અમદાવાદ: નાની બહેનને નાસ્તાનું પડીકું લેવા ઘરની બહાર મોકલી યુવકે સગીરા પર ગુજાર્યો બળાત્કાર

અમદાવાદ: નાની બહેનને નાસ્તાનું પડીકું લેવા ઘરની બહાર મોકલી યુવકે સગીરા પર ગુજાર્યો બળાત્કાર
આરોપી

માતાપિતા ઘરે આવતા સગીરાએ તેમને જાણ કરી હતી. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

  • Share this:
અમદાવાદ : શહેરમાં સગીરા સાથે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ ફરી વધવા લાગી છે. જેમા અનેક કિસ્સાઓમાં સામે આવ્યું છે કેે, નજીકના સંબંધી અને મિત્ર વર્તુળના લોકોમાંથી જ નરાધમો આ કૃત્ય કરતા હોય છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં 15 વર્ષીય સગીરા અને તેની બહેન એકલી હતી ત્યારે નાની બહેનને બહાર મોકલી યુવકે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માતાપિતા ઘરે આવતા સગીરાએ તેમને જાણ કરી હતી. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.

અમરાઇવાડીમાં રહેતો પરિવાર શાકભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. પરિવારમાં 15 અને 5 વર્ષની બે નાની દીકરીઓ અને એક દીકરો છે. વસ્ત્રાલ ખાતે રહેતો અને અમરાઇવાડી ન્યુ કોટન મિલ ખાતે કામ કરતો નીરજ વર્મા નામનો યુવક તેમના ત્યાં બટાકા- ડુંગળી લેવા અવારનવાર આવતો હતો. સવારના સુમારે માતા-પિતા દીકરાને લઈ બટાકા ડુંગળી લેવા ગયા હતા અને બંને બહેનો ઘરે એકલી હતી. દરમ્યાનમાં નીરજ વર્મા ઘરે આવ્યો હતો. નાની છોકરીને 10 રૂપિયા પડીકું લેવા બહાર મોકલી હતી.કરફ્યૂમાં પોલીસ પકડશેના ડરથી રેસ્ટોરન્ટમાં જ રાત રોકાવાનું નક્કી કર્યું, છેવટે મેનેજરે બોલાવી પડી પોલીસ

અમદાવાદથી કેવડિયા- SOU જવું હવે મોંઘું નહીં પડે, માત્ર 120 રૂપિયામાં પહોંચી જવાશે

બાદમાં સગીરાનો હાથ પકડી તેના ગાલ પર કિસ કરી હતી બાદમાં શરીરે અડપલાં કરવા લાગ્યો હતો. સગીરાએ ધક્કો મારવા છતાં બળજબરીપૂર્વક સગીરાના કપડાં કાઢી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.બાળકીના માતા-પિતા ઘરે આવતા તેણે વાત કરી હતી. પોલીસને જાણ કરતા અમરાઇવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી નિરજની ધરપકડ કરી લીધી છે.
Published by:Kaushal Pancholi
First published:January 17, 2021, 14:37 pm

ટૉપ ન્યૂઝ