બેદરકારી! આગમાં કેટલાય લોકો ભૂંજાયા તો પણ અમદાવાદની 20 હજારથી વધુ બિલ્ડીંગમાં હજી ફાયર NOC જ નથી

બેદરકારી! આગમાં કેટલાય લોકો ભૂંજાયા તો પણ અમદાવાદની 20 હજારથી વધુ બિલ્ડીંગમાં હજી ફાયર NOC જ નથી

  • Share this:
અમદાવાદ : આમ તો અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં (Gujarat) ફાયરસેફટી (Fire Safety) મામલે કોર્ટ દ્વારા અનેકવાર ફિટકાર વરસાવવામાં આવે છે. અનેક આદેશો કરવામાં આવે છે પણ લોકોમાં ફાયર સેફટી મુદ્દે ગંભીરતા નથી તે પણ એક સત્ય હકીકત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal fire department) હદ વિસ્તાર એટલે કે અમદાવાદ ફાયર વિભાગમાં આવતી અનેક સંસ્થાઓ છે જે ફાયર NOC લીધા બાદ તેને રીન્યુ કરાવવામાં ગંભીર નથી. અને એટલે જ જ્યારે શહેરમાં આગની (Fire) ઘટના બને છે ત્યારે મોટો અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. એક અંદાજે શહેરની 20 હજાર જેટલી મિલકતો છે જે ફાયર NOC લેવામાં આળસુ પુરવાર થઇ છે.

અમદાવાદમાં અવારનવાર આગની ઘટના બને છે. જેને લઈને રહેણાંક વિસ્તારની ઇમારતો હોય કે કોમર્શિયલ કે પછી હોટેલ - રેસ્ટોરન્ટ, સ્કૂલ કોલેજ આ ઉપરાંત ટયુશન કલાસ કે જેમાં ફાયર NOC મેળવવાનું ફરજીયાત કરાયું છે. પરંતુ એકવાર ફાયર NOC મેળવી લીધા બાદ જે તે ઇમારતના સંચાલકો, સ્કૂલકોલેજના સંચાલકો ફાયર NOC રીન્યુ કરાવતા નથી.ડાકોરમાં ફાગણી પૂનમનો ઉત્સવ બંધ રહેશે, દર વર્ષે 7 લાખથી વધુ શ્રદ્ધાળુ આવે છે દર્શને

ફાયરના અધિકારીઓનું કહેવું છે કે, ફાયર NOC રીન્યુનો મતલબ પહેલા ફાયર સેફ્ટીના સાધનોનું ઇન્સ્પેકશન થાય ત્યાર બાદ જો તેમાં કોઈ ખામી હોય તો દૂર થાય ત્યારબાદ ફાયર NOC રીન્યુ થાય. એટલે કે, જો જગ્યાનું સુપરવિઝન થઈ ગયું હોય તો આગ લાગ્યા બાદ મોટા અકસ્માતમાં બદલાવની શકયતા ઘટી જાય છે.ફાયર NOC રીન્યુ ના કરી હોય તેવી મિલકત કુલ સંખ્યા NOC રીન્યુ નથી NOC લીધી નથી
સ્કૂલ અને કોલેજ 600
ટ્યુશન કલાસ 2385 2200 185
હોટેલ રેસ્ટોરન્ટ 1100 805 295
ઇન્ડસ્ટ્રીયઝ 17500 2168 15317
હોસ્પિટલ એન્ડ કલીનીક 2247 2168 79
મોલમલ્ટી પ્લેક્સ 60 60
રેસિડેન્સિયલ 1800 648 1152 (વેલિડ)
રેસિડેન્સિયલ કમ કોમર્શિયલ 495 230
કોમર્શિયલ 705 7 698  (વેલિડ)


ફાયરના અધિકારીઓનું કહેવું છે કે, અમદાવાદમાં મોટાભાગના લોકોએ ફાયર NOC રીન્યુ કરાવી નથી. આવી બિલ્ડીંગ સામે કાયદેસરની કાર્યવાહી અને સીલ કરવા સુધીની તૈયારી ફાયર વિભાગે કરી છે.
Published by:Kaushal Pancholi
First published:March 07, 2021, 07:02 am

ટૉપ ન્યૂઝ