અમદાવાદ : શહેરના શાહીબાગ વિસ્તારમાં ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરવાની માંગણી કરનાર બે ભાઈઓને ઠપકો આપતા તેની અદાવત રાખી બંન્ને ભાઈઓએ ફરિયાદીને માર મારતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
શાહીબાગ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ આપી છે કે, શુક્રવારે બપોરે બારેક વાગ્યાની આસપાસ ફરિયાદીનાં પત્ની ચાલીનાં નાકેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેના ઘરની નજીક રહેતા રાહુલ પ્રજાપતિ અને દીપક પ્રજાપતિ ત્યાં બેઠા હતા. દીપકે ફરિયાદીની પત્નીને કહ્યું હતું કે, મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે. જેથી ફરિયાદીની પત્ની એ તેઓને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને રાત્રિનાં નવ વાગ્યાની આસપાસ ફરિયાદી તેમની પત્ની અને સગા સાથે ઘરની બહાર બેઠા હતા તે સમયે આ બંન્ને ભાઈઓ ત્યાં આવ્યા હતા. અને બીભત્સ ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા.
જોકે, ફરિયાદી એ તેઓ ને આમ ના કરવા માટે જણાવતા જ બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને માર માર્યો હતો. રાહુલ નામના આરોપીએ ફરિયાદીને મોઢાનાં ભાગે તેમજ આંખનાં ભાગે ફેંટો મારતા તેઓને લોહી નીકળવા લાગ્યુ હતું. આસપાસનાં લોકોએ એકઠા થઈને તેઓને વધુ મારમાંથી છોડવી ને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.
હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર