કોરોનાના કહેર વચ્ચે રથયાત્રા પૂર્વની ચંદન યાત્રામાં ભક્તો જોડાઇ નહીં શકે, માત્ર મહંત, ટ્રસ્ટીની હાજરી હશે

કોરોનાના કહેર વચ્ચે રથયાત્રા પૂર્વની ચંદન યાત્રામાં ભક્તો જોડાઇ નહીં શકે, માત્ર મહંત, ટ્રસ્ટીની હાજરી હશે
14 મેના રોજ અખાત્રીજ આવે છે અને તે દિવસે જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા નિર્ધારિત કરવામાં આવે છે,

14 મેના રોજ અખાત્રીજ આવે છે અને તે દિવસે જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા નિર્ધારિત કરવામાં આવે છે,

  • Share this:
અમદાવાદ: કોરોનાનો કહેરે (coronavirus) આખા રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ધાર્મિક પ્રસંગોમાં લોકોની ઓછામાં ઓછી હાજરી હોય તેવું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગત જગન્નાથ ની (Jagannath Temple) રથયાત્રા (Rathyatra 2021) શહેરમાં (Ahmedabad) શાંતિપૂર્વક જ નીકળી હતી. તો આ વખતે 144મી રથયાત્રા હશે. તે પહેલા જે ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમાં પણ ભક્તો જોડાઇ નહીં શકે. આ યાત્રા 14મી મેનાં રોજ યોજાવવાની છે.

અક્ષય તૃતીયા વખતે યોજાતી ચંદનયાત્રાને રથયાત્રાનું સૌપ્રથમ ચરણ ગણવામાં આવે છે. અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ પાસે વિશ્વકર્મા આવીને તેમની નગરચર્યા માટે રથ બનાવવાની મંજૂરી માંગે છે. એ જ પવિત્ર દિવસે વિધિવત્ પૂજન-અર્ચન બાદ રથનું સમારકામ કરવામાં આવે છે. ભગવાનના ત્રણેય રથને શણગારવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચતા હોય છે. આ દિવસે ભગવાનને ચંદનના શણગાર હોવાથી તેને પ્રતિકાત્મક ચંદન યાત્રા કહેવામાં આવે છે. જોકે, આ વખતે ચંદનયાત્રા કે રથપૂજનમાં કોઇ ભક્તો ઉપસ્થિત નહીં રહે અને ૩-૪ વ્યક્તિ જ હાજર રહેશે.આ અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે,  ગયા વરસની જેમ આ વર્ષે કોરોના મહામારીને પગલે 13મી મેના રોજ રથયાત્રાનો પ્રથમ પ્રસંગ એવા રથપૂજનના કાર્યક્રમમાં નગરજનો ભાગ નહીં લે. માત્ર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી જ હાજર રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને પ્રતિકાત્મક રીતે રથ પૂજન કરાશે. જોકે આગળના કાર્યક્રમમાં જળ યાત્રા યોજાશે કે નહિ એ અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી જો જળયાત્રા યોજાશે તો માત્ર ગણતરી ના લોકો વચ્ચે જ તેનું આયોજન થશે.

Viral: છાણ, ગૌમૂત્રથી ઇમ્યુનિટી વધારવા જતા પહેલા ચેતજો, તબીબોએ મ્યુકરમાઇકોસીસ થવાની આપી ચેતવણી

અખા ત્રીજ નિમિત્તે અન્ય કેટલાક મંદિરોમાં આયોજનો

સ્વામિનારાયણ મંદિર-કુમકુમ મણીનગર ખાતે સ્વામિનારાયણ ભગવાનને પાંચ કિલો ચંદનના વાઘા ધરાવાશે. ભક્તો યુ ટયુબથી દર્શન કરી શકશે.
હરે કૃષ્ણ મંદિર-ભાડજમાં સવારે ૭ઃ૩૦થી પાટોત્સવ. ભગવાનને રાજભોગ ધરાવાશે. રાધામાધવની મહા આરતી કરાશે. જોકે, ભક્તો યુ યુ ટયુબ-ફેસબૂક પેજથી જ દર્શનનો લ્હાવો મેળવી શકશે.

અમદાવાદનો ચેતવણીસમાન કિસ્સો: સેનેટાઇઝર ચાલુ ગેસ પર પડતા થયો ભડકો, મહિલા સળગતા થયું મોતનોંધનીય છે કે, ગત વર્ષે કોરોના સંક્રમણના કારણે રથયાત્રા નગરજનોની ઉપસ્થિતિમાં નીકળી શકી ન હતી. અત્યંત સાદાઈથી ઊજવાયેલી રથયાત્રામાં ભજન મંડળી, ટ્રક, અખાડા અને ઝાંખી જોવા મળી ન હતી. માત્ર ત્રણ ટ્રક જ યાત્રામાં જોડાયા હતા. જળયાત્રામાં પણ માત્ર પૂજારી અને ટ્રસ્ટીઓ જ જોડાયા હતા.
Published by:Kaushal Pancholi
First published:May 13, 2021, 07:09 am

ટૉપ ન્યૂઝ