108ના કર્મચારીને મોબાઈલ ફોન ચાર્જીગમાં મૂકી ઊંઘવું ભારે પડયુ, એકસાથે બે મોબાઈલ ફોન ચોરાયા

108ના કર્મચારીને મોબાઈલ ફોન ચાર્જીગમાં મૂકી ઊંઘવું ભારે પડયુ, એકસાથે બે મોબાઈલ ફોન ચોરાયા
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં તસ્કરો એટલા બેફામ બન્યા છે જેના કારણે થઈ અવનવા ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે.

  • Share this:
અમદાવાદ : અત્યાર સુધીમાં અનેક દુકાનોમાં કે ઘરોમાં ચોરી થઇ હોવાની ઘટનાઓ સામે આવી હતી. પરંતુ હવે અમદાવાદ શહેરમાં તસ્કરો એટલા બેફામ બન્યા છે જેના કારણે થઈ અવનવા ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે. તાજેતરમાં 108 એમ્બ્યુલન્સમાંથી  તસ્કરો ચાર્જિંગમાં મૂકેલા બે મોબાઇલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે, આ મામલે તસ્કરોએ કરેલી ચોરીની સાથે 108ના કર્મચારીની બેદરકારી પણ ગણી શકાય છે.

નરોડામાં રહેતા જીતેન્દ્રભાઈ ભૂનેતર 108 ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે. બે વર્ષથી શાહઆલમમાં 108ના લોકેશન ઉપર ઇન્ચાર્જ તરીકે ફરજ નિભાવે છે. જેમાં તેઓને સરકારી મોબાઈલ પણ ઈશ્યૂ થયો છે. બે દિવસ પહેલા તેઓની શિફ્ટ દરમિયાન તેઓ હાજર હતા ત્યારે 108 વાનના પાયલોટ બળદેવભાઈ પણ હાજર હતા. તે દરમિયાન તેમને એક ઇમરજન્સી કોલ એટેન્ડ કર્યા બાદ છેલ્લે એક વાગ્યાનો કોલ પૂરો કરી પાયલોટ સાથે આરામ કરતા હતા. ત્યારે ત્રણ વાગ્યે એક કોલ આવેલો હતો જે ઈસનપુરથી એલજી હોસ્પિટલનો હતો.આ પણ વાંચો- અમદાવાદ : યુવાધનને નશાના રવાડે ચડાવતા કફ શિરપ અને દવાના જથ્થા સાથે ત્રણની ધરપકડ

જેથી તેઓ તેમના લોકેશન ઉપર ગયા હતા. આ દરમિયાન તેમણે તેમનો સરકારી મોબાઈલ અને પોતાનો પર્સનલ મોબાઈલ ચાર્જિંગમાં મુક્યો હતો. સવારે સાત વાગ્યે 108 વાનમાં મોબાઈલ લેવા જતાં મોબાઈલ ફોન જણાયા ન હતા.

આ પણ જુઓ - જેથી તેઓ જે લોકેશન ઉપર હતા ત્યાં સિક્યુરિટી ગાર્ડ અને સામે ચાની કીટલી વાળાને પૂછપરછ કરી હતી. પરંતુ તેઓને કોઇ સફળતા મળી ન હતી. જેથી બંને મોબાઇલ ફોન ચોરી થતાં તેઓએ કાગડાપીઠ પોલીસનો સંપર્ક કરતા કાગડાપીઠ પોલીસે આ મામલે ગુનો નોંધી તસ્કરોની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- સુરત: દાંતનાં ડૉક્ટરની તેમના જ ક્લિનિકમાં થઇ હત્યા, લોહીમાં લથપથ હતું શરીર
Published by:Kaushal Pancholi
First published:September 23, 2020, 07:54 am

ટૉપ ન્યૂઝ