અમદાવાદ : જામીન પર છૂટેલા એક તરફી પ્રેમીએ યુવતીને આપી ધમકી, 'હૈદરાબાદવાળી કરીશ, એસિડ નાંખીશ'

અમદાવાદ : જામીન પર છૂટેલા એક તરફી પ્રેમીએ યુવતીને આપી ધમકી, 'હૈદરાબાદવાળી કરીશ, એસિડ નાંખીશ'
પ્રતિકાત્મક તસવીર

જ્યારે યુવતી ક્લાસિસમાં જતી હતી તે સમયે તેને એક બોટલ બતાવી કહ્યું હતું કે, આ બોટલ તને સુંઘાડી દઈશ.

  • Share this:
અમદાવાદ : એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને જાહેરમાં રોકીને સાઈડમાં બોલાવી તેની સાથે માથાકૂટ શરૂ કરી. જોકે, યુવતીના ભાઈ ને જાણ થતાં ઘટના સ્થળે પહોચેલા ભાઈને આરોપી યુવાન અને તેના મિત્રોએ માર મારતાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

સોલા પોલીસ સ્ટેશનમાં એક યુવકે પોલીસ ફરિયાદ આપી છે કે, ગોતામાં રહેતો રવી વાઘેલા નામનો યુવાન અવાર નવાર તેની બહેનનો પીછો કરીને તેને હેરાન પરેશાન કરે છે. યુવતીને અલગ અલગ નંબર પરથી ફોન કરીને મળવા આવ નહિ તો ઉઠાવી જઈશ અને  હૈદરાબાદમાં થયું છે તેમ કરીશ, તારા ચહેરા પર એસિડ નાંખીશ એવી ધમકી આપતો હતો.જ્યારે યુવતી ક્લાસિસમાં જતી હતી તે સમયે તેને એક બોટલ બતાવી કહ્યું હતું કે, આ બોટલ તને સુંઘાડી દઈશ. આમ આવી ધમકી મળતા યુવતીની માતાએ આરોપી રવી સામે ગત જાન્યુઆરી મહિનામાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે કેસમાં હાલ આરોપી જામીન પર મુક્ત છે.

12મી સપ્ટેમ્બરના દિવસે યુવતી નોકરીએ જતી હતી તે દરમિયાન તે ગોતા પાણીની ટાંકી પાસે ઊભી હતી. ત્યારે રવી ત્યાં એક્ટિવા લઈને આવ્યો હતો અને મારે શાંતિથી વાત કરવી છે, સાઈડમાં આવ તેમ કહીને યુવતીને કહ્યું હતું કે, મારા પર જે કેસ કર્યો છે તે પાછો લઇ લે. જોકે, યુવતી એ કેસ પાછો નહિ ખેંચાય તેવું કહેતા આરોપી એ કહેલ કે તારે મને પાછો પુરાવવો હોય તો પુરાવી દે. યુવતીએ આ સમગ્ર બાબતનો વીડિયો બનાવવાનું શરૂ કરતાં જ આરોપી તેનો ફોન ખેંચી લીધો હતો.

આ પણ વાંચો - ગુજરાતમાં હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં મેઘો ઘમરોળશે

આ પણ જુઓ - 

યુવતીએ તેના ભાઈને જાણ કરતા તે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં આરોપી એ તેને ગડદાપાટુનો માર મારીને ભાગી ગયો હતો. જેથી ફરિયાદી તેનો પીછો કરતા ગોતા હાઉસિંગ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા હતો. ત્યાં હાજર આરોપીના મિત્ર સની અને આરોપીએ સાથે મળી ફરિયાદીને માર મારી ધમકી આપી હતી કે, જો હવે પાછળ પાછળ આવીશ તો જાનથી મારી નાંખીશ. ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - પિતૃઓ કોને કહેવાય? શ્રાદ્ધમાં પિતૃઋણમાંથી આ રીતે મેળવી શકો છો મુક્તિ
Published by:Kaushal Pancholi
First published:September 14, 2020, 08:18 am

ટૉપ ન્યૂઝ