અમદાવાદ: અત્યારસુધી અનેક લોકો ચોરી કે લૂંટનો ભોગ બન્યા હશે. પણ હવે શહેરમાં (Ahmedabad) ધારાસભ્યના ડ્રાઈવર પણ લૂંટનો ભોગ બનતા પોલીસ સક્રિય થઈ આરોપીઓ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે. એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય રાકેશ શાહના (Rakesh Shah) ડ્રાઈવર જમાલપુર તરફ જતા હતા અને રોડ પર ઉભા રહી મેસેજ કરતા હતા ત્યારે લૂંટારુઓ આવીને તેમના હાથમાંથી 30 હજારનો ફોન ચોરી (Mobile phone) ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જમાલપુર મારવાડી લુહારની ચાલી ખાતે રહેતા 32 વર્ષીય અશોકભાઈ ઠાકોર છેલ્લા છ માસથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેઓ એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય રાકેશ શાહના ત્યાં પ્રાઇવેટ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમણે તેમના મિત્રના નામે એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો.
નેતાજીની 125મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ PM મોદીએ ગુજરાતના આ ગામને કર્યું યાદ, કારણ છે ખાસ
શુક્રવારે તેઓ તેમની નોકરી પતાવીને એન.આઈ.ડી થી ચાલતા આવીને જમાલપુર તરફ જતા હતા. ત્યારે સ્મશાનની સામે આવીને તેઓ તેમના મિત્રને મેસેજ કરતા હતા ત્યારે બાઇક પર બે શખશો આવ્યા હતા.
રાજકોટ: થેલેસેમિયાગ્રસ્ત બાળક લોહી ચડાવ્યા બાદ થયો HIV પોઝિટિવ, પરિવાર પર વજ્રઘાત
આ શખસોએ અશોકભાઈના હાથમાંથી 30 હજારનો ફોન લૂંટી એન.આઈ.ડી તરફ ભાગી ગયા હતાં. અશોકભાઈએ હવેલી પોલીસને જાણ કરતા સમગ્ર મામલે હવેલી પોલીસે આ અંગે ગુનો નોંધી બ્રિજ પરના સીસીટીવી ફુટેજની મદદથી આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.
પોલીસ તપાસમાં અશોક ઠાકોરે જણાવ્યું કે, એક મોલમાંથી પોતે ફોન ઇન્સ્ટોલમેન્ટ પર 7 માસ અગાઉ મિત્રના નામ પર લીધો હતો. ફોનની લૂંટ ચલાવનાર આરોપીઓના બાઈકનો નંબર રાત્રીના અંધકારમાં જોઈ શકાયો ન હતો. જેથી પોલીસે હવે સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:January 23, 2021, 12:21 pm