ઉત્તરાયણમાં અમદાવાદની પોળોના ધાબા પર વધારે લોકો ભેગા ન થવા દેવા પોલીસનો એક્શન પ્લાન તૈયાર

ઉત્તરાયણમાં અમદાવાદની પોળોના ધાબા પર વધારે લોકો ભેગા ન થવા દેવા પોલીસનો એક્શન પ્લાન તૈયાર
ફાઇલ તસવીર

  • Share this:
અમદાવાદ: ઉત્તરાયણના દિવસે મુખ્યમંત્રીથી લઈને અનેક નેતાઓ અમદાવાદ શહેરની પોળમાં જતા હોય છે. અહીં તેઓ આવે ત્યારે જે તે સ્થાનિક નેતાના ઘરે જઈ ધાબે ચઢી પતંગ ચગાવતા હોય છે. અને તેના કારણે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. ઉત્તરાયણને લઈને ધાબા પર એક પરિવારના સભ્યો સિવાય કોઈ મહેમાન ભેગા ન થવા સરકારે ગાઈડ લાઈનો બહાર પાડી છે. આ ગાઈડ લાઈન મુજબ શહેર પોલીસ પોતાનું પ્લાનિંગ કરી રહી છે. પોલીસ વિવિઆઈપી બંદોબસ્તની જેમ જ પ્લાનિંગ કરી રહી છે. ડ્રોનની સાથે સાથે વોચ ટાવર ઉભા કરી સ્ટ્રેટેજીક પ્લાનિંગ પોલીસે કરી દીધું છે.

દિવાળીમાં લોકોની માર્કેટમાં ભીડ એકઠી થઈ હતી. જેના કારણે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે આ ભૂલ ફરીથી ન થાય તે માટે ઉત્તરાયણને લઈને સરકાર દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં પરિવારના સભ્યો સિવાય કોઈ વ્યક્તિ ભેગા ન થાય. સોશ્યલ ડિસ્ટન્સ જાળવે અને ડીજે ન વગાડે તે પ્રકારની ગાઈડ લાઈનનું પાલન કરાવવા માટે પોલીસ પણ એક્ટિવ થઈ છે. પોળના અને મહોલ્લાના લોકોને એકત્રિત કરી મિટિંગ કરી અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી લોકોને આ સૂચનાઓનું પાલન થાય તેની સમજ આપી રહી હોવાનું ડી ડિવિઝનના એસીપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું છે.‘જીવણદાદા’ તરીકે જાણીતા ભારતીય કિસાન સંઘના જીવણભાઈ પટેલનું નિધન

તો બીજીતરફ પેટ્રોલિંગની સાથે સાથે વીઆઇપી મુવમેન્ટ વખતે જેમ ધાબા પોઇન્ટ ઉભા કરવામાં આવે છે તે જ રીતે આ વખતે પોળનું સૌથી ઊંચું મકાન હશે તેના પર ધાબા પોઇન્ટ બનાવી ડ્રોન દ્વારા તો સર્વેલન્સ રખાશે સાથે સાથે હાઈ રાઈઝડ બિલ્ડીંગ નક્કી કરી સ્ટ્રેટેજીક પલાનિંગ કરી ત્યાં વોચ ટાવર બનાવી દૂરબીનથી પોલીસ નજર રખાશે. 100 મિટરની ત્રિજયામાં કોઈ ભેગું થાય તો ધાબા પોઇન્ટ કે વોચ ટાવર પર હાજર પોલીસકર્મી પેટ્રોલિંગમાં રહેલ પોલીસ ટીમને જાણ કરશે અને બાદમાં પોલીસ પહોંચી કાર્યવાહી કરે તેવું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ : બારેજાની મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં આગ, ફાયર વિભાગ દોડતું થયું

હાલ તો પોળ ધરાવતા વિસ્તાર એવા ખાડીયા અને કાલુપુરમાં પોલીસ એક્ટિવ બની છે. પણ આ વખતે ધાબા ભાડે ન અપાતા પશ્ચિમ વિસ્તારોના હાઇફાઈ ફ્લેટમાં પણ ભીડ એકઠી ન થાય તેનું પોલીસે ખૂબ ધ્યાન રાખવું પડશે અને જો નહિ રાખે તો દિવાળી સમયની પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં.
Published by:Kaushal Pancholi
First published:January 09, 2021, 15:25 pm

टॉप स्टोरीज