Home /News /madhya-gujarat /ગજબ તિકડમ : અમદાવાદમાં LIC એજન્ટે પત્નીને મૃત બતાવી 15 લાખનો વીમો પાસ કરાવ્યો

ગજબ તિકડમ : અમદાવાદમાં LIC એજન્ટે પત્નીને મૃત બતાવી 15 લાખનો વીમો પાસ કરાવ્યો

પ્રતિકાત્મક તસવીર

એલઆઈસીનાં અધિકારીઓએ આ મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં (Ahmedabad) એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. પતિમાં પત્નીની 15 લાખની એલાઈસીની પોલીસ (LIC Policy) પકાવવા પત્નીનું ડેથ સર્ટિફિકેટ (death certificate) આપીને વીમો ક્લેઇમ કરીને 15 લાખ રૂપિયા મેળવ્યાં હતા. પતિની એજન્સીમાં વારસદાર તરીકે પત્નીનું નામ ચાલુ રાખ્યું હતું જે ઓડિટ દરમિયાન બહાર આવતા આખા કૌભાંડ પરથી પડદો હટ્યો છે. એલઆઈસીનાં અધિકારીઓએ આ મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી વિસ્તૃત માહિતી પ્રમાણે, મણિનગર વિસ્તારમાં રહેતો પરાગ પારેખ છેલ્લા ઘણા વર્ષોથી રિલીફ રોડ પર આવેલી LICની બ્રાન્ચમાં એજન્ટ છે. વર્ષ 2012માં પરાગે તેની પત્ની મનિષાનાં નામે એલઆઈસીની 15 લાખની ટર્મ ઇન્સ્યોરન્સની પોલીસી લીધી હતી. 2016માં પરાગે પોતાની પત્ની મનીષાનું મૃત્યું થયાનું એએમસી સૈજપુર બોધા વોર્ડનું ડેથ સર્ટિફિકેટ બતાવીને એલઆઈસીની પોલીસી ક્લેઇમ કરી હતી. જેના આધારે એલઆઈસીએ 14.96 લાખની રકમ તેના ખાતામાં જમા કરી દીધી હતી.

જે બાદ વર્ષ 2020માં કંપનીનું ઓડિટ ચાલતું હતું ત્યારે પત્ની મનિષાનું ડેથ સર્ટિ શંકાસ્પદ છે. પરાગની એજન્સીમાં વારસદાર તરીકે પત્ની મનિષાનું નામ ચાલુ છે. 25 લાખની ટર્મ ઇન્સ્યોરન્સ પોલીસી પણ અમદાવાદથી ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી છે.

આ પણ જુઓ - 

જે બાદ આ અંગે તપાસ કરતા પતિએ પત્નીનું એએમસીનું ખોટું ડેથ સર્ટિફિકેટ આપીને એલઆઈસી સાથે છેતરપિડી કર્યાનું સામે આવ્યું હતુ. જેથી એલઆઈસીનાં અધિકારીઓએ આ અંગે કારંજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એલઆઈસી એજન્ટ સામે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - સોમનાથ મંદિરની આવકમાં થયો વધારો, ટ્રસ્ટની મિલકત વધીને 321 કરોડ રૂપિયાને પાર

Horoscope Today, 11 October 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના લોને ધાર્મિક કાર્યોમાં દિવસ વિતશે

બીજાનાં નામે મોબાઇલ લઇ સસ્તામાં વેચતો હતો

અમદાવાદમાં એક અન્ય ભેજાબાજ પણ પોલીસના શકંજામાં આવી ગયો છે. જે લોકોના નામે લોન કરી મોબાઈલ ખરીદી કરી બારોબાર વેંચી નાખતો હતો. આઇ.ડી.એફ.સી બેંકના લોન ધારકોના આઈડી પરથી લોન ધારકોના નામે વિજય સેલ્સમાંથી ઓનલાઇન મોબાઇલ ખરીદીને બારોબાર દુકાનદારને વહેંચી રોકડી કરી છેતરપિંડી આચરતા માસ્ટરમાઈન્ડની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
First published:

Tags: LIC, અમદાવાદ, ગુજરાત, પતિ-પત્ની