અમદાવાદી યુવકે દારૂ સંતાડવાનો ગજબનો આઈડિયા અપનાવ્યો, હેરાફેરીની રીત જોઈ પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

અમદાવાદી યુવકે દારૂ સંતાડવાનો ગજબનો આઈડિયા અપનાવ્યો, હેરાફેરીની રીત જોઈ પોલીસ પણ માથું ખંજવાળવા લાગી
પ્રતીકાત્મક તસવીર

દારૂની હેરાફેરી માટે તેને એક નવો આઈડિયા સામે લાવ્યો છે.

  • Share this:
ગુજરાતમાં (Gujarat) દારૂબંધી છે પરંતુ દારૂનો ધંધો કરતા લોકો કોઈપણ આઈડિયા વાપરી ગુજરાતમાં દારૂને (liquor) ઘુસાડી દારૂનું વેચાણ કરતા હોય છે. ક્યારેક ભંગારની આડમાં તો ક્યારેક બટાકાની આડમાં અનેક રીતે દારૂ લઈને ઘુસાડી અને તેનું વેચાણ કરે છે. જોકે દારૂ ગુજરાતમાં આવ્યા બાદ પણ બુટલેગર દ્વારા અલગ અલગ રીતે દારૂ વેચવામાં આવતો હોય છે. ત્યારે વધુ એક બુટલેગરનો એક આઈડિયા સામે આવ્યો છે. જેમાં દારૂની હેરાફેરી માટે તેને એક નવો આઈડિયા સામે લાવ્યો છે. એક યુવકે દારૂ છુપાડવા માટે રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવ્યું હતું અને ત્યાંથી તે બાઇક પર દારૂની હેરાફેરી કરતો હતો.

મળતી માહિતી પ્રમાણે pcbને માહિતી મળી હતી કે, એક યુવક સેટેલાઈટ વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરે છે. જેથી તે માહિતીના આધારે તેમણે કાર્યવાહી શરૂ કરી હતી. ઘટના એવી સામે આવી કે, આરોપી અંકિત પરમાર બોપલ વિસ્તારમાં રહે છે અને દારૂનો વેપાર કરે છે. આરોપીની મોડસઓપરેન્ડી સામે આવી કે તે, એક રીક્ષામાં ગુપ્ત ખાનું બનાવીને તેમાં દારૂને સંતાળી ને રાખતો હતો.રેમડેસિવીર બાદ હવે આ ઇન્જેક્શનની અછત, સારવાર માટે છે ખાસ જરૂરી

જોકે તે રીક્ષામાં દારૂની હેરાફેરી કરતો ન હતો. આરોપી રિક્ષામાં દારૂને રાખી મુકતો હતો અને એ પણ રીક્ષા સેટેલાઈટ વિસ્તારમાં બિનવારસી મૂકી રાખતો હતો અને જે ગ્રાહક દારૂ મંગાવે તો રીક્ષામાંથી દારૂ કાઢીને બાઈક પર દારૂ આપી આવતો હતો. જેથી કોઈને શંકા ના જાય.

વડોદરા: લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો! દાદી અને પિતા દીકરીનાં લગ્ન માટે ભાણેજ જમાઈને ઘરે ગયા ત્યાં જ કોરોનાથી થયું મોત

pcbએ હાલ તો દારૂ ભરેલી રીક્ષા કબ્જે કરેલ છે અને કુલ 1.81 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપી સામે પ્રોહી એક્ટ 65(ઈ),116(1)(બી),98(2) મુજબ ગુનો દાખલ કરેલ છે. આરોપી સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ, તેની પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:May 10, 2021, 11:11 am

ટૉપ ન્યૂઝ