Home /News /madhya-gujarat /

અમદાવાદ : લગ્ન બાદ પતિએ પત્નીને ફોનમાં કરી દીધી બ્લોક, કહ્યું - 'તું મને ગમતી નથી'

અમદાવાદ : લગ્ન બાદ પતિએ પત્નીને ફોનમાં કરી દીધી બ્લોક, કહ્યું - 'તું મને ગમતી નથી'

પ્રતિકાત્મક તસવીર

મહિલા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. 

અમદાવાદ : લગ્નના ગણતરીના માસમાં જ પતિ તેની બીજા શહેરમાં નોકરીએ હાજર થઈને પત્નીને ફોન પર કહેવા લાગ્યો કે, તું મને ગમતી નથી, લગ્ન કરીને ભૂલ કરી. પતિએ તો આવી બાબતોમાં ત્રાસ આપી પરિણીતાને પરેશાન કરી પણ સાથે સાથે સાસરિયાઓ પણ કામ બાબતે અને અન્ય બાબતોમાં પરેશાન કરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

રબારી કોલોની ખાતે રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2019માં પાલનપુરના એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ ચોથા દિવસે યુવતીનો પતિ કચ્છ ખાતે તેની નોકરીએ જવા રવાના થયો હતો. લગ્ન બાદ યુવતીએ કચ્છ લઈ જવાનું કહેતા પતિએ અલગ અલગ બહાના બતાવી તેને પાલનપુર જ રહેવા કહ્યું હતું. જો પાલનપુર ન રહેવું હોય તો પિયર મોકલી દઇશ તેવું પતિ કહેતો અને સાસુ તથા નણંદ પણ પુત્રવધુ સાથે ઘરમાં રહેશે તો નહીં બોલીએ તેમ કહીને ત્રાસ આપતા હતા.

અમદાવાદ બાદ વડોદરામાં પણ મ્યુકરમાયકોસીસે ઉંચક્યું માથુ, એક વૃદ્ધાનું મોત

માઉન્ટ આબુમાં માઇનસ 1.5 ડિગ્રી તાપમાન, ગુજરાતમાં હજી બે દિવસ રહેશે કડકડતી ઠંડી

પતિ અવાર નવાર નથી ગમતી લગ્ન કરીને ભૂલ કરીને ત્રાસ આપતો હતો.
વારંવાર કચ્છ લઈ જવાનું કહેતા પતિએ પત્નીને મોબાઈલ ફોનમાં બ્લોક કરી દીધી હતી. દિવાળી સમયે પણ પત્નીને ન લઈ જવા બાબતે કકળાટ થયો હતો,



આખરે પરિણીતાએ આ મામલે સાસરિયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. પરિણીતા ફરિયાદ કરવાનું કહેતા નણંદએ પણ ધમકી આપી હતી જે મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, Police complain, અમદાવાદ, ગુજરાત, પતિ-પત્ની

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन