયા હતા. કારમાં તેમનો મોબાઈલ ફોન મૂકીને સ્મશાનમા ગયા હતા.

  • Share this:
અમદાવાદ : શહેરના વીએસ સ્મશાન ગૃહ બહાર વિચિત્ર ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરોએ પાંચેક હજારનો મોબાઇ ચોરવા માટે ઘણી મહેનત કરી છે. એક 47 વર્ષીય વ્યક્તિના સસરાનું મૃત્યુ થતા તેઓ અંતિમ ક્રિયા માટે સ્મશાન ગયા હતા. કારમાં તેમનો મોબાઈલ ફોન મૂકીને સ્મશાનમ ગયા અને બહાર આવ્યા તો ગાડીનો કાચ તૂટેલો હતો અને ફોન ગાયબ હતો. જેથી આ વ્યક્તિએ પોલીસને જાણ કરતા એલિસબ્રિજ પોલીસે તપાસ શરૂ કરી છે.

બોપલમાં રહેતા 47 વર્ષીય હિતેશભાઈ બારૈયા સાણંદ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્મસીસ્ટ તરીકે ફરજ બજાવે છે. ગત 19મી ઓકટોબર ના રોજ તેમના સસરાનું મૃત્યુ થતા તેઓ પોતાની કાર લઈને ઘરેથી નીકળીને વીએસ સ્મશાન પહોંચ્યા હતા. રાત્રે અગિયારેક વાગ્યે તેઓ સ્મશાનમાં પહોંચ્યા અને બારેક વાગ્યે બહાર આવ્યા હતા. તેઓએ સ્મશાન બહાર પાર્ક કરેલી કારનો દરવાજાનો કાચ તૂટેલો જણાતા કારમાં તપાસ કરી હતી. કારમાં જોયું તો તેમનો પાંચેક હજારનો ફોન ગાયબ હતો. જેથી ચોરી થઈ હોવાની શંકા જતા હિતેશભાઈએ આ અંગે પોલીસને જાણ કરી હતી.એલિસબ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી તો ચોરી થઈ હોવાનું સામે આવતા પોલીસે આ મામલે હિતેશભાઈ ની ફરિયાદ નોંધી ચોરી કરનાર ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ: હોટલમાં ચેકઆઉટ સમયે કાર્ડ સ્વાઇપ કરતા ચેતજો, આ રીતે પણ થાય છે ઠગાઇ

Horoscope Today, 21 October 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના લોકોએ રોકાણમાં સાવધાની રાખવી

યુટ્યુબમાંથી ટિપ્સ લઇને ગાડી ચોરતી ટોળકી ઝડપાઇ

થોડા સમય પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે ગાડી ચોરતી ટોળકીની ઝડપી પડી છે. આધુનિક ટેકનોલોજીથી લક્ઝુરિયસ ગાડીઓ ચોરી કરનાર સાતીર આરોપી અને કેવી રીતે કરતો હતો લક્ઝુરિયસ ગાડીઓની ચોરી એ પણ જાણવા જેવું છે. આરોપીનું નામ સત્યેન્દ્ર સિંહ શેખાવત છે. જે દેશના જુદા જુદા રાજ્યોમાંથી લાખો કરોડોની મોંઘીદાટ ગાડીઓ ચોરી કરતો હતો. આરોપી સત્યેન્દ્ર સિંહએ પુનામાંથી એમબીએનો (MBA) અભ્યાસ કર્યો હતો. 2014થી આરોપી કાર ચોરીના ગુનાઓમાં સંડોવાયો હતો. અગાઉ 2014માં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કાર ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો હતો. તે સમયે આરોપી સર્વિસ સેન્ટરમાં જઈને કી સ્ટેન્ડમાંથી ચાવી ઉઠાવી અન્ય ગેટ પાસેથી ગાડી ચોરી કરી લેતો હતો.

આરોપી સત્યેન્દ્ર સિંહ સમયની સાથે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી આધુનિક રીતે ગાડીઓ ચોરી કરી લેતો હતો. યુટ્યુબ પર વીડિયો જોઈ આધુનિક ટેકનોલોજીથી પ્રેરાઈને તેને ચેન્નઈથી બે લાખ રૂપિયામાં કી, કટર મશીન અને સેન્સર મંગાવ્યા અને ત્યાર બાદ કાર ચોરી કરવાનો નવો કીમિયો શોધી કાઢ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:October 21, 2020, 07:44 am

ટૉપ ન્યૂઝ