અમદાવાદ: ટ્રાફિક પોલીસ યુવાનને પોલીસ ચોકીમાં લઇ ગઈ અને બહાર પાર્ક કરેલી કારમાંથી ગણતરીની મિનિટોમાં જ ફોન ગાયબ

અમદાવાદ: ટ્રાફિક પોલીસ યુવાનને પોલીસ ચોકીમાં લઇ ગઈ અને બહાર પાર્ક કરેલી કારમાંથી ગણતરીની મિનિટોમાં જ ફોન ગાયબ
પ્રતીકાત્મક તસવીર (shutterstock image)

આ ઘટનામાં યુવક પાસે મોબાઈલ બિલ ન હોવાથી તેણે મોડી ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

  • Share this:
અમદાવાદ: લૂંટારુઓને જાણે હવે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ બિન્દાસ્ત ગુનાઓને અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં અનેક એવા બનાવ બન્યા જેમાં પોલીસની (Ahmedabad Police) નિષ્ક્રિયતા સાબિત થઈ હોય. વટવામાં તો પોલીસકર્મીએ જ ફાયરિંગ પણ કર્યું હતું. ત્યારે હવે એક એવો બનાવ બન્યો જેનાથી પોલીસે શરમના મારે નીચું જોવાનો વારો આવ્યો છે. ટ્રાફિક પોલીસે (Traffic police) એક વાહન ચાલકને પકડ્યો અને ચોકીમાં લઈ ગયા ત્યારે જ એક શખ્સે આવીને ગાડીમાંથી ફોન (Mobile Phone) ચોરી લીધો હતો. પોલીસ ચોકીની બહાર જ ચોરીનો બનાવ બનતા ખુદ પોલીસ વિચારમાં પડી ગઈ હતી. થોડા સમય પહેલા બનેલી આ ઘટનામાં યુવક પાસે મોબાઈલ બિલ ન હોવાથી તેણે મોડી ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

સાબરકાંઠામાં રહેતા સાહિલ રંગરેજ હિંમતનગરમાં એક દુકાન ધરાવે છે. સાહિલ કપડાંની દુકાન ધરાવી વેપાર કરે છે. ગત 28મી ફેબ્રુઆરીના રોજ તેઓ ધંધાની ખરીદી કરવા તેમના કાકા સાથે આવ્યા હતા.રાજકોટ: ગુજરાત સ્ક્રેપનાં ગોડાઉનમાં મોડી રાતે લાગી ભીષણ આગ, કલાકોની જહેમત બાદ આવી કાબૂમાં

શહેરના કાલુપુર વિસ્તારમાં તેઓ તેમના ભાઈની કાર લઈને આવ્યા હતા. તેઓ કામ પતાવીને કાલુપુર બ્રિજ પર પહોંચ્યા ત્યારે ખૂણામાં પોલીસ ઉભી હતી. બાદમાં ટ્રાફિક પોલીસે તેઓની કાર સાઈડમાં કરાવી તેમની પાસેના વાહનના તમામ કાગળો તપસ્યા હતા.

Instant loan લેવી છે? તો પહેલા વાંચો આ કિસ્સો, યુવાને 25 લાખની લોન લેવા ગુમાવ્યા બે લાખ

પોલીસે કાગળો તપાસ્યા અને બાદમાં તેઓને ચોકીમાં લઈ ગયા હતા. ચોકીમાં થોડી મિનિટો સુધી રહ્યા બાદ સાહિલ રંગરેજને યાદ આવ્યું કે, તેમની કારનો કાચ ખુલ્લો છે. જેથી તેઓ કારનો કાચ બંધ કરવા ચોકીની બહાર આવ્યા હતા.

કારનો કાચ બંધ કરવા જતા કારમાં રાખેલો ફોન જણાયો ન હતો. જેથી તેઓએ તપાસ કરી તો મોબાઈલ ફોન ગણતરીની મિનિટોમાં જ કોઈ પોલીસ ચોકીની બહારથી લઈ જતા તેઓએ કાલુપુર પોલીસને જાણ કરી હતી.પણ મોબાઈલ ફોનનું બિલ ન મળતા સાહિલભાઈ અનેક દિવસો બાદ મોબાઈલ બિલ સાથે ફરિયાદ કરવા આવતા હવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:March 08, 2021, 08:16 am

ટૉપ ન્યૂઝ