અમદાવાદ : પાડોશી ટૂંકા કપડા પહેરી પરિણીતા સામે કરતો હતો બીભત્સ ઈશારા, થઇ પોલીસ ફરિયાદ

અમદાવાદ : પાડોશી ટૂંકા કપડા પહેરી પરિણીતા સામે કરતો હતો બીભત્સ ઈશારા, થઇ પોલીસ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

અવારનવાર ટૂંકા કપડાં પહેરીને બહાર આવતો હતો અને બાદમાં મહિલાને ગંદા ઈશારા પણ કરતો હતો.

  • Share this:
અમદાવાદ : સાબરમતીમાં રહેતી 38 વર્ષીય મહિલાએ તેના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ એવો આક્ષેપ કર્યો છે કે, તેની પાડોશમાં રહેતાં શખશે તેની સાથે છેડતી કરી હતી. આ શખ્સ અવારનવાર મોબાઇલ ફોન પર વાત કરવાના બહાને ઘરમાંથી બહાર આવતો હતો અને ત્યારે આ મહિલાને જોઈને ઈશારા કરતો હતો. આટલું જ નહીં અવારનવાર ટૂંકા કપડાં પહેરીને બહાર આવતો હતો અને બાદમાં મહિલાને ગંદા ઈશારા પણ કરતો હતો. અગાઉ જ્યારે બે વાર પોલીસ ફરિયાદ કરવા મહિલા ગઈ હતી ત્યારે સમાધાન થયું હતું. પરંતુ ફરી એક વખત આ શખશે આ હરકત કરતાં મહિલાએ કંટાળીને સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 38 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેના પતિ ટ્રક ચલાવતો હોવાના કારણે ઘણીવાર બહારગામ રહેવાનું થાય છે. આ મહિલાને સંતાનમાં બે દીકરા તથા એક દીકરી છે. 38 વર્ષીય મહિલા એ પોલીસને ફરિયાદ આપી છે કે, છેલ્લા દોઢેક વર્ષથી તેમની પાડોશમાં રહેતો પ્રશાંત નામનો યુવક અવારનવાર તેની ઉપર ગંદી નજર રાખી તેની સામે જોઈ ને ઇશારા કરી ચેનચાળા કરી છેડતી કરે છે. આ મહિલાએ અગાઉ પણ બે વાર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. જોકે આરોપી મહિલાની સામે જ રહેતો હોવાથી તેને તે બાબતે સમાધાન કર્યું હતું.જામનગર : ગર્લફ્રેન્ડ પાસે જૂનો બોયફ્રેન્ડ રાખડી બંધાવવા ગયો હતો, ત્યાં નવા બોયફ્રેન્ડે શંકા વ્યક્ત કરી છરીથી હુમલો કર્યો

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલનું નિધન, પુત્રએ ટ્વીટ કરીને આપી જાણકારી

તેમ છતાં પણ આ પ્રશાંત નામનો શખ્શ સુધર્યો નહોતો અને તે મોબાઈલ ફોન ઉપર ઘરની બહાર આવી વાતો કરવાના બહાને આ મહિલાને જોઈને ગંદા ઈશારા કરતો હતો. આટલું જ નહીં આ શખશ ટૂંકા કપડાં પહેરી મહિલાની સામે જોઈને તેની બોડી બતાવતો હતો. આ પ્રકારે અવારનવાર છેડતી કરતા મહિલાએ તેના પતિને સમગ્ર કહાની જણાવી હતી

જેથી મહિલાએ તેના પતિ સાથે વાત કર્યા બાદ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કરતાં તેણે સાબરમતી પોલીસને આ અંગે જાણ કરતાં સાબરમતી પોલીસે પ્રશાંત નામના શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:November 25, 2020, 07:08 am

ટૉપ ન્યૂઝ