Home /News /madhya-gujarat /અમદાવાદ: ધનતેરસમાં પૂજા કરવા માટે જોયુ તો લાખો રૂપિયાના દાગીના ભરેલો ડબ્બો હતો ગાયબ, ફરિયાદ નોંધાવી

અમદાવાદ: ધનતેરસમાં પૂજા કરવા માટે જોયુ તો લાખો રૂપિયાના દાગીના ભરેલો ડબ્બો હતો ગાયબ, ફરિયાદ નોંધાવી

પ્રતિકાત્મક તસવીર

આ ડબ્બામાં તેમના માતાના બારમામાં આવેલી બુટ્ટીઓ પણ હતી.

અમદાવાદ : શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રાજકોટનો વેપારી 35 લાખના દાગીનાની ચોરીનો ભોગ બન્યો ત્યારે હવે વધુ એક મહિલાના ઘરમાં ચોરી થતા હાહાકાર મચી જવા પામ્યો છે. એક મહિલા ધનતેરસના દિવસે ધન એવા લાખોના દાગીના ડબ્બામાંથી કાઢવા ગઈ ત્યારે 4.27 લાખના દાગીના ભરેલો ડબ્બો જ ગાયબ હતો. આ ડબ્બામાં તેમના માતાના બારમામાં આવેલી બુટ્ટીઓ પણ હતી. જેથી આ મામલે હવે છેક મહિલાએ ફરિયાદ નોંધાવતા સેટેલાઇટ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

સેટેલાઇટ જોધપુર ચાર રસ્તા પાસે આવેલી અનુપમ સોસાયટીમાં રહેતા 54 વર્ષીય પ્રેરણા બહેન શુકલા તેમના પરિવાર સાથે રહે છે. તેમના પતિ કેતનકુમાર નારોલ આર.વી.ડેનિમ ફેકટરીમાં નોકરી કરે છે. ગત 18 ઓકટોબરના રોજ પ્રેરણાબહેન તેમના માતાના અવસાન બાદ બારમું પતાવી ઘરે આવ્યા હતા.

જે નાગરિકોને રસી આપવાની થશે તેમને એસ.એમ.એસ. દ્વારા આગોતરી જાણ કરાશે : નીતિન પટેલ

વડોદરા: કોવિડ હૉસ્પિટલમાં ફરજ બજાવવા જતી નર્સની આડા સંબંધની શંકાએ પતિએ જ કરી હત્યા

આ બારમાની વિધિમાં તેઓને એક બુટ્ટી આપવામાં આવી હતી. બીજે દિવસે એટલે કે 19મીએ પ્રેરણા બહેને જ્યાં તેમના અન્ય દાગીના મુક્યા હતા તે જ ડબ્બામાં તેમની આ બુટ્ટી મૂકી હતી. આ ડબ્બામાં સોનાની બંગડી, પાટલા, મંગળસૂત્ર, સેટ, બુટ્ટી, સોનાના દોરા સહિતના દાગીના હતા.

બેઠકરૂમની પાછળ સેવાના રૂમમાં આ ડબ્બો તેમણે મુક્યો હતો અને બાદમાં ધનતેરસના દિવસે લક્ષમીપૂજન કરવા આ દાગીના કાઢવા પ્રેરણા બહેન ગયા હતા. પણ તેઓને આ ડબ્બો જણાયો ન હતો. ડબ્બામાંથી 4.27 લાખના ગાયબ થતા જ ચોરી થઈ હોવાની તેઓને ગંધ આવી ને બાદમાં પરિવારજનો ને આ અંગે જાણ કરી. બાદમાં તેઓએ આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Dhanteras, Loot, Woman, અમદાવાદ, ગુજરાત, ગોલ્ડ